નુપુર શર્માના વિવાદાસ્પદ નિવેદનને લઈને પશ્ચિમ બંગાળમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. આ દરમિયાન એક વિડિયો સામે આવ્યો છે જેમાં એક પોલીસકર્મી લોહીથી લથપથ રોડ પર મૃત હાલતમાં જોવા મળે છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “બંગાળમાં પ્રદર્શનકારીઓએ આ પોલીસકર્મીની ગોળી મારીને હત્યા કરી હતી.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પ્રદર્શન કારીઓ દ્વારા પોલીસકર્મીને ગોળી મારવામાં આવી ન હતી. પરંતુ પોલીસ કર્મચારી દ્વારા પોતાને ગોળી મારવામાં આવી હતી.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Dhaval Trivedi નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 12 જૂન 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “બંગાળમાં પ્રદર્શનકારીઓએ આ પોલીસકર્મીની ગોળી મારીને હત્યા કરી હતી.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે યુટ્યુબ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને 10મી જૂને NDTVની ચેનલ પર આ જ વિડિયો જેવો જ એક વિડિયો પ્રસારિત કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યુ હતુ. તેની સાથે આપવામાં આવેલી માહિતીમાં કહેવામાં આવ્યું છે કે, કોલકાતામાં બાંગ્લાદેશ દૂતાવાસમાં તૈનાત એક પોલીસ કોન્સ્ટેબલે પોતાને ગોળી મારી દીધી હતી. આ પહેલા તેણે અનેક રાઉન્ડ ઓપન ફાયરિંગ કર્યા હતા.

આ દરમિયાન રસ્તા પરથી જઈ રહેલી એક મહિલાને પણ ગોળી વાગી હતી. આમાં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે પોલીસકર્મી દ્વારા ગોળીબારનો કોઈ ચોક્કસ ટાર્ગેટ ન હતો, તેણે તે રીતે જ ગોળીબાર કર્યો હતો.

Archive

10 જૂનના રોજ પ્રકાશિત હિન્દુસ્તાન ટાઈમ્સના લેખમાં કહેવામાં આવ્યું છે કે, આ ઘટના કોલકાતાના પાર્ક સર્કસ ચોકી વિસ્તારમાં લોઅર રેન્જ રોડ પર બની હતી. પોલીસ કોન્સ્ટેબલનું નામ ચૌદુપ લેપચા (28 વર્ષ) હતું.

એવું કહેવામાં આવી રહ્યું છે કે તે 10 દિવસની રજા પર તેના ઘરે ગયો હતો અને ઘટનાના એક દિવસ પહેલા પાછો જોડાયો હતો. રિપોર્ટ અનુસાર, પોલીસ કોન્સ્ટેબલે આવું કેમ કર્યું તેનો ખુલાસો નથી કર્યો. પરંતુ કોલકાતાના એડિશનલ પોલીસ કમિશનર પ્રવીણ કુમાર ત્રિપાઠીએ સ્પષ્ટપણે કહ્યું છે કે આ ઘટનાને કોલકાતામાં વિરોધ પ્રદર્શન સાથે કોઈ લેવાદેવા નથી.

તેમનું અનુમાન છે કે પોલીસકર્મી કોઈક ડિપ્રેશનથી પિડાતો હતો.

તમને જણાવી દઈએ કે ફાયરિંગમાં ત્રણ લોકો ઘાયલ થયા હતા જેમને કલકત્તા નેશનલ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાં એક મહિલાનું મોત થયું હતું.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ મિશ્રિત સાબિત થાય છે. કારણ કે, પ્રદર્શન કારીઓ દ્વારા પોલીસકર્મીને ગોળી મારવામાં આવી ન હતી. પરંતુ પોલીસ કર્મચારી દ્વારા પોતાને ગોળી મારવામાં આવી હતી.

Avatar

Title:શું ખરેખર બંગાળમાં પ્રદર્શન કરનારાઓ દ્વારા પોલીસ કર્મચારીને ગોળી મારવામાં આવી...? જાણો શું છે સત્ય....

Fact Check By: Frany Karia

Result: Partly False