શું ખરેખર હાલમાં મૃત્યુ પામેલી હાથણીના અંતિમ સંસ્કારની વિધીનો ફોટો છે…? જાણો શું છે સત્ય…

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

Shri Manibhadra Foundation નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 9 જૂન 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. નિર્દોષ અને માસુમ ગર્ભવતી હાથણી, ની અંતિમ વિધિ ભગવાન તેને અને તેના અજન્માં બચ્ચાં ની આત્મા ને ચિર શાંતિ અર્પે, ૐ શાંતિ શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 3 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 7 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “હાલમાં કેરળમાં મૃત્યુ પામેલી હાથણીના અંતિમ સંસ્કાર વિધીનો આ ફોટો છે.

FACEBOOK | FB POST ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગૂગલ રિવર્સ ઇમેજના માધ્યમથી પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોને શોધવા પ્રયત્ન કર્યો હતો.  જો કે અમને કોઈ ખાસ માહિતી મળી ન હતી. તે પછી, અમે હાથીના પગ પરની તસ્વીરમાં જોયું તો ત્યાં”તરલાબલુ”, લખેલુ જોવા મળ્યુ હતુ. જે એક કન્નડ શબ્દ છે. ફેસબુક પર કન્નડ કીવર્ડ્સ દ્વારા શોધતા, અમને 12 નવેમ્બર 2015 ના રોજ ફેસબુક પર અપલોડ કરેલો એક ફોટો મળ્યો જેનું નામ છે “તરલાબલુ જગદ્ગુરૂ બ્રિહન્માથ”. આ તસવીરના શીર્ષકમાં કન્નડ ભાષામાં લખ્યું છે કે “તારલબાલુ મૂળ ની હાથણી ગોવરી હવે નથી રહી.” આ વર્ણન મુજબ આ હાથીનું નામ ગોવરી છે.

https://www.facebook.com/239495379428687/photos/a.529762837068605/1069745376403679/?type=3

આ પછી, અમે કન્નડ ભાષામાં ગૂગલ પર ઉપરની વિગતોની મદદથી આ ઘટનાથી સંબંધિત સમાચારની શોધ કરી, જેના પરિણામે અમને 13 નવેમ્બર 2015 ના રોજ વન ઈન્ડિયા દ્વારા પ્રકાશિત કરવામાં આવેલો અહેવાલ પ્રાપ્ત થયો હતો. જે અહેવાલ મુજબ, ગૌરી શ્રી તારાબલાલુ જગદ્ગુરુ મઠનો એક હાથી હતો, જેનું તે મહિનાની શરૂઆતમાં અવસાન થયું હતું. ટી.એસ.નાગાભરણ દ્વારા નિર્દેશિત ફિલ્મ “કલ્લારી ફૂલ” માં પણ હાથીએ ભૂમિકા ભજવી હતી, જેમાં ભાવનાત્મક સંદેશ હતો. ટીમે હાથીનું નામ ‘ગૌરી’ રાખ્યું છે.

ONE INDIA | ARCHIVE

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો હાલમાં જે ગર્ભવતી હાથણી મૃત્યુ પામી તેની અંતિમ વિધિનો નથી. પરંતુ વર્ષ 2015નો છે.

Avatar

Title:શું ખરેખર હાલમાં મૃત્યુ પામેલી હાથણીના અંતિમ સંસ્કારની વિધીનો ફોટો છે…?

Fact Check By: Yogesh Karia 

Result: False