શું ખરેખર રાહુલ ગાંધી ગોલ્ડન ટેમ્પલના લંગરમાં પ્રસાદ લીધા વિના માસ્ક પહેરીને બેસી રહ્યા…? જાણો શું છે સત્ય….

ગેરમાર્ગે દોરનાર I Misleading રાજકીય I Political

તાજેતરમાં સોશિયલ મીડિયા પર રાહુલ ગાંધીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, રાહુલ ગાંધી ગોલ્ડન ટેમ્પલના લંગરમાં પ્રસાદ લીધા વિના માસ્ક પહેરીને બેસી રહ્યા તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે કારણ કે, રાહુલ ગાંધીએ ગોલ્ડન ટેમ્પલના લંગરમાં પ્રસાદ લીધો હતો. પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ અધૂરો છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ભ્રામક અને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Sampurna Samachar Seva નામના ફેસબુક પેજ દ્વારા 29 જાન્યુઆરી, 2022 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, શું આ રાહુલ નું નાટક છે?. આ લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, રાહુલ ગાંધી ગોલ્ડન ટેમ્પલના લંગરમાં પ્રસાદ લીધા વિના માસ્ક પહેરીને બેસી રહ્યા તેનો આ વીડિયો છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ગુગલનો સહારો લઈને જુદા-જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને એ જાણવા મળ્યું હતું કે, રાહુલ ગાંધી 27 જાન્યુઆરીએ પંજાબની એક દિવસીય મુલાકાતે ગયા હતા. તેમણે અમૃતસરમાં સુવર્ણ મંદિરની મુલાકાત લીધી હતી. રાહુલ ગાંધીની સાથે મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની, નાયબ મુખ્યમંત્રી સુખજિંદર સિંહ રંધાવા અને નવજોત સિંહ સિદ્ધુ પણ હતા.

ઉપરોક્ત સમાચારમાં અમને એ જાણવા મળ્યું હતું કે, રાહુલ ગાંધીએ અમૃતસરના સુવર્ણ મંદિરમાં પ્રાર્થના કરીને લંગરમાં પ્રસાદ પણ લીધો હતો.

લંગરની મુલાકાત દરમિયાન રાહુલ ગાંધીએ તેમના ટ્વિટર એકાઉન્ટ પરથી લાઈવ વીડિયો પણ પ્રસારિત કર્યો હતો. તમે તે વીડિયો નીચે જોઈ શકો છો. તમે આ વીડિયોમાં 1.20 મિનિટે જોઈ શકો છો કે, રાહુલ ગાંધી પોતાનું માસ્ક ઉતારે છે અને લંગરનો પ્રસાદ આરોગી રહ્યા છે. 

https://twitter.com/i/broadcasts/1jMJgenwXAPKL

કોંગ્રેસ પાર્ટીના મીડિયા એકાઉન્ટ પર રાહુલ ગાંધીનો લંગરમાં પ્રસાદ લેતો વીડિયો પણ પોસ્ટ કરવામાં આવ્યો હતો. તમે તેને નીચે જોઈ શકો છો. જેના પરથી એ સ્પષ્ટ થાય છે કે રાહુલ ગાંધીએ માસ્ક ઉતારીને પ્રસાદ લીધો હતો. ઈન્ડિયા ન્યૂઝ વેબસાઈટ પર પણ લંગરમાં પ્રસાદ લઈ રહેલા રાહુલ ગાંધીનો ફોટો ઉપલબ્ધ છે.

અમારી વધુ તપાસમાં અમને અન્ય કેટલાક મીડિયા હાઉસ દ્વારા પણ રાહુલ ગાંધીએ લંગરનો પ્રસાદ લીધો એ વીડિયો સાથેના સમાચાર જોવા મળ્યા હતા. જે તમે અહીં જોઈ શકો છો. Oneindia Hindi | Republic World

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને ભ્રામક હોવાનું સાબિત થાય છે કારણ કે, રાહુલ ગાંધીએ ગોલ્ડન ટેમ્પલના લંગરમાં પ્રસાદ લીધો હતો. પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ અધૂરો છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ભ્રામક અને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

Avatar

Title:શું ખરેખર રાહુલ ગાંધી ગોલ્ડન ટેમ્પલના લંગરમાં પ્રસાદ લીધા વિના માસ્ક પહેરીને બેસી રહ્યા…?

Fact Check By: Vikas Vyas 

Result: Misleading