શું ખરેખર શહિદ ભગતસિંઘના બહેનનુ હાલમાં મૃત્યુ થયુ છે….? જાણો શું છે સત્ય…

Partly False રાજકીય I Political રાષ્ટ્રીય I National

Rakesh Mer નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 2 જૂન 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “સહિદ ભગતસિંહના નાના બહેન 96, વર્ષે, આજે દેવ લોક પામ્યા છે, ભગવાન એમના આત્માને શાંતિ આપે” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 41 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 8 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 4 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “શહિદ ભગતસિંઘના બહેનનું 2 જૂન 2020ના 96 વર્ષની ઉંમરે મૃત્યુ થયુ.”

FACEBOOK | FB POST ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પ્રાપ્ત પરથી અમને THE HINDU દ્વારા 29 સપ્ટેમ્બર 2014ના પ્રસારિત અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “શહિદ ભગતસિંઘના બહેનનું કેનેડામાં અવસાન થયુ.

THE HINDU | ARCHIVE

આઇએએનએસના હવાલાથી 29 સપ્ટેમ્બર 2014 ના રોજ પ્રસારિત ઈન્ડિયા ટુડેની વેબસાઇટમાં પણ માહિતી આપવામાં આવી હતી કે, ભગતસિંહની બહેનનું કેનેડામાં અવસાન થયું હતું.

INDIA TODAY | ARCHIVE

29 સપ્ટેમ્બર, 2014ના રોજ પંજાબી યુટ્યુબ ચેનલ ડે અને નાઇટ ન્યૂઝ દ્વારા અપાયેલા સમાચાર તમે નીચે જોઈ શકો છો.

ARCHIVE

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ મિશ્રિત સાબિત થાય છે. કારણ કે, ભગતસિંહના બહેન પ્રકાશ કૌરનું વર્ષ 2014માં નિધન થયું હતું. તેમના અવસાનના જૂના સમાચાર ફરી વાયરલ થઈ રહ્યા છે. વર્ષ 2020માં તેમનું નિધન થયું હોવાનો દાવો અસત્ય છે.

Avatar

Title:શું ખરેખર શહિદ ભગતસિંઘના બહેનનુ હાલમાં મૃત્યુ થયુ છે….? જાણો શું છે સત્ય…

Fact Check By: Yogesh Karia 

Result: Partly False