શું ખરેખર ચીન સરકાર દ્વારા ઈસ્લામી પ્રતિકોને નષ્ટ કરવા આદેશ કરવામાં આવ્યો..? જાણો શું છે સત્ય…..

False આંતરરાષ્ટ્રીય I International સામાજિક I Social

Gujarat Samachar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 1 ઓગસ્ટ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘તમામ ઇસ્લામી પ્રતીકો નષ્ટ કરી નાખો : ચીનની સરકારનો નવો આદેશ’ શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 851 લોકો દ્વારા તેમના મંતવ્યો જણાવ્યા હતા તેમજ 177 લોકો દ્વારા તેમના પ્રતિભાવો આપવામાં આવ્યા હતા. તેમજ 82 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, ચીન સરકાર દ્વારા ઈસ્લામી પ્રતીકો નષ્ટ કરવાનો આદેશ આવ્યો.

FACEBOOK | PHOTO ARCHIVE | ARTICLE ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. ‘चीन सरकार ने आदेश दिया सारे इस्लामी प्रतिक नष्ट कर दो’ સૌ-પ્રથમ અમે ગૂગલ પર લખતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

ARCHIVE

ઉપરોક્ત પરિણામો પરથી અમને જાણવા મળ્યુ હતુ કે, ચીન સરકાર દ્વારા બીજિંગમાં હલાલ રેસ્ટોરન્ટ અને ફૂડ સ્ટોલ પરથી ઊર્દૂ ભાષામા લખેલા લખાણો, તેમજ અંર્ધ ચન્દ્ર અને સ્ટારના પ્રતિકો દૂર કરવા આદેશ આપવામાં આવ્યો છે. જો કે, આ તમામ પ્રતિકોને નષ્ટ કરવાનો આદેશ આપવામાં આવ્યો હોવાનું અમને જાણવા મળ્યુ ન હતુ. નેશનલ મિડિયા દ્વારા પ્રસારિત કરવામાં આવેલા અહેવાલો આપ નીચે વાંચી શકો છો. 

INDIA TODAY | ARCHIVE

MUMBAI MIRROR | ARCHIVE

INDIA TV | ARCHIVE

NAVBHARAT TIMES | ARCHIVE

પરિણામ

આમ, ઉપરોક્ત પોસ્ટ અમારી પડતાલમાં ખોટી સાબિત થાય છે, કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ ચીન સરકાર દ્વારા ઈસ્લામિક પ્રતિકોને નષ્ટ કરવાનો આદેશ આપવામાં આવ્યો નથી. નષ્ટ કરવાનો આદેશ આપવામાં આવ્યો હોવાનું અમારી પડતાલમાં ક્યાંય પણ સાબિત થતુ નથી. માત્ર દૂર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

Avatar

Title:શું ખરેખર ચીન સરકાર દ્વારા ઈસ્લામી પ્રતિકોને નષ્ટ કરવા આદેશ કરવામાં આવ્યો..? જાણો શું છે સત્ય…..

Fact Check By: Yogesh Karia 

Result: False