તાજેતરમાં સોશિયલ મીડિયા પર સ્કૂટી ચલાવી રહેલા મમતા બેનર્જીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, મમતા બેનર્જીને સ્કૂટી શીખવવા માટે રસ્તો બંધ કરવામાં આવ્યો તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં સ્કૂટી ચલાવી રહેલા મમતા બેનર્જીનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ હાલનો નહીં પરંતુ વર્ષ 2021 માં મમતા બેનર્જી દ્વારા પેટ્રોલ-ડીઝલના ભાવવધારાનો વિરોધ કરવામાં આવ્યો હતો તેનો છે. આ વીડિયોને આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખોટી અને ભ્રામક માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

અશોક.ચૌહાણ નામના ફેસબુક યુઝર દ્વારા 27 જૂન, 2022 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, મમતા બેનરજી ને સ્ફુટી શીખવાડવા માં રોડ બંધ ને આખે... આખું સુરક્ષા તંત્ર લાગી ગયું આવા જ નેતા દેશ ની પથારી ફેરવી રહ્યા છે. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, મમતા બેનર્જીને સ્કૂટી શીખવવા માટે રસ્તો બંધ કરવામાં આવ્યો તેનો આ વીડિયો છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈને ગુગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો અમને ANI દ્વારા 25 ફેબ્રુઆરી, 2021 ના રોજ કરવામાં આવેલી એક ટ્વિટ પ્રાપ્ત થઈ હતી. આ વીડિયોના કૅપ્શનમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, “ઈંધણના ભાવવધારાના વિરોધના પગલે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી હાવડામાં ઈલેક્ટ્રિક સ્કૂટર ચલાવતી વખતે લગભગ પડી ગયા હતા. તેણીએ ટેકો રાખીને તરત જ સંતુલન પાછું મેળવ્યું અને ડ્રાઈવ કરવાનું ચાલુ રાખ્યું હતું. તે નબન્નામાં રાજ્ય સચિવાલયથી કાલીઘાટ જઈ રહ્યા હતા.”

વીડિયોની સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, આ વીડિયો જ્યારે મમતા બેનર્જી ઈંધણની કિંમતોમાં વધારાનો વિરોધ કરી રહ્યા હતા તે સમયનો છે.

એબીપી ન્યૂઝે 25 ફેબ્રુઆરી, 2021 ના રોજ વાયરલ વીડિયોનું બીજું સંસ્કરણ પોસ્ટ કર્યું હતું. તેઓએ અહેવાલમાં એવું જણાવ્યું હતું કે, મમતા બેનર્જી ઈંધણના ભાવમાં વધારાના વિરોધમાં ઈલેક્ટ્રિક સ્કૂટર પર સવાર થઈને સચિવાલય ગયા હતા. આ પહેલીવાર નથી જ્યારે તેણીએ પોતાનો વિરોધ નોંધાવવા માટે અનોખી રીત અપનાવી હોય. તમે ઈન્ડિયા ટુડેનો ન્યૂઝ રિપોર્ટ અહીં જોઈ શકો છો.

ઈકોનોમિક ટાઇમ્સના જણાવ્યા અનુસાર, ઇંધણના ભાવ વધારાના વિરોધમાં હાવડા ખાતે ઇલેક્ટ્રિક સ્કૂટર ચલાવતી વખતે મમતા બેનર્જી લગભગ પડી ગયા હતા. તેણીએ ટેકો રાખીને ઝડપથી તેનું સંતુલન પાછું મેળવ્યું અને ડ્રાઇવ કરવાનું ચાલુ રાખ્યું. તે નબન્નામાં રાજ્ય સચિવાલયથી કાલીઘાટ જઈ રહી હતી.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં સ્કૂટી ચલાવી રહેલા મમતા બેનર્જીનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ હાલનો નહીં પરંતુ વર્ષ 2021 માં મમતા બેનર્જી દ્વારા પેટ્રોલ-ડીઝલના ભાવવધારાનો વિરોધ કરવામાં આવ્યો હતો તેનો છે. આ વીડિયોને આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખોટી અને ભ્રામક માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

Avatar

Title:શું ખરેખર મમતા બેનર્જીને સ્કૂટી શીખવવા માટે રસ્તો બંધ કરવામાં આવ્યો...? જાણો શું છે સત્ય....

Fact Check By: Vikas Vyas

Result: False