શું ખરેખર યોગી આદિત્યનાથે બિજનૌરના મદરેસાને તોડવાનો આપ્યો આદેશ...? જાણો સત્ય...
Dev Bhai Rana નામના ફેસબુક યુઝર દ્વારા 14 જુલાઈ, 2019ના રોજ I Support Namo નામના પબ્લિક ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, योगी जी ने बिजनौर के जिस #मदरसे में हथियार मिले उसे तोड़ने का आदेश दिये. #योगी जी हमारा विश्वास जीत के रहेंगे ??????. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 939 લોકોએ લાઈક કરી હતી. 30 લોકોએ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. તેમજ 75 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી.
Facebook Post | Archive | Photo Archive
સંશોધન
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ જો ખરેખર યોગી આદિત્યનાથ દ્વારા આ પ્રકારે બિજનૌરમાં જે મદરેસામાંથી ગેરકાનૂની હથિયાર મળી આવ્યા છે તેને તોડવાનો આદેશ આપવામાં આવ્યો હોય તો તે એક મોટા સમાચાર બન્યા હોત અને મીડિયા માધ્યમ દ્વારા તેને પ્રસારિત કરવામાં પણ આવ્યા હોત એટલા માટે સૌપ્રથમ અમે ગુગલનો સહારો લઈ योगी आदित्यनाथने बिजनौर के जिस मदरसे में हथियार मिले उसे तोड़ने का आदेश दिया સર્ચ કરતાં અમને નીચેના પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામોમાં અમને ક્યાંય પણ પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબની કોઈ જ માહિતી પ્રાપ્ત થઈ ન હતી. પરંતુ ઉપરોક્ત પરિણામોમાં અમને આજ તક ન્યૂઝ ચેનલ દ્વારા 12 જુલાઈ, 2019 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં એવું જણાવવામાં આવ્યું હતું કે, બિજનૌરના જે મદરેસામાંથી ગેરકાનૂની હથિયાર મળી આવ્યા છે તેના સંચાલક સહિત 6 લોકોને ગિરફ્તાર કરી લેવામાં આવ્યા છે. આ સંપૂર્ણ સમાચારમાં પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબની કોઈ જ માહિતી અમને પ્રાપ્ત થઈ ન હતી. આ સંપૂર્ણ સમાચાર તમે નીચે જોઈ શકો છો.
ત્યાર બાદ અમારી વધુ તપાસમાં અમે યુટ્યુબનો સહારો લઈ योगी आदित्यनाथने बिजनौर के जिस मदरसे में हथियार मिले उसे तोड़ने का आदेश दिया સર્ચ કરતાં અમને નીચેના પરિણામો પ્રાપ્ત થયા હતા.
અમારી વધુ તપાસમાં અમે યોગી આદિત્યનાથના ફેસબુક અને ટ્વિટર પર પણ પોસ્ટમાં મૂકવામાં આવેલી માહિતીને શોધવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ ત્યાં પણ અમને એ પ્રકારની કોઈ જ માહિતી પ્રાપ્ત થઈ ન હતી.
અમારી તપાસને વધુ મજબૂત બનાવવા માટે અમે ઉત્તરપ્રદેશના બિજનૌરના કમિશનર ઓફ પોલીસ એલ.એન.મિશ્રા સાથે ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવા અંગે વાત કરતાં તેઓએ અમને જણાવ્યું હતું કે, “ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજી દ્વારા બિજનૌરના જે મદરેસામાંથી ગેરકાનૂની હથિયાર મળી આવ્યા છે તેને તોડી પાડવાનો હજુ સુધી કોઈ જ આદેશ આપવામાં નથી આવ્યો. આ માહિતી બિલકુલ ખોટી છે.”
આમ, ઉપરના તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, યોગી આદિત્યનાથ દ્વારા અત્યાર સુધી મદરેસા તોડી પાડવાનો કોઈ જ આદેશ આપવામાં આવ્યો નથી.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા બિજનૌરના જે મદરેસામાંથી ગેરકાનૂની હથિયાર મળી આવ્યા છે તેને તોડી પાડવાનો આદેશ હજુ સુધી આપવામાં આવ્યો નથી.
છબીઓ સૌજન્ય : ગુગલ
Title:શું ખરેખર યોગી આદિત્યનાથે બિજનૌરના મદરેસાને તોડવાનો આપ્યો આદેશ...? જાણો સત્ય...
Fact Check By: Vikas VyasResult: False