લૂંટ કરતા તુટેલી મૂર્તિને સાંપ્રદાયિક રંગ આપી ખોટી રીતે ફેલાવવામાં આવી રહી.. જાણો શું છે સત્ય...
ZalaMahavirsinh Zala નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 22 જાન્યુઆરી 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “સત્ય બતાવામાં કોઈને પૂછવાની જરૂર નથી.. ગેટ બજાર મહાકાળી મંદિર સિલીગુડી પશ્ચિમ બંગાળમાં મહાકાળીમાંની મૂર્તિ તોડી હતી. બંગાળમાં ગુંડારાજમાં મમતાના રાજમાં ગુંડારાજ..કોઈ ધર્મનિરપેક્ષ, કે મીડિયા કંઈ કહેશે?,” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 57 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 9 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “સિલીગુડીમાં કાલી માં ની મૂર્તિને તોડી પાડવામાં આવી.મમતાના ગુંડાઓ દ્વારા કારસ્તાન આચરવામાં આવ્યુ.”
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોને શોધતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને SILIGURI TIMES નો 21 જાન્યુઆરી 2020નો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણવવામાં આવ્યુ હતુ કે, મંદિરની અંદરથી બામ્બુઓ મળી આવ્યા છે. તેમજ બામ્બુ વડે ચોરી કરવાનો પ્રયાસ કરવામાં આવતા મંદિરની અંદર રાખેલી મૂર્તિ પણ તોડી પાડવામાં આવી છે.
ત્યારબાદ અમે જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને પ્રભાતખબરનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો, જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “પોલીસે આ કેસમાં શંકાસ્પદ પાંચ આરોપીઓની અટકાયત પણ કરી છે.”
જાગરણ દ્વારા પણ આ સમાચારને તેના ન્યુઝપેપરમાં પ્રકાશિત કરવામાં આવી હતી. જે તમે નીચે જોઈ શકો છો.
તેમજ અમને હિંન્દુસ્તાન ટાઇમ્સ બાંગ્લાનો પણ એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, સિલીગુડીમાં કાલી મંદિરમાં ઘરેણા ચોરી કરવાનો પ્રયત્ન કરતા કાલી માની પ્રતિમાને પણ નુકશાન પહોચાડવામાં આવ્યુ. જે અહેવાલ તમે નીચે વાંચી શકો છો.
ત્યારબાદ અમે જલપાઈગુડી પોલીસ સ્ટેશનના એએસઆઈ અને આ કેસની તપાસ કર્તા મજૂમદારનો સંપર્ક સાધ્યો હતો. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “આ ઘટનાને સાંપ્રદાયિક હોવાની ના પાડી હતી. આ ઘટના ચોરીની હોવાનું તેઓ જણાવ્યુ હતુ. તેમજ આ ઘટનામાં રાજૂ દાસ નામના એક શખ્સની ધરપકડ પણ કરવામાં આવી હોવાની માહિતી તેઓએ આપી હતી.”
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ મિશ્રિત સાબિત થાય છે. પશ્ચિમ બંગાળના સિલિગુરીના કાલી મંદિરની તસવીરો સાંપ્રદાયિક દ્રષ્ટિકોણથી વાયરલ થઈ રહી છે. હકીકતમાં, આ કેસ મંદિરમાં તોડફોડથી સંબંધિત નથી, પરંતુ ચોરીથી સંબંધિત છે.
Title:લૂંટ કરતા તુટેલી મૂર્તિને સાંપ્રદાયિક રંગ આપી ખોટી રીતે ફેલાવવામાં આવી રહી.. જાણો શું છે સત્ય...
Fact Check By: Yogesh KariaResult: Partly False