શું ખરેખર શહિદ કર્નલ સંતોષ બાબુની પુત્રીનો ફોટો છે…? જાણો શું છે સત્ય…

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

The Squirrel નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 17 જૂન 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “લદ્દાખમાં ચીન સાથેની અથડામણમાં શહિદ થયેલ ભારતના કર્નલ સંતોષ બાબૂને આજે સમગ્ર દેશ શ્રદ્ધાંજલિ આપી રહ્યો છે ત્યારે તેમની પુત્રીએ તેના પિતાને નમન કરી દેશ માટે કુર્બાની આપવા બદલ શ્રદ્ધાંજલિ અર્પણ કરી” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 127 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 11 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 5 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ફોટોમાં દેખાતી બાળકી શહિદ કર્નલ સંતોષ બાબુની દિકરી છે.”

FACEBOOK | FB POST ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)ના ઓફિસિયલ ટ્વિટર એકાઉન્ટ પર આ ફોટો શેર કરવામાં આવી હોવાનું જાણવા મળ્યુ હતુ. ટ્વિટમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “કર્ણાટકના નેલામંગાળા તાલુકાના એક અભાવિપ કાર્યકરે તેની નાની બહેન સાથે શહીદ કર્નલ સંતોષ બાબુને શ્રદ્ધાંજલિ આપી હતી. આ તે સમયના ફોટા છે.”

ARCHIVE

સંતોષ બાબુની પુત્રી હોવાના દાવા સાથે જ્યારે આ ફોટો સોશિયલ મિડિયામાં વાયરલ થવા લાગી ત્યારે ‘અભાવિપ’ કર્ણાટકના ટ્વિટર હેન્ડલ પર આ વાતનો ખુલાસો કરવામાં આવ્યો હતો અને જણાવવામાં આવ્યુ હતુ કે, “કેટલાક લોકો આ છોકરીના ફોટોને કર્નલ સંતોષ બાબુની પુત્રી તરીકે શેર કરી રહ્યાં છે. અમે સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે આ સંતોષ બાબુની પુત્રી નથી. તે એક અભાવિપ કાર્યકરની બહેન છે.”

ARCHIVE

અન્ય એક ટ્વીટમાં ‘અભાવિપ’ કર્ણાટકએ બાળકીનું નામ કુ. મનશ્રી હોવાનું જણાવ્યું હતું. 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટોમાં શહિદ કર્નલ સંતોષ બાબુની દિકરી નહિં પરંતુ કર્ણાટકના અખિલ વિદ્યાર્થી પરિષદના કાર્યકરની બહેન છે.

Avatar

Title:શું ખરેખર શહિદ કર્નલ સંતોષ બાબુની પુત્રીનો ફોટો છે…? જાણો શું છે સત્ય…

Fact Check By: Yogesh Karia 

Result: False