હાલમાં ટીવીનાઈન ગુજરાતી દ્વારા એક અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. જેમાં કોરોનાની વેક્સિનને લઈ માહિતી આપવામાં આવી હતી. જેમાં વિપક્ષના માધ્યમથી દાવો કરવામાં આવી રહ્યો છે કે, “જામનગરમાં પ્રાઈવેટ કે સરકારી કોઈપણ વિભાગ વેક્સિનનો સ્ટોક ઉપલબ્ધ નથી. પૈસા આપવા છતા લોકોને વેક્સિન નથી મળી રહી.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી માહિતી ભ્રામક છે. જામનગર કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશ્રનર દ્વારા પૃષ્ટી કરવામાં આવી છે કે, જામનગરમાં પુરતા પ્રમાણમાં કોરોનાની વેક્સિનનો જથ્થો ઉપલબ્ધ છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

TV9 Gujarati નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 22 જૂન 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “જામનગરમાં પ્રાઈવેટ કે સરકારી કોઈપણ વિભાગ વેક્સિનનો સ્ટોક ઉપલબ્ધ નથી. પૈસા આપવા છતા લોકોને વેક્સિન નથી મળી રહી.”

Facebook | Fb post Archive

તેમજ અન્ય મિડિયા પ્લેટફોર્મ પર પણ આ વિડિયોને શેર કરવામાં આવી રહ્યો છે. જે તમે નીચે જોઈ શકો છો.

https://twitter.com/tv9gujarati/status/1539430871761289216?s=20&t=FtAQ1fDmhZ-OuoLNJFUe6A

Archive

Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે ગૂગલ પર સર્ચ કરતા અમને આ અંગે કોઈ ખાસ માહિતી પ્રાપ્ત થઈ ન હતી. પરંતુ અમને ગુજરાતના હેલ્થ વિભાગ દ્વારા ટીવીનાઈન ગુજરાતીના ટ્વિટને ટેગ કરીને ટ્વિટ કરીને માહિતી આપવામાં આવી હતી કે, “જામનગર જિલ્લામાં કોવિડ રસીના 20680 ડોઝ ઉપલબ્ધ છે. વધુમાં, જામનગર કોર્પોરેશનમાં કોવિડ રસીના 16450 ડોઝ ઉપલબ્ધ છે.

Archive

તેમજ અન્ય ટ્વિટ કરીને ગુજરાત હેલ્થ વિભાગ દ્વારા માહિતી આપવામાં આવી હતી કે, “આ ઉપરાંત 2 ખાનગી CVC સિદ્ધિવિનાયક હોસ્પિટલમાં કોવિડ રસી છે અને સ્પંદન હોસ્પિટલ આવતીકાલે કોવિડ રસીકરણ શરૂ કરી શકે છે.

Archive

તેમજ અમારી પડતાલને મજબૂત કરવા માટે અમે જામનગર કલેકટર ડો. સૌરભ પારઘીનો સંપર્ક સાધ્યો હતો. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “જામનગરમાં કોરોના વેક્સિનનો પુરતો સ્ટોક ઉપલબ્ધ છે. ક્યાંય પણ કોરોના વેક્સિનની ખુટી હોવાની વાત તદ્દન ખોટી છે. કોરોનાની તમામ વેક્સિનનો સ્ટોક જામનગર શહેર અને જિલ્લામાં પુરા પ્રમાણ છે. પ્રિકોશન ડોઝ પણ પુરતી માત્રામાં ઉપલબ્ધ છે.

તેમજ અમારી પડતાલને વધુ મજબૂત કરવા અમે જામનગર મહાનાગર પાલિકાના કમિશ્નર વિજય ખરાડીનો સંપર્ક સાધ્યો હતો, તેમણે અમને જણાવ્યુ હતુ કે, “તારીખ 23 જૂન 2022ના ગુરૂવારના જામનગર મહાનગર પાલિકા પાસે સરકારી વેક્સિન સેન્ટરમાં 7600 કોવિશિલ્ડ, 3900 કોવેક્સિન અને 4380 મોર્ડાના વેક્સિનનો જથ્થો ઉપલબ્ધ છે. ક્યાંય પણ વેક્સિનની અછત સર્જાઈ નથી, તેમજ 60 વર્ષથી ઉપરના લોકો માટે સરકારી વેક્સિન સેન્ટર પર પ્રિકોશન ડોઝ પણ ઉપલબ્ધ છે. તેમજ 18 થી 59 વર્ષના લોકો માટે પ્રિકોશન ડોઝ જે પેડ છે તે પણ ખાનગી હોસ્પિટલમાં આજ થી શરૂ કરી દેવામાં આવ્યો છે. માટે એ કહેવુ ખોટુ છે કે, જામનગરમાં વેક્સિનનો જથ્થો ખુટી પડ્યો છે.

તેમજ અમારી પડતાલને વધુ મજબૂત કરવા અમે ગુજરાત સરકારની ઓફિશિયલ કોરોના વેબસાઈટની મુલાકાત લીધી હતી. તેમાં આપવામાં આવેલી માહિતી મુજબ ગુજરાતના જામનગર કોર્પોરેશન અંતર્ગત 231 લોકોને કોરોનાની વેક્સિન આપવામાં આવી હતી. જે તમે નીચે જોઈ શકો છો.

22-06-2022pressbrief06222022104725589

તેમજ અમે ટીવીનાઈન ગુજરાતીનો પણ સંપર્ક સાધ્યો હતો, પરંતુ આ અહેવાલ અંગે તેમના તરફથી કોઈ પ્રતિઉત્તર આપવામાં આવ્યો ન હતો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી માહિતી ભ્રામક છે. જામનગર કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશ્રનર દ્વારા પૃષ્ટી કરવામાં આવી છે કે, જામનગરમાં પુરતા પ્રમાણમાં કોરોનાની વેક્સિનનો જથ્થો ઉપલબ્ધ છે.

Avatar

Title:શું ખરેખર જામનગરમાં કોરોના વેક્સિનનો જથ્થો ખુટી પડ્યો...? જાણો શું છે સત્ય....

Fact Check By: Frany Karia

Result: Missing Context