શું ખરેખર પાકિસ્તાનમાં બાળકોને આ પ્રકારે ટ્રેનિંગ આપવામાં આવી રહી હોવાનો વિડિયો છે….? જાણો શું છે સત્ય…

False આંતરરાષ્ટ્રીય I International

અમારા વોટ્સઅપ નંબર +91 90490 44263 પર એક યુઝર દ્વારા તારીખ 10 સપ્ટેમ્બર 2019ના એક અમને એક વિડિયો મોકલવામાં આવ્યો હતો અને તેમાં લખવામાં આવ્યુ હતુ કે, “પાકિસ્તાની બાળકોને આપવામાં આવી રહી છે. આ પ્રકારે ટ્રેનિંગ.. બંધૂક લઈ લડતા શીખવવામાં આવી રહ્યુ છે.” તેમજ આ યુઝર દ્વારા આ વિડિયો અંગેની પડતાલ કરવાની વિંનતી કરવામાં આવી હતી. આ વિડિયોમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પાકિસ્તાનમાં બાળકો ને આ પ્રકારે તાલિમ આપવામાં આવી રહી છે.”

સંશોધન

ઉપરોક્ત યુઝરની વિંનતી પરથી અમે અમારી પડતાલ તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌ-પ્રથમ અમે વિડિયોનો સ્ક્રિનશોટ લઈ અને યાન્ડેક્ષ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

ARCHIVE

ઉપરોક્ત પરિણામો પરથી અમને જાણવા મળ્યુ હતુ કે, જે વિડિયો યુઝર દ્વારા મોકલવામાં આવ્યો છે. તે વિડિયો GAZA નો છે. ચિલ્ડ્રન ફેસ્ટીવલ દરમિયાન બાળકો દ્વારા એક સંવાદ રજૂ કરવામાં આવ્યો હતો ત્યારનો આ વિડિયો છે. વર્ષ 2016ના એપ્રિલ મહિનાનો આ વિડિયો છે. જેને જૂદા-જૂદા મિડિયા હાઉસ દ્વારા પ્રસારિત કરવામાં આવી હતી. તેમજ અમુક યુ-ટ્યુબ યુઝર દ્વારા પણ વર્ષ 2016માં આ વિડિયો શેર કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો. 

ALGEMEINER | ARCHIVE

Archive 

TIMESOFISRAEL | ARCHIVE

ARCHIVE

આમ, ઉપરોક્ત પડતાલમાં સાબિત થાય છે. યુઝર દ્વારો મોકલવામાં આવેલો વિડિયો પાકિસ્તાનનો નહીં પરંતુ GAZAનો અને વર્ષ 2016નો છે. ચિલ્ડ્રન ઉત્સવ દરમિયાન બાળકો દ્વારા એક સંવાદ રજૂ કરવામાં આવ્યો હતો. તેનો આ વિડિયો છે. 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો પાકિસ્તાનનો નહીં પરંતુ GAZAનો અને વર્ષ 2016નો છે. ચિલ્ડ્રન ઉત્સવ દરમિયાન બાળકો દ્વારા એક સંવાદ રજૂ કરવામાં આવ્યો હતો. તેનો આ વિડિયો છે. 

Avatar

Title:શું ખરેખર પાકિસ્તાનમાં બાળકોને આ પ્રકારે ટ્રેનિંગ આપવામાં આવી રહી હોવાનો વિડિયો છે….? જાણો શું છે સત્ય…

Fact Check By: Yogesh Karia 

Result: False