Nirav Shah નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 27 જૂન 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી, શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 130 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 22 લોકોએ તેમના પ્રતિભાવ આપ્યા હતા. તેમજ 1825 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આ હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, આગ્રા(પુર્વ)ના ભાજપાના ધારાસભ્યની પત્ની સીમા સેક્સ રેકેટ ચલાવતા પકડાઈ ગઈ.

FACEBOOK | PHOTO ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. જો આ પ્રકારે ભાજપાના ધારાસભ્યની પત્ની સેક્સ રેકેટ ચલાવતા પકડાઈ હોય તો તમામ મિડિયા દ્વારા સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હોય, તેથી અમે સૌપ્રથમ અમે ગૂગલ પર ‘आग्रा Bjp विधायक की पत्नी सेक्स रैकेट चलाते गिरफ्तार’ લખતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

ARCHIVE

ઉપરોક્ત પરિણામોમાં અમને ક્યાંય પણ પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબની હકિકત જાણવા મળી ન હતી. તેથી અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

ARCHIVE

ઉપરોક્ત પરિણામો પરથી અમને દિવ્યમરાઠી.કોમ અને દૈનિકભાસ્કર.કોમના વર્ષ 2017ના અહેવાલ પ્રાપ્ત થયા હતા, મુંબઈથી પ્રસારિત આ અહેવાલમાં જણાવવામાં આવ્યુ હતુ કે, આ મહિલાનું નામ પેટ્રીશિયા ડિસૂજા છે. આ મહિલા મહિલાઓને પોતાના ઘરે કામે રાખતી હતી અને બાદમાં તેમને પોતાની મીઠી વાતોમાં ફસાવી તેમને પૈસા ડબલ કરવાની લાલચ આપી આ મહિલાઓ પાસેથી રૂપિયા અને ઘરેણા પડાવી લેતી. જ્યારે આ મહિલાઓ પેટ્રિશિયા ડિસૂજા પાસે પૈસા પરત માંગતી ત્યારે તે તેમની સામે ખોટી ફરિયાદ કરતી અને જેલમાં મોકલી આપતી હતી, જેની મલાડ પોલીસે ધરપકડ કરી છે. આ બંને અહેવાલ તમે નીચે વાંચી શકો છો.

DIVYAMARATHI | ARCHIVE

DAINIK BHASKAR | ARCHIVE

ઉપરોક્ત પરિણામ પરથી એ તો સાબિત થઈ ગયુ હતુ કે, પોસ્ટ સાથે જે ફોટો શેર કરવામાં આવ્યો તે ભાજપાના ધારાસભ્યના પત્નીનો તો નથી. તેમજ આગ્રા માંથી આ પ્રકારે ક્યારેય કોઈ ભાજપાના ધારાસભ્ય સેક્સ રેકેટ ચલાવતા પકડાયા નથી. છતા પણ અમારી પડતાલને મજબૂત કરવા અમે આગ્રાના એડી. એસપી પ્રશાંત વર્મા જોડે વાત કરી હતી, તેમણે અમને જણાવ્યુ હતુ કે, “હજુ સુધી આવી કોઈ ઘટના આગ્રામાં બની નથી. આ વાત સાવ ખોટી છે. ભાજપાના ધારાસભ્યના પત્ની સેક્સ રેકેટ ચલાવતા પક્ડાયા હોવાની વાત પાયાવિહોણી છે.”

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે જે ફોટો શેર કરવામાં આવ્યો તે ભાજપાના ધારાસભ્યના પત્નીનો તો નથી. તેમજ આગ્રા માંથી આ પ્રકારે ક્યારેય કોઈ ભાજપાના ધારાસભ્ય સેક્સ રેકેટ ચલાવતા પકડાયા નથી

Avatar

Title:શું ખરેખર આગ્રામાં ભાજપાના ધારાસભ્યની પત્ની સેક્સ રેકેટ ચલાવતા પકડાઈ...? જાણો શું છે સત્ય....

Fact Check By: Yogesh Karia

Result: False