Scripted Video: મહિલાને ધરાર રંગ લગાડવાના વીડિયોનું જાણો શું છે સત્ય….

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

આ વીડિયો સ્ક્રિપ્ટેડ છે અને લોકોને જાગૃત કરવાના ઉદ્દેશ્યથી બનાવવામાં આવ્યો છે, જેને લોકો સાચો માનીને શેર કરી રહ્યા છે.

હોળીનો તહેવાર પુર્ણ થયો અને સમગ્ર દેશમાં આ તહેવારની ધામધુમ પુર્વક ઉજવણી કરવામાં આવી ત્યારે હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જેમાં એક પુરૂષ મહિલા પર બળજબરીથી કલર લગાવતો જોવા મળે છે. આ વીડિયો શેર કરીને એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ વ્યક્તિ હોળીના નામ પર અજાણી મહિલાને ધરારથી કલર લગાડતો હતો જેને લોકોએ માર માર્યો હતો.” 

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 24 માર્ચ 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “આ વ્યક્તિ હોળીના નામ પર અજાણી મહિલાને ધરારથી કલર લગાડતો હતો જેને લોકોએ માર માર્યો હતો.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. 

સૌપ્રથમ અમે વાયરલ વીડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને 23 માર્ચ, 2024ના રોજ ધ ગ્રેટ ખલીના ઓફિશિયલ પેજ પર અપલોડ કરાયેલો વાયરલ વીડિયો મળ્યો. કેપ્શનમાં હોળી કાળજીપૂર્વક રમવાનું કહેવામાં આવ્યું છે. સોનિયા એથ્લેટિક્સ નામના એકાઉન્ટને પણ ટેગ કરવામાં આવ્યું છે.

તપાસને આગળ વધારતા અમે સોનિયા એથ્લેટિક્સના એકાઉન્ટની તપાસ શરૂ કરી. 25 માર્ચ, 2024 ના રોજ વીડિયો અપલોડ કરતી વખતે, યુઝરે કેપ્શનમાં વર્ણન કર્યું છે કે, “વિડિયો સ્ક્રિપ્ટેડ છે અને મનોરંજનના હેતુ માટે બનાવવામાં આવ્યો છે.” 

આ વીડિયોને ફરીથી શેર કરતી વખતે, ધ ગ્રેટ ખલીએ કેપ્શનમાં કહ્યું છે કે તે સ્ક્રિપ્ટેડ છે અને મનોરંજનના હેતુથી બનાવવામાં આવ્યો છે.

https://www.instagram.com/reel/C48S0yoSw_6/?utm_source=ig_web_copy_link

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે કારણ કે, આ વીડિયો સ્ક્રિપ્ટેડ છે અને લોકોને જાગૃત કરવાના ઉદ્દેશ્યથી બનાવવામાં આવ્યો છે, જેને લોકો સાચો માનીને શેર કરી રહ્યા છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:Scripted Video: મહિલાને ધરાર રંગ લગાડવાના વીડિયોનું જાણો શું છે સત્ય….

Fact Check By: Frany Karia 

Result: False

Leave a Reply