શું ખરેખર ઈમરાન ખાનની નકલ કરતો કલાકાર પાકિસ્તાની છે…? જાણો શું છે સત્ય…

False આંતરરાષ્ટ્રીય I International સામાજિક I Social

Rajesh Patel ‎ નામના ફેસબુક યુઝર દ્વારા 4 નવેમ્બર, 2019    ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, We have all heard Indian mimicry artists mimicing Indian Politicians.Here is a Pakistani artist immitatimg Imran Khan…You would love it. 😀😀👍👌😂. અંગ્રેજીના આ લખાણનો મતલબ એવો થાય કે, આપણે ભારતીય રાજકારણીઓનું અનુકરણ કરતા મિમિક્રી કલાકારોને તો જોયા જ છે. પરંતુ અહીં તમે એક પાકિસ્તાની કલાકારને ઈમરાન ખાનનું અનુરકરણ કરતા જોઈ શકો છો. જે તમને ગમશે. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, વીડિયોમાં પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનની નકલ કરી મિમિક્રી કરતો કલાકાર પાકિસ્તાની છે. આ પોસ્ટને 12 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. 777 થી વધુ લોકો દ્વારા આ વીડિયોને જોવામાં આવ્યો હતો. તેમજ 6 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. ફેસબુક પર અન્ય કેટલાક લોકો દ્વારા પણ આ વીડિયોને શેર કરવામાં આવ્યો હતો. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.

screenshot-www.facebook.com-2019.11.12-19_00_49.png

Facebook Post | Archive | Video Archive

સંશોધન

પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોમાં પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનનું અનુકરણ કરીને મિમિક્રી કરતો કલાકાર પાકિસ્તાની છે કે કેમ? એ જાણવા માટે અમે સૌપ્રથમ અમે ગુગલનો સહારો લઈ જુદા જુદા કીવર્ડ સાથે સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો ફેસબુક, ટ્વિટર જેવા સોશિયલ મીડિયા પર ઘણા બધા લોકો દ્વારા વાયરલ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. વધુમાં અમને ઘણી બધી જગ્યાએ આ વીડિયોની નીચે કોમેન્ટ બોક્ષમાં આ કલાકાર પાકિસ્તાની નહીં પરંતુ એક જાણીતો ભારતીય કલાકાર સૌરભ સિંઘલ હોવાની માહિતી આપવામાં આવી હતી.

તેથી અમે આ દિશામાં અમારી તપાસને આગળ વધારતાં અમને http://saurabhsinghal.com/ નામની સૌરભ સિંઘલની એક વેબસાઈટ પ્રાપ્ત થઈ હતી. જેમાં સૌરભ સિંઘલના અનેક વીડિયો તમે જોઈ શકો છો. 

screenshot-saurabhsinghal.com-2019.11.12-21_54_27.png

Archive

આ ઉપરાંત અમારા સંશોધનને વધુ મજબૂત બનાવવા માટે અમે ઉપરોક્ત વેબસાઈટ પર દર્શાવેલા મેઈલ આઈડી પર ફેક્ટ ક્રેસેન્ડોની ટીમે કલાકાર સૌરભ સિંઘલને આ ઘટના અંગે મેઈલ કર્યો હતો તો તેમણે અમને મેઈલના જવાબમાં જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયા પર ખોટી માહિતી વાયરલ થઈ રહી છે અને તેઓ પોતે પાકિસ્તાની નહીં પરંતુ ભારતીય કલાકાર છે અને દિલ્હીમાં રહે છે. જે તમે નીચે જોઈ શકો છો.

screenshot-mail.google.com-2019.11.13-10_20_07.png

વધુમાં સૌરભ સિંઘલ દ્વારા ફેક્ટ ક્રેસેન્ડોની ટીમને એક વોટ્સએપ વીડિયો પણ મોકલવામાં આવ્યો હતો. જેમાં તેઓ પોતે એક ભારતીય કલાકાર હોવાનું જણાવી રહ્યા છે. તેમજ તેમણે એ પણ કહ્યું હતું કે, “સોશિયલ મીડિયા પર પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાનની નકલ કરતો મારો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં મને એક પાકિસ્તાની કલાકાર ગણાવવામાં આવી રહ્યો હોવાની માહિતી આપવામાં આવી છે જે તદ્દન ખોટી છે. હું પાકિસ્તાની નહીં પરંતુ એક ભારતીય કલાકાર છું.” આ વીડિયો તમે નીચે જોઈ શકો છો.

Archive

આ સંપૂર્ણ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં વીડિયોમાં દેખાતા કલાકારનું નામ સૌરભ સિંઘલ છે અને તે પાકિસ્તાની નહીં પરંતુ ભારતીય છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ વીડિયોમાં દેખાતા કલાકારનું નામ સૌરભ સિંઘલ છે અને તે પાકિસ્તાની નહીં પરંતુ ભારતીય છે.

છબીઓ સૌજન્ય : ગુગલ

Avatar

Title:શું ખરેખર ઈમરાન ખાનની નકલ કરતો કલાકાર પાકિસ્તાની છે…? જાણો શું છે સત્ય…

Fact Check By: Vikas Vyas 

Result: False