શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો લદ્દાખની ગલવાન ઘાટી ખાતે તાજેતરમાં ભારતીય સેના અને ચીની સેના વચ્ચે થયેલા ઘર્ષણનો છે…? જાણો શું છે સત્ય…

False આંતરરાષ્ટ્રીય I International સામાજિક I Social

The Squirrel નામના ફેસબુક પેજ દ્વારા 16 જૂન, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, લદ્દાખના ગાલવાન વિસ્તારમાં ભારતીય સેના અને ચીન વચ્ચે અથડામણનો વિડિયો… અથડામણમાં ભારતના એક અદિકારી અને બે સૈનિકો થયા હતા શહિદ... આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો તાજેતરમાં લદ્દાખ સરહદ પર ગલવાન ઘાટી ખાતે ભારત અને ચીનના સૈનિકો વચ્ચે થયેલા ઘર્ષણનો છે. આ પોસ્ટને 32 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. તેમજ 7 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. અન્ય લોકો દ્વારા પણ આ પોસ્ટને ફેસબુક તેમજ અન્ય સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.

screenshot-www.facebook.com-2020.06.18-13_25_02.png

Facebook Post | Archive

સંશોધન

પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો તાજેતરમાં લદ્દાખની ગલવાન ઘાટી ખાતે ભારત અને ચીનના સૈનિકો વચ્ચે થયેલા ઘર્ષણનો છે કે કેમ?  એ જાણવા માટે અમે સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈને ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈ સર્ચ કરતાં અમને The Times of India દ્વારા તેની સત્તાવાર યુટ્યુબ ચેનલ પર 19 ઓગષ્ટ, 2017 ના રોજ પ્રસારિત કરવામાં આવેલો એક વીડિયો પ્રાપ્ત થયો હતો. જેમાં પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ વીડિયો સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, લદાખના પેનગોંગ લેક ખાતે ભારત અને ચીની સૈનિકો વચ્ચે ઘર્ષણ. આ સંપૂર્ણ સમાચાર તમે નીચે જોઈ શકો છો.

Archive

આજ માહિતી સાથેના અન્ય વીડિયો અને સમાચાર પણ અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. Aaj Tak | India Today | NDTV

ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો વર્ષ 2017 માં ભારત અને ચીની સૈનિકો વચ્ચે લદાખના પેનગોંગ લેક ખાતે થયેલા ઘર્ષણનો છે. તેથી આ વીડિયોનો તાજેતરમાં લદ્દાખ સરહદ પર ભારત અને ચીની સૈનિકો વચ્ચે થયેલા ઘર્ષણ સાથે કોઈ જ સંબંધ નથી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે ખોટી માહિતી સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહી છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો વર્ષ 2017 માં ભારત અને ચીની સૈનિકો વચ્ચે લદાખના પેનગોંગ લેક ખાતે થયેલા ઘર્ષણનો છે. તેથી આ વીડિયોનો તાજેતરમાં લદ્દાખ સરહદ પર ભારત અને ચીની સૈનિકો વચ્ચે થયેલા ઘર્ષણ સાથે કોઈ જ સંબંધ નથી.

છબીઓ સૌજન્ય: ગુગલ

Avatar

Title:શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો લદ્દાખની ગલવાન ઘાટી ખાતે તાજેતરમાં ભારતીય સેના અને ચીની સેના વચ્ચે થયેલા ઘર્ષણનો છે…? જાણો શું છે સત્ય…

Fact Check By: Vikas Vyas 

Result: False

  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •