શું ખરેખર ભૂતપૂર્વ મુખ્યમંત્રી મહેબુબા મુફ્તીને નજરકેદ કરવામાં આવ્યા…? જાણો શું છે સત્ય…

Mixture રાજકીય I Political રાષ્ટ્રીય I National

STORY UPDATE (13-08-2019 TIME 8.50 PM)

આમ, 5 ઓગસ્ટ 2019ના રાત્રીના 8 વાગ્યા સુધી જમ્મુ કાશ્મીરમાં કોઈની પણ અટકાયત, ધરપકડ કે નજરકેદ કરવામાં આવ્યા ન હતા. આ ઘટનામાં વધુ અપડેટ એ છે કે, 5 ઓગષ્ટ, 2019 ના રોજ જ્યારે જમ્મુ-કાશમીરમાંથી કમલ 370 અને 35 A નાબૂદ કરવામાં આવી તેજ દિવસે રાત્રે ઓમર અબ્દુલ્લા અને મહેબુબા મુફ્તીની ધરપકડ કરી લેવામાં આવી હતી. અને એક ગેસ્ટ હાઉસમાં રાખવામાં આવ્યા હતા. અને હાલમાં પણ તેઓ પોલીસની નિગરાણી હેઠળ જ છે. નવભારત ટાઈમ્સ દ્વારા 12 ઓગષ્ટ, 2019 ના રોજ એક સમાચાર  પ્રસારિત કરવામાં આવ્યા હતા. જેમાં એવું દર્શાવવામાં આવ્યું છે કે, આ બંને નેતાઓને ગિરફ્તાર કર્યા પછી હરીનિવાસ મહેલમાં રાખવામાં આવ્યા હતા. પરંતુ ત્યાં બંને વચ્ચે બોલાચાલી થતાં ઓમર અબ્દુલ્લાને મહાદેવ પહાડીની પાસે ચશ્મેશાહીમાં આવેલી એક વનવિભાગના ભવનમાં રાખવામાં આવ્યા છે. જ્યારે મહેબુબા મુફ્તીને હરીનિવાસ મહેલમાં જ રાખવામાં આવ્યા છે. આ બંને નેતાઓ હજુ પણ આજ જગ્યાઓ પર ગિરફ્તારી હેઠળ છે. આ માહિતીને તમે નીચે જોઈ શકો છો.

Navbharat Times | Archive

આ અંગે અન્ય મીડિયા હાઉસ દ્વારા પણ આ સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હતા જે તમે નીચે જોઈ શકો છો.

India Todaybbc.com
ArchiveArchive

તેમજ આ લોકોની ધરપકડ બાદ રાહુલ ગાંધી દ્વારા પણ ટ્વીટ કરી પ્રતિક્રિયા આપવામાં આવી હતી. જે તમે નીચે વાંચી શકો છો.

ARCHIVE

આમ, 5 ઓગસ્ટથી લઈ આજ દિન 13 ઓગસ્ટ સુધી આ બંન્ને લીડરો પોલીસ નિગરાણી હેઠળ છે.

Padaliya Kanishka‎ નામના ફેસબુક યુઝર દ્વારા 3 ઓગષ્ટ, 2019ના રોજ I Support Namo નામના પબ્લિક ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખવામાં આવ્યું છે કે, Breaking:- जम्मू मे महबूबा मुफ्ती को घर मे नजरबंद किया गया मेरा जोर ज़ोर से गाने को दिल कर रहा है, महबूबा महबूबा ऊ.. ऊ.. ऊ…??.પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, જમ્મુ-કાશ્મીરના પીડીપી નેતા મહેબુબા મુફ્તીને નજરકેદ કરવામાં આવ્યા.  ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 549 લોકોએ લાઈક કરી હતી. 16 લોકોએ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. તેમજ 72  લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી.

screenshot-www.facebook.com-2019.08.03-18-49-32.png

Facebook Post | Archive | Photo Archive

ફેક્ટ ક્રેસેન્ડોની ગુજરાતી ટીમ દ્વારા કરવામાં આવેલી પડતાલ બાદ અમને આ સમાચારની પ્રાપ્ત થતી અપડેટ માહિતી અનુસાર 5 ઓગષ્ટ, 2019 ના રોજ જ્યારે જમ્મુ-કાશમીરમાંથી કમલ 370 અને 35 A નાબૂદ કરવામાં આવી તેજ દિવસે રાત્રે ઓમર અબ્દુલ્લા અને મહેબુબા મુફ્તીને ગિરફ્તાર કરી લેવામાં આવ્યા હતા. ત્યાર બાદ નવભારત ટાઈમ્સ દ્વારા 12 ઓગષ્ટ, 2019 ના રોજ એક સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હતા. જેમાં એવું દર્શાવવામાં આવ્યું છે કે, આ બંને નેતાઓને ગિરફ્તાર કર્યા પછી હરીનિવાસ મહેલમાં રાખવામાં આવ્યા હતા. પરંતુ ત્યાં બંને વચ્ચે બોલાચાલી થતાં ઓમર અબ્દુલ્લાને મહાદેવ પહાડીની પાસે ચશ્મેશાહીમાં આવેલી એક વનવિભાગના ભવનમાં રાખવામાં આવ્યા છે. જ્યારે મહેબુબા મુફ્તીને હરીનિવાસ મહેલમાં જ રાખવામાં આવ્યા છે. આ બંને નેતાઓ હજુ પણ આજ જગ્યાઓ પર ગિરફ્તારી હેઠળ છે. આ માહિતીને તમે નીચે જોઈ શકો છો.

Navbharat Times | Archive

આ અંગે અન્ય મીડિયા હાઉસ દ્વારા પણ આ સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હતા જે તમે નીચે જોઈ શકો છો.

India Todaybbc.com
ArchiveArchive

તેમજ આ લોકોની ધરપકડ બાદ રાહુલ ગાંધી દ્વારા પણ ટ્વીટ કરી પ્રતિક્રિયા આપવામાં આવી હતી. જે તમે નીચે વાંચી શકો છો.

ARCHIVE

આમ, 5 ઓગસ્ટથી લઈ આજ દિન 13 ઓગસ્ટ સુધી આ બંન્ને લીડરો પોલીસ નિગરાણી હેઠળ છે.

સંશોધન

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ જો ખરેખર પીડીપી નેતા અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી મહેબુબા મુફ્તીને નજરકેદ કરવામાં આવ્યા હોય તો તે એક મોટા સમાચાર બન્યા હોત અને કોઈને કોઈ મીડિયા માધ્યમ દ્વારા તેને પ્રસારિત કરવામાં પણ આવ્યા હોત એટલા માટે સૌપ્રથમ અમે ગુગલનો સહારો લઈ महबुबा मुफ्ती को नजर केद किया गया સર્ચ કરતાં અમને નીચેના પરિણામો પ્રાપ્ત થયા હતા.

screenshot-www.google.com-2019.08.03-21-22-08.png

Archive

ઉપરોક્ત પરિણામોમાં અમને ક્યાંય પણ પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ મહેબુબા મુફ્તીને નજરકેદ કરવામાં આવ્યા હોવાની કોઈ જ માહિતી પ્રાપ્ત થઈ ન હતી. અમારી વધુ તપાસમાં અમને આજ તક દ્વારા 2 ઓગષ્ટ, 2019 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. આ સમાચારમાં એવું દર્શાવવામાં આવ્યું છે કે, અમરનાથ યાત્રાના રસ્તામાં અમેરીકી બનાવટની સ્નાઈપર ગન મળતાં અમરનાથ યાત્રાને રોકી દેવામાં આવી છે. તેમજ તમામ યાત્રિઓને પરત ફરવાના આદેશ પણ આપવામાં આવ્યા છે. આ સંપૂર્ણ સમાચાર તમે નીચે જોઈ શકો છો.

Archive

અમારી વધુ તપાસમાં અમને કાશ્મીર ક્રાઉન નામના એક મીડિયા દ્વારા 2 ઓગષ્ટ, 2019 ના રોજ એક વીડિયો સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હતા જેમાં એવી માહિતી આપવામાં આવી છે કે, અમરનાથ યાત્રાને લઈને આપવામાં આવેલા આદેશ તેમજ અન્ય પરિસ્થિતિનો તાગ મેળવવા માટે ભૂતપૂર્વ મુખ્યમંત્રી મહેબુબા મુફ્તી સહિતના અન્ય તેનાઓ 2 ઓગષ્ટના રોજ ગવર્નરને તેમના ઘર પર મળ્યા હતા. આ સંપૂર્ણ સમાચાર તમે નીચે જોઈ શકો છો.

Archive

આ ઉપરાંત મહેબુબા મુફ્તી દ્વારા 2 ઓગ્ષ્ટ, 2019 ના રોજ એક ટ્વિટ પણ કરવામાં આવ્યું હતું કે તેઓ બડગામમાં પાર્ટી કાર્યકર્તાઓને મળવા જશે. જે તમે નીચે જોઈ શકો છો.

Archive

અમારી વધુ તપાસમાં અમરનાથ યાત્રા પર ખતરાને લઈને સરકાર દ્વારા એલર્ટ આપવામાં આવ્યું છે તેમજ તમામ યાત્રિઓને પરત બોલાવી દેવામાં આવ્યા છે. સરકાર દ્વારા જમ્મુ-કાશ્મીરમાં સૈન્યનો વધારો પણ કરવામાં આવ્યો છે તેમજ તમામ સુરક્ષાદળોને એલર્ટ રહેવાના આદેશ પણ આપવામાં આવ્યા છે. જેને પગલે 3 ઓગષ્ટ, 2019 ના રોજ મહેબુબા મુફ્તી દ્વારા મીડિયાકર્મીઓને સવાલના જવાબ પણ આપવામાં આવ્યા હતા. જે તમે સ્ટેટ ટાઈમ્સ દ્વારા 3 ઓગષ્ટ, 2019 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા વીડિયો સમાચારમાં નીચે જોઈ શકો છો.

Archive

 તમામ સંશોધન બાદ અમને કાશ્મીર રીડર દ્વારા 3 ઓગષ્ટ, 2019 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એખ સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં એવું સ્પષ્ટ લખેલું છે કે, કાશ્મીરમાં સુરક્ષાને ધ્યાને રાખીને મહેબુબા મુફ્તીને ક્યાંય પણ જવા માટે તેમની સાથે સુરક્ષાદળ તેમજ બુલેટપ્રુફ ગાડીમાં જ જવા માટે સૂચના આપવામાં આવી હતી. તેમને નજરકેદ કરવામાં આવ્યા હોવાની માહિતી ખોટી છે. આ સંપૂર્ણ સમાચાર તમે નીચે જોઈ શકો છો.

image6.png

Archive

વધુમાં અમને ઈન્ડિયા ટીવી દ્વારા 6 ઓગષ્ટ, 2019 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં એવું અમિત શાહ દ્વારા સંસદમાં એવું કહેવામાં આવ્યું હતું કે, ફારુક અબ્દુલ્લાને નથી તો નજર કેદ કરવામાં આવ્યા કે નથી ગિરફ્તાર કરવામાં આવ્યા તે તેમની મરજીથી જ પોતાના ઘરમાંથી બહાર નીકળતા નથી. જે તમે નીચે જોઈ શકો છો.

screenshot-hindi.indiatvnews.com-2019.08.13-14-33-04.png

Archive

પરિણામ 

અમારી પડતાલમાં ઉપરની પોસ્ટ મિશ્રિત સાબિત થાય છે. કારણ કે, 5 તારીખ બાદ જ્યારથી જમ્મુ કાશ્મીરમાંથી 370 અને 35-A નાબુદ કરવામાં આવી ત્યાર બાદ 5 ઓગસ્ટ 2019ના રાત્રીના 8 વાગ્યે મહેબુબા મુફતી અને ઓમર અબ્દુલાને નજર કેદ કરવામાં આવ્યા હતા. અને એક ગેસ્ટ હાઉસમાં રાખવામાં આવ્યા હતા. આ પગલુ સુરક્ષાને ધ્યાને રાખી ભરવામાં આવ્યુ હોવાનું જણાવવામાં આવ્યુ હતુ. હાલ પણ તેઓ પોલીસની નજર હેઠળ જ છે. જો કે, જે-તે સમયે કાશ્મીરમાં સુરક્ષાને ધ્યાને રાખતાં મહેબુબા મુફ્તીને સુરક્ષાદળો તેમજ બુલેટપ્રુફ વાહનમાં ફરવાની સૂચના આપવામાં આવી હતી.

છબીઓ સૌજન્ય :ગુગલ

Avatar

Title:શું ખરેખર ભૂતપૂર્વ મુખ્યમંત્રી મહેબુબા મુફ્તીને નજરકેદ કરવામાં આવ્યા…? જાણો શું છે સત્ય…

Fact Check By: Vikas Vyas 

Result: Mixture

  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •