
Nick Prajapati નામના ફેસબુક યુઝર દ્વારા 12 જુલાઈ, 2019ના રોજ I Support Namo નામના પબ્લિક ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, उत्तर प्रदेश के बिजनौर के मदरसे में बरामद हथियारों का जखीरा व गिरफ्तार सभी 6 आरोपी मुल्ला मौलवी……..!! आंतक का अड्डा बन मदरसों में छापा मारने का साहस रखने वाले आईपीएस संजीव त्यागी को साधुवाद और धन्यवाद….सी…!! #बंद_करो_मदरस ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 188 લોકોએ લાઈક કરી હતી. 25 લોકોએ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. તેમજ 56 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી.

Facebook Post | Archive | Photo Archive
સંશોધન
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ જો ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટા ઉત્તરપ્રદેશના બિજનૌરમાં મદરેસામાંથી પકડાયેલા ગેરકાનૂની હથિયારોના છે કે નહીં? તે જાણવા માટે સૌપ્રથમ અમે ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈ ત્રણેય ફોટોને સર્ચ કરતાં અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરના પરિણામો પરથી અમને એ જાણવા મળ્યું હતું કે, gunssmith.tumblr.com નામની વેબસાઈટ પર પોસ્ટમાં દર્શાવવામાં આવેલો પ્રથમ ફોટો 3 માર્ચ, 2019 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યો હતો. આ ફોટોને My First Love Was a Gun નામના યુઝર દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો હતો. આ વેબસાઈટ પર જુદા-જુદા પ્રકારની બંદૂકોના ફોટો મૂકવામાં આવે છે. આ ફોટો છેલ્લા 4 મહિનાથી આ વેબસાઈટ પર ઉપલબ્ધ છે. જ્યારે ઉત્તરપ્રદેશના બિજનૌરના મદરેસામાંથી ગેરકાનૂની હથિયાર મળવાનો બનાવ 11 જુલાઈ, 2019 ના રોજ બન્યો હતો. આ પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, બિજનૌરના મદરેસામાંથી મળેલા ગેરકાનૂની હથિયાર સાથે પોસ્ટમાં મૂકવામાં આવેલા આ ફોટોને કોઈ જ સંબંધ નથી. જે માહિતી તમે નીચે જોઈ શકો છો.

ત્યાર બાદ અમારી વધુ તપાસમાં આજ તક ચેનલ દ્વારા 13 જુલાઈ, 2019 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. આ સંપૂર્ણ સમાચારને ધ્યાનથી જોતાં અમને માલૂમ પડ્યું કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો પ્રથમ ફોટો બિજનૌરમાં બનેલી આ ઘટનાનો નથી. આ સંપૂર્ણ સમાચાર તમે નીચે જોઈ શકો છો.
અમારી તપાસને વધુ મજબૂત બનાવવા માટે અમે Bijnor Police ના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટની મુલાકાત લીધી હતી. તો અમને ત્યાં પણ પોસ્ટમાં મૂકવામાં આવેલો પ્રથમ ફોટો પ્રાપ્ત થયો ન હતો. પરંતુ અન્ય 2 ફોટો અમને બિજનૌર પોલીસના ટ્વિટર એકાઉન્ટ પર કરવામાં આવેલી પોસ્ટમાં પ્રાપ્ત થયા હતા. જે તમે નીચે જોઈ શકો છો.
આ ઉપરાંત અમારી વધુ તપાસમાં અમને ઉત્તરપ્રદેશના બિજનૌરમાં મદરેસામાંથી પકડાયેલા ગેરકાનૂની હથિયારોને લગતી પોલીસ અધિકારીની બાઈટ પ્રાપ્ત થઈ હતી જે પણ તમે નીચે જોઈ શકો છો.
આ ઉપરાંત તમે બિજનૌરના મદરેસામાંથી પકડાયેલા ગેરકાનૂની હથિયારોના ઓરિજીનલ ફોટો અને ફેક ફોટોની સરખામણી નીચે જોઈ શકો છો.

ઉપરોક્ત પરિણામો પરથી અમને એ જાણવા મળ્યું હતું કે, પોસ્ટમાં મૂકવામાં આવેલા 3 ફોટોમાંથી એક ફોટો ખોટો છે જે લોકોને ગેરમાર્ગે દોરવામાં મૂકવામાં આવ્યો છે. જ્યારે અન્ય 2 ફોટો સાચા છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથે કરવામાં આવેલો દાવો મિશ્રિત સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલા 3 ફોટોમાંથી 2 ફોટો જ બિજનૌરના મદરેસામાંથી મળેલા ગેરકાનૂની હથિયારોના છે. જ્યારે એક ફોટો ખોટી રીતે મૂકવામાં આવ્યો છે.
છબીઓ સૌજન્ય : ગુગલ

Title: શું ખરેખર પોસ્ટમાં દર્શાવેલા ફોટો બિજનૌરના મદરેસામાંથી જપ્ત કરાયેલા ગેરકાનૂની હથિયારોના છે…? જાણો સત્ય…
Fact Check By: Vikas VyasResult: Mixture
