બે વર્ષ જૂનો વીડિયોને તાજેતરના રાજસ્થાન ચૂંટણી પરિણામો સાથે જોડીને વાયરલ કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

રાજકીય I Political રાષ્ટ્રીય I National

બુલડોઝર વહન કરતી ટ્રેનનો વાયરલ વીડિયો બે વર્ષ જૂનો છે. આ વીડિયોને રાજસ્થાન ચૂંટણી પરિણામો સાથે જોડીને ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે.

આ દિવસોમાં ઘણા રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવ્યા છે. જેમાં પાર્ટીઓના સમર્થકો પોતપોતાની રીતે પોતાના નેતા અને પાર્ટીને સમર્થન કરતા જોવા મળી રહ્યા છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક માલગાડી કેટલાક JCB મશીન લઈને જઈ રહી છે. સોશિયલ મીડિયા પર લોકોએ તેને રાજસ્થાન ચૂંટણી સાથે જોડી રહ્યા છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “રાજસ્થાન ચૂંટણીમાં ભાજપાનો વિજય થયા બાદ બુલડોઝર ભરેલી ટ્રેન યુપી થી રાજસ્થાન જવા નીકળી.”

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Badshah નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 05 ડિસેમ્બર 2023ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “રાજસ્થાન ચૂંટણીમાં ભાજપાનો વિજય થયા બાદ બુલડોઝર ભરેલી ટ્રેન યુપી થી રાજસ્થાન જવા નીકળી.”

Facebook | Fb post Archive 

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. 

સૌપ્રથમ અમે વાયરલ વીડિયોની કીફ્રેમ્સની રિવર્સ ઇમેજ સર્ચ કરી હતી. પરિણામે, અમને ગોપી રેલ વર્લ્ડ નામની વેરિફાઈડ યુટ્યુબ ચેનલ પર વાયરલ વીડિયો મળ્યો. આ વીડિયો 26 નવેમ્બર, 2021ના રોજ અપલોડ કરવામાં આવ્યો હતો.  

ઓરિજનલ વીડિયોમાં 3.11 મિનિટમાં વાયરલ થયેલા વીડિયોનો ચોક્કસ ભાગ ચેનલ પર અપલોડ કરવામાં આવેલા વીડિયોમાં જોઈ શકાય છે. મળતી માહિતી મુજબ, આ વીડિયો WAG-9H 31395 ભિલાઈ ટ્રેનનો છે. આ ટ્રેન જેસીબી સાથે ઓંગોલ તરફ જઈ રહી હતી.

આનાથી સ્પષ્ટ થાય છે કે વાયરલ વીડિયો બે વર્ષ જૂનો છે અને તેનો તાજેતરની ચૂંટણી સાથે કોઈ સંબંધ નથી. 

રાજસ્થાન ચૂંટણી-

રાજસ્થાનની ચૂંટણીના પરિણામો સામે આવ્યા બાદ એ નક્કી થઈ ગયું છે કે રાજસ્થાનમાં આગામી પાંચ વર્ષ માટે સત્તાની કમાન ભાજપના હાથમાં જશે. ભાજપ છાવણીમાં અત્યારે ઉજવણીનો માહોલ છે. તે જ સમયે, પૂર્વ સીએમ વસુંધરાએ ઘણા ધારાસભ્યોને તેમના ઘરે ડિનર માટે આમંત્રણ આપ્યું છે. 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, બુલડોઝર વહન કરતી ટ્રેનનો વાયરલ વીડિયો બે વર્ષ જૂનો છે. આ વીડિયોને રાજસ્થાન ચૂંટણી પરિણામો સાથે જોડીને ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:બે વર્ષ જૂનો વીડિયોને તાજેતરના રાજસ્થાન ચૂંટણી પરિણામો સાથે જોડીને વાયરલ કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

Written By: Frany Karia 

Result: Missing Context