શું ખરેખર વડોદરામાં 200 રૂપિયા લીટર દૂધ વહેચવામાં આવ્યુ હતુ…..? જાણો શું છે સત્ય…..

False સામાજિક I Social

Milan Patel નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 2 ઓગસ્ટ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘વડોદરામાં 200 રૂપિયા લીટર દૂધ વેચાયું’ શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 934 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા, તેમજ 38 લોકો દ્વારા આ પોસ્ટ પર તેમના પ્રતિભાવો આપવામાં આવ્યા હતા. તેમજ 704 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, વડોદરામાં પૂર આવ્યુ ત્યારે દૂધ 200 રૂપિયા પ્રતિ લીટર વહેંચવામાં આવ્યુ હતુ.

FACEBOOK | PHOTO ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. જો આ પ્રકારે પૂર દરમિયાન 200 રૂપિયા લીટર દૂધ વહેચાયુ હોય તો કોઈ મિડીયા દ્વારા તેની નોંધ લેવામાં આવી જ હોય તેથી અમે સૌપ્રથમ ગૂગલ પર ‘વડોદરમાં પૂર દરમિયાન 200 રૂપિયા લીટર દૂધ વહેંચાયુ’ લખતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

ARCHIVE

ઉપરોક્ત પરિણામોમાં અમને ક્યાંય પણ પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબની હક્કીત જાણવા મળી ન હતી. જો કોઈ ઈલેક્ટ્રોનિક મિડિયા દ્વારા આ અંગેની નોંધ લેવાઈ હોય તો તે વિચાર સાથે અમે યુ-ટ્યુબ પર સર્ચ કરતા અમને નીચે મુજબના પરિણામો મળ્યા હતા.

ARCHIVE

આમ, ઉપરોક્ત પરિણામોમાં અમને ક્યાંય પણ પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબની હક્કીત જાણવા મળી ન હતી. તેથી અમે વડોદરા ક્લેક્ટર શાલિની અગ્રવાલ જોડે વાત કરી હતી. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “જે-તે સમયે આ પ્રકારની વાત વહેતી થઈ હતી. પરંતુ વડોદરામાં આવેલી ડેરી સાથે સંપુર્ણ પ્રકારે સંક્લન રાખી અને MRP પ્રમાણે જ લોકોને દૂધ પહોંચાડવામાં આવ્ચુ છે. તેમજ NDRF અને SDRFની ટીમની પણ દૂધ પહોંચાડવામાં મદદ લેવામાં આવી હતી.”

જોકે, ત્યારબાદ અમે વડોદરાના સ્થાનિક મિડિયાનો સંપર્ક સાધી અને આ અંગે પુછ્યુ હતુ, તેમણે અમને જણાવ્યુ હતુ કે, આ પ્રકારની અફવા ફેલાઈ હતી, પરંતુ ક્યા વિસ્તારમાં આ પ્રકારનું વેચાણ થઈ રહ્યુ હતુ, કોણ કરી રહ્યુ હતુ તે જાણવા મળ્યુ ન હતુ.આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ક્યાંય પણ સાબિત થતો નથી. પોસ્ટમાં કરવામાં આવેલા મુજબની હક્કીત ક્યાંય પણ જાણવા મળી ન હતી. 

પરિણામ

આમ,ઉપરોક્ત પોસ્ટ અમારી પડતાલમાં ખોટી સાબિત થાય છે. કારણ કે, વડોદરામાં 200 રૂપિયા લીટર દૂધ વહેંચાયુ હોવાનું સાબિત થતું નથી.જે વાતને સ્થાનિક મિડિયા અને ક્લેકટર દ્વારા સમર્થન આપવામાં આવ્યુ હતુ.

Avatar

Title:શું ખરેખર વડોદરામાં 200 રૂપિયા લીટર દૂધ વહેચવામાં આવ્યુ હતુ…..? જાણો શું છે સત્ય…..

Fact Check By: Yogesh Karia 

Result: False