શું ખરેખર ગુજરાતમાં પોલીસના ડ્રોનને બાઝ ઉપાડી લઈ ગયુ…? જાણો શું છે સત્ય…

False આંતરરાષ્ટ્રીય I International સામાજિક I Social

Panchamahal Gaurav નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 10 એપ્રિલ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “પોલીસે ડ્રોન ઉડાડયુ તો ડ્રોન ને બાજ ઉપાડી ગ્યો લ્યો બોલો…સરકારને કેટલી જગ્યાએ લડવુ નીચે બહાર રખડતા ગધેડાઓને પકડવા કે ઉપર બાજ ને #Gujarat #” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 12 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 21 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ગુજરાતમાં પોલીસ દ્વારા ડ્રોન ઉડાડવામાં આવ્યુ પરંતુ તેને બાઝ ઉપાડીને લઈ ગયો.”

FACEBOOK | ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને the Earth નામના ફેસબુક પેજ દ્વારા તારીખ 23 ઓગસ્ટ 2019ના શેર કરવામાં આવેલી આ પોસ્ટ પ્રાપ્ત થઈ હતી. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, આ ફોટો વર્ષ 2016નો છે. જે તમે નીચે જોઈ શકો છો. 

https://www.facebook.com/DiscoveryourEarth/posts/2401136973256616

ARCHIVE

ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને ગેટી ઈમેજ દ્વારા આ ફોટો અપલોડ કરવામાં આવ્યો હતો અને જણાવવામાં આવ્યુ હતુ કે, આ નેધરલેન્ડ પોલીસ દ્વારા એનિમલ એક્સરસાઈઝ કરવામાં આવી હતી. તેનો ટોપ શોટ છે. જે 7 માર્ચ 2016ના લેવામાં આવ્યો હતો.

GETTYIMAGES

ત્યારબાદ ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને 5 એપ્રિલ 2016નો BBCનો અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં પણ નેધરલેન્ડ પોલીસની આ પ્રેક્ટિસનો વિસતૃત અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. જે તમે નીચે વાંચી શકો છો. 

BBC

ત્યારબાદ અમે ગુજરાતમાં આવી કોઈ ઘટના બનવા પામી છે કે નહિં તે જાણવા પ્રયત્ન કર્યો હતો. પરંતુ આ પ્રકારે કોઈ ઘટના બની હોવાનું અમને જાણવા મળ્યુ ન હતુ. 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે, કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો ગુજરાતનો નહિં પરંતુ વર્ષ 2016નો નેધરલેન્ડનો છે. ગુજરાતમાં પોસ્ટમાં કરવામાં આવેલા દાવા પ્રમાણેની કોઈ ઘટના બનવા પામી નથી. 

સોશિયલ મિડિયાની શંકાસ્પદ લાગતી પોસ્ટ અમને અમારા વોટ્સઅપ નંબર (7990015736) પર મોકલાવો અમે તમને જણાવશું સત્ય….

Avatar

Title:શું ખરેખર ગુજરાતમાં પોલીસના ડ્રોનને બાઝ ઉપાડી લઈ ગયુ…? જાણો શું છે સત્ય…

Fact Check By: Yogesh Karia 

Result: False