શું ખરેખર તાજેતરમાં ઉત્તરપ્રદેશ ખાતે ભાજપના નેતા પર થયેલા હુમલાનો આ વીડિયો છે…? જાણો શું છે સત્ય….

False રાજકીય I Political

ઉત્તરપ્રદેશમાં ચૂંટણી ચાલી રહી છે ત્યારે સોશિયલ મીડિયા પર ઘણા બધા ખોટા સમાચારો, માહિતી અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જે અંતર્ગત તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભાજપના નેતાની ગાડી પર હુમલાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ઉત્તરપ્રદેશ ખાતે ભાજપના નેતા પર લોકો દ્વારા હુમલો કરવામાં આવ્યો તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ પશ્ચિમ બંગાળનો જૂનો વીડિયો છે. જેમાં ભાજપના નેતા અનિર્બાન ગાંગુલીના કાફલા પર હુમલો કરવામાં આવ્યો હતો. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ભ્રામક અને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Amarish Savani નામના ફેસબુક યુઝર દ્વારા 5 ફેબ્રુઆરી, 2022 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, U P માં કોઈપણ વિસ્તારામાથી ભાજપના ઉમેદવારોને ભાગવુ જ પડે છે. તો સીટો કેવીરીતે આવશે આતો U P માં ભાજપની.બંગાળ કરતાં ખરાબ પરિસ્થિતિ છે. આ લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ઉત્તરપ્રદેશ ખાતે ભાજપના નેતા પર લોકો દ્વારા હુમલો કરવામાં આવ્યો તેનો આ વીડિયો છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને કીફ્રેમમાં તોડીને ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો Nandighosha TV દ્વારા તેના સત્તાવાર યુટ્યુબ પર 29 એપ્રિલ, 2021 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, ધરમપુરના ગ્રામજનોએ ભાજપના નેતાનો પીછો કરીને તેમના કાફલાને ગામની બહાર કાઢી મૂક્યો હતો.

અમારી વધુ તપાસમાં bengali.abplive.com દ્વારા પણ આજ વીડિયો સાથેના સમાચાર 29 એપ્રિલ, 2021 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હતા. આ સમાચાર અનુસાર વીડિયોમાં દેખાતો વ્યક્તિ એ જ છે જેનો સ્થાનિક લોકોએ 2021ની પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં બોલપુરથી ભાજપના ઉમેદવાર અનિર્બાન ગાંગુલીનો પીછો કર્યો હતો. ધરમપુરમાં અનિર્બાન ગાંગુલીને કથિત રીતે “પાછા જવાનું” કહેવામાં આવ્યું હતું. ભાજપના ઉમેદવારની ગાડીને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. લાકડીથી કારનો કાચ પણ તૂટી ગયો હતો. કાઉન્ટર ગ્રાસરૂટ્સ લેવલ (TMC) મુજબ, અશાંતિનું કારણ ભાજપના ઉમેદવાર છે. આ હુમલામાં ભાજપના ચાર ઉમેદવાર ઘાયલ થયા હતા. બાદમાં પોલીસે સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. વધુ જાણકારી માટે તમે નીચેની લિંક પર જોઈ શકો છો.

પત્યાર બાદ અમારી વધુ તપાસમાં અમને અનિર્બાન ગાંગુલી દ્વારા 29 એપ્રિલ, 2021 ના રોજ કરવામાં આવેલું એક ટ્વિટ પ્રાપ્ત થયું હતું. જેમાં એવું લખવામાં આવ્યું છે કે, હું મારા તમામ મિત્રો અને પરિચિતોને બોલપુર, ઈલામબજારમાં મારા પર થયેલા હુમલા અંગે ચિંતા વ્યક્ત કરવા બદલ આભાર માનું છું.” હું બિલકુલ ઠીક છું કે જેહાદી ગેંગના લોકો #sonbangla, #ebarbjpsorkar  ના નારા લગાવતા મારા સંકલ્પને ન તો તોડી શકે છે કે ન તો ઓછો કરી શકે છે! 

ભાજપના નેતા અર્નિબાન ગાંગુલી પર બીરભૂમ ઈલામ બજાર ખાતે થયેલા હુમલાનો બીજો વીડિયો Sangbad Pratidin દ્વારા પણ તેના સત્તાવાર યુટ્યુબ પર 29 એપ્રિલ, 2021 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હતો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ પશ્ચિમ બંગાળનો જૂનો વીડિયો છે. જેમાં ભાજપના નેતા અનિર્બાન ગાંગુલીના કાફલા પર હુમલો કરવામાં આવ્યો હતો. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ભ્રામક અને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

Avatar

Title:શું ખરેખર તાજેતરમાં ઉત્તરપ્રદેશ ખાતે ભાજપના નેતા પર થયેલા હુમલાનો આ વીડિયો છે…?

Fact Check By: Vikas Vyas 

Result: False