જૂના વીડિયોને બનાસકાંઠાના નામે વાયરલ કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….
આ વીડિયો સોશિયલ મીડિયામાં વર્ષ 2016થી ઉપલબ્ધ છે. હાલમાં બનાસકાંઠામાં આવેલા વંટોળ સાથે તેને કોઈ લેવા-દેવા નથી.
હાલમાં સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. ખૂબ જ ઝડપથી હવા ફૂંકાય રહી છે જેમાં ઘણી વસ્તુઓ હવામાં ઉડતી જોવા મળી રહી છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “બનાસકાંઠામાં હાલમાં આવેલા વાવાઝોડા દરમિયાનનો વીડિયો છે.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Bhikhabhai Choudhary નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 28 મે 2023ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “બનાસકાંઠામાં હાલમાં આવેલા વાવાઝોડા દરમિયાનનો વીડિયો છે.”
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજ અને યાન્ડેક્ષ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને આ વિડિયો યુટ્યુબ પર પ્રાપ્ત થયો હતો. 7 સપ્ટેમ્બર 2017ના આ વિડિયો યુટ્યુબ પર અપલોડ કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.
એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટ અનુસાર “ઇમરા 5મા સ્તરના તોફાનથી અસરગ્રસ્ત હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.” જે તમે નીચે જોઈ શકો છો.
વાવાઝોડુ ઇમરાએ ક્યાં અને ક્યારે ત્રાટક્યું તે માટે અમે ગૂગલ સર્ચ કર્યું. તેનું કેન્દ્ર પેસિફિક મહાસાગરના તળિયા નીચે હોવાનું જણાવાયું હતું, જોકે, સુનામીની ચેતવણી આપવામાં આવી ન હતી. આ વાવાઝોડું 30 ઓગસ્ટ, 2017 ના રોજ રચાયુ હતુ અને 14 સપ્ટેમ્બર સુધી ચાલ્યુ હતુ.
તેમજ જુદા-જુદા કીવર્ડ્સ સાથેની શોધ કરતા અમને જાણવા મળ્યુ હતુ કે, આ વિડિઓ ઇમરા વાવાઝોડા દરમિયાન લેવામાં આવી નથી. ઈમરા તોફાનના એક વર્ષ પહેલા યુટ્યુબ પર વિડિયો અપલોડ કરવામાં આવ્યો હોવાનું પણ બહાર આવ્યું હતુ. પરંતુ આ વિડિયો ક્યાં અને ક્યારે લેવામાં આવી તેના કોઈ સંકેત નથી. અમને 2017માં કેટલાક સમાચાર પણ મળ્યા કે ઇમરા તોફાન દરમિયાન આ વિડિયો લેવામાં આવી નથી.
આ વિડિયો વર્ષ 2016થી યુટ્યુબ પર ઉપલબ્ધ છે, હાલમાં આવેલા યાસ વાવાઝોડા દરમિયાનનો હોવાની વાત તદ્દન ખોટી છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો હાલમાં આવેલા બનાસકાંઠાના વાવાઝોડા દરમિયાનનો નથી. આ વીડિયો વર્ષ 2016થી મીડિયા પર ઉપલબ્ધ છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)
Title:જૂના વીડિયોને બનાસકાંઠાના નામે વાયરલ કરવામાં આવી રહ્યો... જાણો શું છે સત્ય....
Written By: Frany KariaResult: Partly False