શું ખરેખર પોસ્ટમાં દેખાતો વીડિયો બનાસકાંઠામાં થયેલા તીડના હુમલાનો છે…? જાણો સત્ય…

Mixture સામાજિક I Social

News18 Gujarati ‎નામના ફેસબુક પેજ દ્વારા 7 જુલાઈ, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જ્યારે આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે,  લાખોની સંખ્યામાં જુઓ તીડ, બનાસકાંઠામાં જોવા મળ્યો તીડનો તાંડવ.  ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 23,000 થી વધુ લોકોએ લાઈક કરી હતી. 131 લોકોએ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. તેમજ 2200 થી વધુ લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી.

screenshot-www.facebook.com-2019.07.15-12-47-19.png

Facebook Post | Archive | Post Archive | Video Archive

સંશોધન

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ જો ખરેખર પોસ્ટના વીડિયોમાં બતાવ્યા પ્રમાણે બનાસકાંઠામાં આ પ્રકારે તીડનો હુમલો કરવામાં આવ્યો હોય તો કોઈને કોઈ મીડિયા દ્વારા આ સમાચારને પ્રસારિત કરવામાં આવ્યા જ હોય એટલા માટે સૌપ્રથમ અમે ગુગલનો સહારો લઈ બનાસકાંઠામાં તીડનો હુમલો સર્ચ કરતાં અમને નીચેના પરિણામો પ્રાપ્ત થયા હતા.

screenshot-www.google.com-2019.07.15-14-22-52.png

Archive

ઉપરના તમામ પરિણામોમાં અમને પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબની માહિતીના સમાચારને કેટલાક મીડિયા માધ્યમો દ્વારા પ્રસારિત કરવામાં આવ્યા હતા. જે તમે નીચે જોઈ શકો છો.

SandeshABP Asmita
ArchiveArchive

ઉપરોક્ત પરિણામો પરથી અમને જાણવા મળ્યું હતું કે, બનાસકાંઠાના સરહદી વિસ્તારના ગામોમાં તીડનો આતંક જોવા મળ્યો હતો પરંતુ ત્યાંના ખેડૂતો દ્વારા આ અંગે તરત જ સરકારી તંત્રને જાણ કરવામાં આવતા સરકારના તીડ નિયંત્રણ વિભાગ દ્વારા તરત જ તકેદારીના ભાગરૂપે પગલાં લેવામાં આવ્યા હતા. કૃષિ મંત્રી આર.સી.ફળદુ દ્વારા પણ જણાવવામાં આવ્યું છે કે, હાલમાં પરિસ્થિતિ કાબૂમાં છે. જે તમે ઉપરના સમાચારમાં જોઈ શકો છો. 

આ બંને સમાચારોને ધ્યાનથી જોતાં અમને માલૂમ પડ્યું હતું કે, પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોમાંથી વીડિયોનો એક જ ભાગ અન્ય સમાચાર માધ્યમોમાં જોવા મળ્યો હતો. જ્યારે ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા પ્રસારિત કરવામાં આવેલા વીડિયોમાં અન્ય વીડિયો અમને ભ્રામક લાગતાં અમે તેની વધુ તપાસ હાથ ધરી હતી. અમારી વધુ તપાસમાં અમને યુટ્યુબનો સહારો લઈ locusts attack in farm સર્ચ કરતાં અમને નીચેના પરિણામો પ્રાપ્ત થયા હતા.

screenshot-www.youtube.com-2019.07.15-14-42-15.png

Archive

ઉપરના પરિણામો પરથી અમને એ જાણવા મળ્યું હતું કે, પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોમાંથી ફક્ત એક જ વીડિયો બનાસકાંઠાનો છે જ્યારે અન્ય વીડિયો જ્યારે સાઉદી અરબમાં તીડ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો તે સમયના છે. ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા સાઉદી અરબમાં તીડના હુમલાના વીડિયોને બનસકાંઠાના વીડિયો સાથે દર્શાવીને લોકોને ગેરમાર્ગે દોરવાની કોશિશ કરવામાં આવી રહી છે. પોસ્ટમાં મૂકવામાં આવેલા તમામ વીડિયો તમે નીચે જોઈ શકો છો.

Archive

Archive

Archive

અમારી વધુ તપાસમાં અમે બનાસકાંઠામાં તીડના હુમલા અંગેની વધુ તપાસ કરતાં અમને કૃષિ વિભાગના નિયામક ભરત પટેલ અને જિલ્લા ખેતીવાડી અધિકારી પ્રકાશ પટેલની બાઈટ પ્રાપ્ત થઈ હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, જૂન મહિનાની 27 તારીખે તીડ આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થતાં તીડ નિયંત્રણ વિભાગ અને અન્ય સરકારી અધિકારીઓ દ્વારા ત્વરિત પગલાં લેવામાં આવતાં હાલમાં પરિસ્થિતિ નિયંત્રણમાં છે. આ બંને બાઈટ તમે નીચે જોઈ શકો છો.

Archive

ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થયા છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલા તીડના વીડિયોમાંથી ફક્ત એક જ વીડિયો બનાસકાંઠાનો છે બાકી વીડિયો સાઉદી અરબમાં થયેલા તીડના હુમલાના છે.

પરિણામ 

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો મિશ્રિત સાબિત થાય છે કારણ કે, બનાસકાંઠામાં થયેલા તીડના હુમલાની માહિતી સાચી છે પરંતુ પોસ્ટમાં દર્શાવેલા વીડિયોમાં એક વીડિયો સિવાય તમામ વીડિયો સાઉદી અરબમાં થયેલા તીડના હુમલાના છે. 

છબીઓ સૌજન્ય : ગુગલ

Avatar

Title:શું ખરેખર પોસ્ટમાં દેખાતો વીડિયો બનાસકાંઠામાં થયેલા તીડના હુમલાનો છે…? જાણો સત્ય…

Fact Check By: Vikas Vyas 

Result: Mixture