શું ખરેખર હવે કેન્સરની બિમારીથી કોઈનું મૃત્યુ નહિં થાય…? જાણો શું છે સત્ય……

False તબીબી I Medical રાષ્ટ્રીય I National

Jo Baka નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 11 જૂલાઈ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. હવે કેન્સરથી કોઈનું મૃત્યુ થશે નહિ,જાણો કે છત્તીસગઢની મમતા ત્રિપાઠીએ શોધી છે કેન્સરની દવાશીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 94 લોકોએ તેમના પ્રતિભાવ આપ્યા હતા, 3 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 60 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, મમતા ત્રીપાઠીએ એવી કેન્સર દવા શોધી છે કે, કેન્સરની બિમારીથી કોઈનું મૃત્યુ નહિં થાય.

FACEBOOK | PHOTO ARCHIVE | ARTICLE ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. જો આ પ્રકારે કેન્સરના રોગને લઈ મોટી શોધ થઈ હોય તો તેની નોંધ દેશભરના મિડિયા દ્વારા લેવામાં આવી હોય. તેથી અમે ગૂગલ પર “Mamta Tripathi Raipur cancer” લખતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

ARCHIVE

ઉપરોક્ત પરિણામો પરથી અમને મમતા ત્રીપાઠી દ્વારા આજ થી એક વર્ષ પહેલા વર્ષ 2018માં ANI ને આપવામાં આવેલું ઈન્ટરવ્યુ પ્રાપ્ત થયુ હતું. જેમા તેઓ સ્પષ્ટ જણાવી રહ્યા છે, તેમના દ્વારા કેન્સરની દવા શોધવામાં આવી છે. જે 77-80 ટકા કારગત નિવડે તેમ છે. પરંતુ તેમના દ્વારા એ ક્યાંય જણાવવામાં નથી આવ્યુ કે કેન્સરથી કોઈ માણસ મરશે નહિં. જે ઈન્ટરવ્યુ આપ નીચે જોઈ શકો છો. 

ARCHIVE

તેમજ બિઝનેસ-સ્ટાન્ડર્ડ દ્વારા પણ આ સમાચારને પ્રસારિત કરવામાં આવ્યા હતા, જેમાં પણ એ જ વાત જણાવવામાં આવી હતી કે, એ પ્રકારની રસી શોધવામાં આવી છે કે, 77-80 ટકા કારગત નીવડે. જે સમાચાર પણ નીચે જોઈ શકો છો. 

ARCHIVE

આમ, ઉપરોક્ત પડતાલથી એ સાબિત થાય છે કે, કેન્સરની દવા તો મમતા ત્રીપાઠી દ્વારા શોધવામાં આવી છે, પરંતુ ક્યાંય એ પ્રકારે દાવો કરવામાં નથી આવ્યો કે કોઈ માણસનું કેન્સરથી મૃત્યુ નહિં થાય.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે કારણ કે, કેન્સરની દવા તો મમતા ત્રીપાઠી દ્વારા શોધવામાં આવી છે, પરંતુ ક્યાંય એ પ્રકારે દાવો કરવામાં નથી આવ્યો કે કોઈ માણસનું કેન્સરથી મૃત્યુ નહિં થાય.

Avatar

Title:શું ખરેખર હવે કેન્સરની બિમારીથી કોઈનું મૃત્યુ નહિં થાય…? જાણો શું છે સત્ય……

Fact Check By: Yogesh Karia 

Result: False