શું ખરેખર ટાટા દ્વારા તેમની 150મી જન્મજયંતી પર ફ્રીમાં કાર આપવામાં આવી રહી…? જાણો શું છે સત્ય….

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહેલા મેસેજમાં દાવો કરવામાં આવ્યો છે કે ટાટા ગ્રુપે એક ઇવેન્ટની જાહેરાત કરી છે જેમાં ભાગ લેનારાઓ ઇનામ તરીકે કાર જીતી શકશે. દાવો કરવામાં આવી રહ્યો છે કે ટાટા ગ્રુપે તેમની 150 મી વર્ષગાંઠ પર આ કાર્યક્રમનું આયોજન કર્યું છે. સંદેશ સાથે એક લિંક પણ પ્રસારિત કરવામાં આવી રહી છે, જે દાવો કરે છે કે આ કાર્યક્રમની ભાગીદારીની કડી છે. આ ઇવેન્ટના વિજેતાઓને ટાટા કાર જીતવાની તક હોવાનું કહેવાય છે.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી માહિતી તદ્દન ખોટી છે. ટાટા ગ્રુપ દ્વારા આ પ્રકારે કોઈ કાર ભેટમાં આપવામાં નથી આવી રહી. લોકોએ આ લિંકને ફોરવર્ડ ન કરવા સુચના આપવામાં આવી છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Amrutlal Parmar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 01 ઓક્ટોબર 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ટાટા ગ્રુપે તેમની 150 મી વર્ષગાંઠ પર એક ઈવેન્ટનું આયોજન કર્યુ છે જેમા વિજેતાને કાર આપવામાં આવશે.”

Facebook | Fb post Archive 

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કર્યુ હતુ પરંતુ અમને કોઈ વિશ્વસનીય સમાચાર અહેવાલ શોધી મળ્યો ન હતો. અન્ય કીવર્ડ સાથે સર્ચ  કરતા અમને ટાટા ગ્રુપના સત્તાવાર ટ્વિટર હેન્ડલ દ્વારા પ્રકાશિત ટ્વિટ તરફ દોરી ગયું જેમાં વાયરલ મેસેજને નકલી ગણાવવામાં આવ્યો હતો. તેઓએ ઉલ્લેખ કર્યો કે ટાટા ગ્રુપ આ પ્રમોશનલ પ્રવૃત્તિ માટે જવાબદાર નથી અને વાંચકોને આ લિંકને ફોરવર્ડ ન કરવા જણાવ્યુ હતુ.

Archive

તેમજ ગુજરાત સાઈબર ક્રાઈમ દ્વારા પણ આ લિંકને ફોરવર્ડ ન કરવા અને માહિતી ખોટી હોવાનું જણાવવામાં આવ્યુ હતુ. જે તમે નીચે જોઈ શકો છો.

અમે અમારા વાચકોને વિનંતી કરીએ છીએ કે આવી ક્લિકબેટ લિંક્સ પર કોઈપણ વ્યક્તિગત માહિતી શેર ન કરો. આ લિંક વાચકોને કાર જીતવા માટે વોટ્સએપ પર વાયરલ મેસેજ ફોરવર્ડ કરવા કહેશે અને પછી અંગત માહિતી માંગે છે. જો કે, આવી વણ ચકાસાયેલ વેબસાઇટ પર વ્યક્તિગત માહિતી શેર કરવાથી તેનો દુરઉપયોગ થઈ શકે છે. 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી માહિતી તદ્દન ખોટી છે. ટાટા ગ્રુપ દ્વારા આ પ્રકારે કોઈ કાર ભેટમાં આપવામાં નથી આવી રહી. લોકોએ આ લિંકને ફોરવર્ડ ન કરવા સુચના આપવામાં આવી છે.

Avatar

Title:શું ખરેખર ટાટા દ્વારા તેમની 150મી જન્મજયંતી પર ફ્રીમાં કાર આપવામાં આવી રહી…?

Fact Check By: Yogesh Karia 

Result: False