કોલકતા રેપ કેસના આરોપી તરફે કપિલ સિબલ નથી લડી રહ્યા…જાણો શું છે સત્ય….
કોલકતાની આરજી કર મેડિકલ કોલેજમાં ટ્રેની મહિલા ડોક્ટરના રેપ અને મર્ડર કેસને લઈ સમ્રગ દેશમાં આક્રોશ છે, સમગ્ર દેશના લોકો આ કામના આરોપીની ફાંસીની સજાની માંગ કરી રહ્યા છે. ત્યારે હાલમાં એક મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, જેને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “કોલકતા રેપ અને મર્ડર કેસના આરોપી તરફે […]
કોલકતાની આરજી કર મેડિકલ કોલેજમાં ટ્રેની મહિલા ડોક્ટરના રેપ અને મર્ડર કેસને લઈ સમ્રગ દેશમાં આક્રોશ છે, સમગ્ર દેશના લોકો આ કામના આરોપીની ફાંસીની સજાની માંગ કરી રહ્યા છે. ત્યારે હાલમાં એક મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, જેને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “કોલકતા રેપ અને મર્ડર કેસના આરોપી તરફે કપિલ સિબલ કેસ લડી રહ્યા છે.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 21 ઓગસ્ટ 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “કોલકતા રેપ અને મર્ડર કેસના આરોપી તરફે કપિલ સિબલ કેસ લડી રહ્યા છે.”
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમે ગૂગલ પર કીવર્ડ સાથે સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. ઉપરોક્ત પરિણામો પરથી અમને આજતક દ્વારા પ્રસારિત એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “કોલકાતાની સરકારી આરજી કાર હોસ્પિટલના તાલીમાર્થી ડોક્ટર સાથે બળાત્કાર અને હત્યાના કેસમાં મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી છે. મુખ્ય આરોપી સંજય રોય સીબીઆઈની કસ્ટડીમાં છે. તેને ફાંસી આપવાની માંગ ઉઠી છે. દરમિયાન કોલકાતાની સિયાલદહ કોર્ટે સંજય રોયના વકીલ તરીકે કવિતા સરકારની નિમણૂક કરી છે.”
તેમજ વધુ સર્ચ કરતા અમને બિઝનેસટુડેનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “હાઇ-પ્રોફાઇલ આરજી કાર બળાત્કાર-હત્યા કેસના મુખ્ય આરોપી સંજય રોયના બચાવ માટે 25 વર્ષનો અનુભવ ધરાવતી 52 વર્ષીય વકીલ કવિતા સરકારને સિયાલદાહ કોર્ટ દ્વારા નિયુક્ત કરવામાં આવી છે. અન્ય કોઈ વકીલે આ કેસના મુખ્ય આરોપી રોયનું પ્રતિનિધિત્વ કરવાની ઈચ્છા દર્શાવી ન હતી તે પછી આ નિમણૂક કરવામાં આવી છે.”
કપિલ સિબલ બંગાળ સરકારના વકીલ તરફે સુપ્રિમ કોર્ટમાં હાજર રહ્યા હતા.
તેમજ આ કેસથી કપિલ સિબલનો કોઈ સંબંધ છે કે કેમ તે જાણવા અમે સર્ચ કરતા અમને જાણવા મળ્યુ હતુ કે, કપિલ સિબલ સુપ્રિમ કોર્ટમાં પશ્ચિમ બંગાળ સરકાર તરફે હાજર રહ્યા હતા. આરોપી રોય વતી હાજર રહ્યા હોવાની વાત તદ્દન ખોટી છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, આરજી કાર મેડિકલ કોલેજમાં જુનિયર ડોકટરના રેપ અને મર્ડર કેસના આરોપી તરફે વરિષ્ઠ વકીલ કપિલ સિબલ નહીં પરંતુ કવિતા સરકાર કેસ લડી રહ્યા છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)
Title:કોલકતા રેપ કેસના આરોપી તરફે કપિલ સિબલ નથી લડી રહ્યા...જાણો શું છે સત્ય....
Fact Check By: Frany KariaResult: Misleading