
તાજેતરમાં સોશિયલ મીડિયા પર ખરાબ રસ્તાઓનો વિરોધ કરી રહેલા યુવાનોનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો દિલ્હી ખાતેના ખરાબ રસ્તાઓનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો દિલ્હી ખાતેના ખરાબ રસ્તાઓનો નહીં પરંતુ છત્તીસગઢના કોરબા ખાતેના ખરાબ રસ્તાનો છે. આ વીડિયોને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
આઝાદ ભયકુ મંગા નામના ફેસબુક યુઝર દ્વારા 5 ઓગષ્ટ, 2021 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના સાથે એવું લખવામાં આવ્યું છે કે, દિલ્લી માં તમારું સ્વાગત છે. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો દિલ્હી ખાતેના ખરાબ રસ્તાઓનો છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે ગુગલનો સહારો લઈને જુદા-જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને ANI દ્વારા તેના સત્તાવાર ટ્વિટર પર 4 ઓગષ્ટ, 2021 ના રોજ પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેની સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, છત્તીસગઢના કોરબા ખાતે ખરાબ રસ્તાઓના વિરોધમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું તેનો આ વીડિયો છે. જેમાં એવી નારેબાજી કરવામાં આવી હતી કે, ‘10 કા મુર્ગા ખાઓગે તો મુર્ગા હી બન જાઓગે.’
અમારી વધુ તપાસમાં અમને આજ વીડિયોની સાથેના સમાચાર aajtak.in દ્વારા પણ 4 ઓગષ્ટ, 2021 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.
અન્ય કેટલાક મીડિયા માધ્યમો દ્વારા પણ આ સમાચારને પ્રસારિત કરવામાં આવ્યા હતા જે તમે અહીં જોઈ શકો છો. bharat.republicworld.com | livehindustan.com
અમારી વધુ તપાસમાં અમને Aam Aadmi Party Chhattisgarh
દ્વારા તેના સત્તાવાર ફેસબુક પેજ પર પણ આજ વીડિયો 3 ઓગષ્ટ, 2021 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો દિલ્હી ખાતેના ખરાબ રસ્તાઓનો નહીં પરંતુ છત્તીસગઢના કોરબા ખાતેના ખરાબ રસ્તાનો છે.

Title:શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો દિલ્હી ખાતેના ખરાબ રસ્તાઓનો છે…?
Fact Check By: Vikas VyasResult: False
