આ ઓરિજનલ હાથી નથી. કાર્યક્રમના આયોજકોએ અમને સ્પષ્ટતા કરી હતી કે કલાકારો હાથીના પોશાકમાં પર્ફોર્મ કરી રહ્યા હતા.

હાથીના ડાન્સના વીડિયોએ અગાઉ સોશિયલ મીડિયા પર લોકપ્રિયતા મેળવી છે. હાથીનો અદભૂત ડાન્સ હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયો શેર કરનારા ઘણા લોકો માને છે કે તે સાચો હાથી ડાન્સ કરી રહ્યો છે.

વીડિયોમાં એક શણગારેલ હાથી ડ્રમના તાલે નાચતો જોવા મળે છે અને તેની આસપાસ લોકો એકઠા થઈ ગયા છે. કેટલાક લોકો ઢોલ વગાડતા ડાન્સ કરી રહ્યા છે. આ સાથે વિડિયોમાં ડ્રમના ધબકારા સાથે હાથી પણ તેના પગને ટેપ કરતો જોવા મળે છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 02 ફેબ્રુઆરી 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ઓરિજનલ હાથી દ્વારા આ પ્રકારે ડાન્સ કરવામાં આવ્યો.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

હાથીના ઝડપી ડાન્સે શંકા ઊભી કરી, તેથી અમે વીડિયોને કાળજીપૂર્વક નિહાળ્યો. જ્યારે અમે વીડિયોને નજીકથી જોયો, ત્યારે અમને પાછળ પર "Elevenz" શબ્દ અને મલયાલમમાં એક દુકાનનું નામ સાથેનું બેનર જોવા મળ્યું. તેનાથી પુષ્ટિ થાય છે કે વીડિયો કેરળનો છે. આ સંકેતના આધારે, બહુવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર 'Elevenz' માટે કીવર્ડ સર્ચ કરતા અમને ઈનસ્ટાગ્રામનો એક વીડિયો પ્રાપ્ત થયો હતો. તે 'અનિલ આર્ટસ' અને 'ઈલેવેન્ઝ કદવલ્લુર' યુઝર્સના સહયોગ તરીકે અપલોડ કરવામાં આવ્યું હતું.

અમે અનિલ આર્ટસ સુધી પહોંચ્યા, તે ત્રિવેન્દ્રમમાં કિલીમનૂરથી પ્રોફેશનલ પ્રોગ્રામ બુકિંગ એજન્સી છે. તેઓએ અમને કહ્યું કે 'હાથી'નો તેમના દ્વારા બનાવવામાં આવેલો પોશાક છે. કલાકારો હાથીના પોશાકની અંદર સુંદર નૃત્ય કરી રહ્યા હતા. તેમના દ્વારા અમે વધુ સ્પષ્ટતા માટે ઇલેવેન્ઝ કદવલ્લુરના નિતિનનો સંપર્ક કર્યો. તેમણે અમને સમજાવ્યું કે Elevens Kadavalllur એ કેરળમાં થ્રિસુરમાં સ્થિત એક સામાજિક અને કલા ક્લબ છે. વીડિયોમાં જે દેખાય છે તે હાથીનો અસલી ડાન્સ નથી. વીડિયોમાં કિલીમનૂરના અનિલ આર્ટ્સ નામના જૂથે હાથીનો વેશ ધારણ કરીને ડાન્સ કર્યો હતો. વાસ્તવમાં હાથીના પોશાકમાં બે વ્યક્તિઓ ડાન્સ કરી રહી છે. 21 અને 22 જાન્યુઆરીએ કદવલ્લુર શ્રી રામાસ્વામી મંદિરમાં ઉત્સવના સંદર્ભમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તેથી નૃત્ય કરતો હાથી ખરેખર કોસ્ચ્યુમની અંદર કલાકારો છે.

અમે Elevenz Kadavallur's and Anil Arts એકાઉન્ટસ પર 'હાથી' ના કેટલાક વીડિયોઝ જોયા. તેમાંના કેટલાક અહીં, અહીં અને અહીં જોઈ શકાય છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, વાયરલ થયેલો હાથીના ડાન્સનો વીડિયો કેરળનો છે. આ વાસ્તવિક હાથી નથી. કાર્યક્રમના આયોજકોએ અમને સ્પષ્ટતા કરી હતી કે કલાકારો હાથીના પોશાકમાં પર્ફોર્મ કરી રહ્યા હતા.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:સોશિયલ મીડિયામાં વાયરલ હાથીના ડાન્સનું જાણો શું છે સત્ય....

Written By: Frany Karia

Result: Misleading