યુનેસ્કોએ પોતે સ્પષ્ટતા કરી છે કે 2008થી પ્રસારિત થયેલો ઓનલાઈન પ્રચાર માત્ર એક અફવા છે.

સોશિયલ મીડિયા પર ફરી એક પોસ્ટ વાયરલ થઈ રહી છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે “યુનાઈટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઈઝેશન’ (UNESCO) એ ભારતીય રાષ્ટ્રગીતને વિશ્વનું સર્વશ્રેષ્ઠ રાષ્ટ્રગીત જાહેર કર્યું છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 14 ઓગસ્ટ 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “યુનેસ્કો દ્વારા ભારતીય રાષ્ટ્રગીતને વિશ્વનું સર્વશ્રેષ્ઠ રાષ્ટ્રગીત જાહેર કર્યું છે.”

Facebook | Fb post Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

અમે ગૂગલ પર કીવર્ડ સર્ચ કરીને અમારી તપાસ શરૂ કરતા અને જાણવા મળ્યું કે, આ જ સમાચાર 11 વર્ષ પહેલા વાયરલ થયા હતા અને આ અગિયાર વર્ષમાં ઘણી વખત શેર કરવામાં આવ્યા છે. 30 સપ્ટેમ્બર, 2008ના રોજ, ઈન્ડિયા ટુડેએ આ ખોટા પ્રચાર અંગે યુનેસ્કો સત્તાવાળાઓ દ્વારા આપવામાં આવેલી સ્પષ્ટતા ધરાવતો અહેવાલ પ્રકાશિત કર્યો હતો. ચેનલે સમાચારની ચકાસણી કરવા માટે યુનેસ્કોનો સંપર્ક કર્યો હતો, જ્યારે સ્યુ વિલિયમ્સ, ચીફ, એડિટોરિયલ, પ્રેસ રિલેશન્સ અને યુનેસ્કો કુરિયર, બ્યુરો ઑફ પબ્લિક ઇન્ફર્મેશન, UNESCO, એ આ વાતને રદિયો આપતાં પત્ર લખ્યો હતો.

"અમે ભારતમાં આ વાતની જાણ કરતા ઘણા બ્લોગ્સથી વાકેફ છીએ, પરંતુ તમને ખાતરી આપીએ છીએ કે યુનેસ્કોએ ભારત અથવા કોઈપણ દેશના રાષ્ટ્રગીત વિશે આવી કોઈ જાહેરાત કરી નથી".

સમયાંતરે આ નકલી અફવા સોશિયલ મીડિયામાં સતત ચાલી રહી છે. વધુ શોધમાં અમને જાણવા મળ્યું કે 2016માં ટોચના 10 નકલી સમાચારના ઘણા સમાચારો પ્રસારિત થયા હતા. આ લેખોમાં આપણે જોઈ શકીએ છીએ કે અફવાઓ પૈકીની એક અફવા એ છે કે 'જન ગણ મન'ને યુનેસ્કો દ્વારા વિશ્વના શ્રેષ્ઠ રાષ્ટ્રગીત તરીકે જાહેર કરવામાં આવ્યું હતું.

ભારતના 77મા સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ, ત્રણ વખતના ગ્રેમી એવોર્ડ વિજેતા રિકી કેજે લંડનના આઇકોનિક એબી રોડ સ્ટુડિયોમાં અત્યાર સુધીના સૌથી મોટા ઓર્કેસ્ટ્રા સાથે રેકોર્ડ કરાયેલ દેશના રાષ્ટ્રગીતનું પ્રસ્તુતિ રજૂ કર્યું.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, યુનેસ્કોએ ભારતીય રાષ્ટ્રગીતને વિશ્વનું સર્વશ્રેષ્ઠ રાષ્ટ્રગીત જાહેર કર્યું નથી. યુનેસ્કોએ પોતે સ્પષ્ટતા કરી છે કે 2008થી પ્રસારિત થઈ રહેલો ઓનલાઈન પ્રચાર માત્ર અફવા છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:Fake News: યુનેસ્કોએ ભારતના રાષ્ટ્રગીતને વિશ્વમાં શ્રેષ્ઠ જાહેર કર્યું નથી. જાણો શું છે સત્ય...

Written By: Frany Karia

Result: False