I love Gujarat ‎નામના ફેસબુક પેજ દ્વારા 8 જુલાઈ, 2019ના રોજ કરવામાં આવલી પોસ્ટમાં એક વીડિયો શેર કરવામાં આવ્યો હતો. જ્યારે આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, અત્યારે નાશીક સાપુતારા જવુ નહી. ફેસબુક પર 19 કલાક પહેલાં કરવામાં આવેલી આ પોસ્ટના વીડિયોને 1600 થી પણ વધુ લોકો દ્વારા જોવામાં આવ્યો હતો. 25 લોકોએ લાઈક કરી હતી. 2 લોકોએ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. તેમજ 28 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી.

screenshot-www.facebook.com-2019.07.09-17-33-44.png

Facebook Post | Archive | Video Archive

સંશોધન

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર નાશિકથી સાપુતારા જવાના માર્ગ પર આ રીતનો બનાવ બન્યો છે? એ જાણવા માટે સૌપ્રથમ અમે ઉપરોક્ત પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોનો સ્ક્રીનશોટ લઈને ગુગલ રિવર્સ ઈમેજમાં સર્ચ કરતાં અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

screenshot-www.google.co.in-2019.07.09-17-46-56.png

Archive

ઉપરોક્ત પરિણામો પરથી અમને એ જાણવા મળ્યું હતું કે, આ ઘટના નાશિક-સાપુતારા વચ્ચેની નહીં પરંતુ ભારત દેશની પણ નથી. આ ઘટના ચીનમાં બની હતી. આ ઘટના દક્ષિણ-પૂર્વ તિબેટના એક પહાડી વિસ્તારમાં 3 ઓક્ટોબર, 2018 ના રોજ બની હતી. આ વીડિયો સાથેના સમાચાર ડેઈલીમેલ.કો.યુકે દ્વારા 9 ઓક્ટોબર, 2018 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હતા. જે તમે નીચે જોઈ શકો છો.

screenshot-www.dailymail.co.uk-2019.07.09-18-05-53.png

Archive

આ ઉપરાંત અમને અન્ય સમાચાર માધ્યમ દ્વારા ચીનના દક્ષિણ-પૂર્વ તિબેટના પહાડી વિસ્તારમાં 3 ઓક્ટોબર, 2018 ના રોજ બનેલી આ ઘટનાના વીડિયો સાથેના સમાચાર અમને પ્રાપ્ત થયા હતા. જે તમે નીચે જોઈ શકો છો.

Archive

Archive

ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થયા છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો એખ વર્ષ જૂનો અને ચીનનો છે. નાશિક-સાપુતારા વચ્ચે આ પ્રકારનો કોઈ બનાવ બન્યો હોવાનું સાબિત થતું નથી.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, આ વીડિયો નાશિક-સાપુતારા વચ્ચેના માર્ગનો નહીં પરંતુ ચીનના દક્ષિણ-પૂર્વ તિબેટના પહાડી વિસ્તારમાં 3 ઓક્ટોબર, 2018 ના રોજ આ ઘટના બની હોવાનું સાબિત થાય છે.

છબીઓ સૌજન્ય: ગુગલ

Avatar

Title:શું ખરેખર આ વીડિયો નાશિક-સાપુતારા હાઈવેનો છે...? જાણો સત્ય...

Fact Check By: Vikas Vyas

Result: False