શું ખરેખર પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોમાં શ્રીલંકાના ડિફેન્સ મિનિસ્ટર છે…? જાણો શું છે સત્ય….

False રાજકીય I Political રાષ્ટ્રીય I National

શ્રીલંકામાં પ્રદર્શન કારીઓ દ્વારા મંત્રીઓને મારમારવા સહિતના ઘણા વિડિયો સોશિયલ મિડિયામાં શેર કરવામાં આવી રહ્યા છે. હાલમાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વ્યક્તિ શેરીઓમાં ફાટેલા કપડા પહેરીને રખડી રહ્યો છે અને લાચારી અનુભવી રહ્યો છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોમાં જોવા મલતી વ્યક્તિ શ્રીલંકાના ડિફેન્સ મિનિસ્ટર છે.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોમાં શ્રીલંકાના ડિફેન્સ મિનિસ્ટર નથી, વિડિયોમાં જોવા મળતો વ્યક્તિ સરકાર સમર્થિત ટ્રેડ યુનિયનના નેતા મહિન્દા કહંડાગામા છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Bhavik Amin નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 12 મે 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોમાં જોવા મલતી વ્યક્તિ શ્રીલંકાના ડિફેન્સ મિનિસ્ટર છે.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને શ્રીલંકાના પ્રતિષ્ઠિત મિડિયા આઉટલેટ ડેઈલી મિરર દ્વારા તેમના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પરથી શેર કરવામાં આવેલો વિડિયો પ્રાપ્ત થયો હતો. 

જે વિડિયો સાથે માહિતી આપવામાં આવી હતી કે, “શ્રીલંકા પીપલ્સ ફ્રન્ટ (SLPP) ના કોલંબો મ્યુનિસિપલ કાઉન્સિલર્સ અને એમ્પ્લોઇઝ યુનિયનના પ્રમુખ મહિન્દા કહંદગામાએ રાષ્ટ્રપતિ મહિન્દા રાજપક્ષેના સમર્થનમાં આજે સવારે ટેમ્પલ ટ્રીઝ ગેટની સામે વિરોધ રેલીમાં ભાગ લીધો હતો.

Archive

શ્રીલંકાની ન્યુઝચેનલ Aruna.lk દ્વારા પણ તેમની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર આ ઘટનાનો વિડિયો પ્રકાશિત કર્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.

તેમજ વધુ સર્ચ કરતા અમને સિંહાલી ભાષાના સાપ્તાહિક માવબીમા દ્વારા તારીખ 9 મેના પ્રકાશિત એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં માહિતી આપવામાં આવી હતી કે, “એક સમર્થિત ટ્રેડ યુનિયન નેતા મહિન્દા કહંડાગામા પર તાજેતરના સરકાર વિરોધી ચાલી રહેલા વિરોધ દરમિયાન હુમલો કરવામાં આવ્યો હતો.

તેમજ વધુ સર્ચ કરતા અમને શ્રીલંકાની ડિફેન્સ મિનિસ્ટ્રીની વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં જાણવા મળ્યુ હતુ કે, ગોટબાયા રાજપક્ષા શ્રીલંકાના ડિફેન્સ મિનિસ્ટર છે. જે તમે નીચે જોઈ શકો છો. 

Defence.lk

તેમજ ઈન્ટરનેટ પર ઉપલબ્ધ માહિતીમાં ક્યાંય પણ મહિન્દા કહંડાગામાનું નામ શ્રીલંકાના ડિફેન્સ મિનિસ્ટર તરીકે ઉપબલ્ધ નથી.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોમાં શ્રીલંકાના ડિફેન્સ મિનિસ્ટર નથી, વિડિયોમાં જોવા મળતો વ્યક્તિ સરકાર સમર્થિત ટ્રેડ યુનિયનના નેતા મહિન્દા કહંડાગામા છે.

Avatar

Title:શું ખરેખર પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોમાં શ્રીલંકાના ડિફેન્સ મિનિસ્ટર છે…? જાણો શું છે સત્ય….

Fact Check By: Yogesh Karia 

Result: False