શું ખરેખર સિંહ સામે આ વૃધ્ધે બાથ ભિડી હતી..?

False સામાજિક I Social

My Gujju World નામના ફેસબુક પેજ દ્વારા 8 જૂન 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ધોબા ગામમાં મહિલા પર સિંહનો હુમલો..મહિલાને બચાવવા માલધારીએ સિંહ સામે બાથ ભરી….ભાઈ ભાઈ ગુજરાતી વાહ…. ભાઈ આ શેત્રુંજ કાંઠા નિ મોજ શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલા ફોટો પર 1300 લોકોએ તેમના પ્રતિભાવ આપ્યા હતા. 98 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા, તેમજ 420 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, સિંહ દ્વારા મહિલા પર હુમલો કરવામાં આવ્યો હતો ત્યારે આ વૃધ્ધે સિંહ સાથે બાથ ભરી હતી.

ARCHIVE | PHOTO ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી. સૌ પ્રથમ ઉપરોક્ત પોસ્ટમાં શેર કરવામાં આવેલા ફોટોને અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

GOOGLE REVERCE IMAGE.png

ARCHIVE

ઉપરોક્ત પરિણામોમાં અમને ક્યાંય પણ પોસ્ટમાં શેર કરવામાં આવેલો ફોટો અમને પ્રાપ્ત થયો ન હતો. તેથી પડતાલને આગળ વધારતા અમે યાન્ડેક્ષ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

YANDEX REAVERCE IMAGE.png

ARCHIVE

ઉપરોક્ત પરિણામોમાં પણ અમને ક્યાંય પણ પોસ્ટમાં શેર કરવામાં આવેલી ફોટો પ્રાપ્ત થઈ ન હતી. તેથી અમે અમારી પડતાલને આગળ વધારી અને ગૂગલ પર ધોબા ગામમાં સિંહનો મહિલા પર હુમલો લખતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

GOOGLE SEARCH.png

ARCHIVE

ઉપરોક્ત પરિણામોમાં પણ અમને પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબના કોઈ પરિણામ પ્રાપ્ત થયા ન હતા. જો સિંહ દ્વારા આ પ્રકારે મહિલા પર હુમલો કરવામાં આવ્યો હોય અને વૃધ્ધ દ્વારા મહિલાને બચાવવા માટે સિંહ સાથે બાથ ભિડી લેવામાં આવી હોય તો તે સમાચાર ખૂબ મોટા હોય અને સ્થાનિક મિડિયા દ્વારા તેની નોંધ લેવામાં આવી જ હોય પરંતુ આ પ્રકારની કોઈ ઘટનાની નોંધ મિડિયા દ્વારા લેવામાં આવી ન હતી. તેથી અમે ભાવનગર જિલ્લાના ફોરેસ્ટ અધિકારી રાજ સંદિપ જોડે વાત કરતા તેમણે અમને જણાવ્યુ હતુ કે, “આ પ્રકારની કોઈ ઘટના હાલમાં જેસર તાલુકાના ધોબા ગામમાં બની નથી. તેમજ સિંહ દ્વારા કોઈ મહિલા પર હુમલો કરવામાં આવ્યો હોય તેવુ મારા ધ્યાને આવ્યુ નથી.”

ત્યારબાદ અમે કેસર તાલુકાના ધોબા ગામના સરપંચ દિલુભાઈ ખુમાન જોડે વાત કરી હતી, તેમણે અમને જણાવ્યુ હતુ કે, “આ પ્રકારની કોઈ ઘટના અમારા ગામમાં બની નથી, ખોટા મેસેજ લોકો દ્વારા ફેલાવવામાં આવી રહ્યા છે. તેમજ અમારા ગામમાં આ પ્રકારે કોઈ પરિવાર નથી રહેતો.”

આમ ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબની કોઈ ઘટના અમને જાણવા મળી ન હતી. આ પ્રકારે કોઈ ઘટના બની હોવાનો પણ ફોરેસ્ટ ઓફિસર દ્વારા ઈન્કાર કરવામાં આવી રહ્યો છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, આ પ્રકારની કોઈ ઘટના આ ગામમાં બની હોવાનું અમારી પડતાલમાં સાબિત થતુ નથી.

Avatar

Title:શું ખરેખર સિંહ સામે આ વૃધ્ધે બાથ ભિડી હતી..?

Fact Check By: Frany Karia 

Result: False