શું ખરેખર નુપૂર શર્માની ધરપકડ કરવામાં આવી તેનો આ વીડિયો છે…? જાણો શું છે સત્ય….

False રાજકીય I Political

ભાજપની પ્રવક્તા નુપૂર શર્મા દ્વારા મહંમદ પયગંબર પર કરવામાં આવેલા નિવેદન બાદ ભારત તેમજ અન્ય દેશોમાં પણ તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભાજપની પ્રવક્તા નુપૂર શર્માની ધરપકડ કરવામાં આવી તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ નુપૂર શર્માનો નહીં પરંતુ ખેડૂત નેતા ભૂમી બિરમીની ધરપકડનો છે. આ વીડિયોને નુપૂર શર્માના નિવેદનની ઘટના સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખોટી અને અધૂરી અને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

આમ આદમી પાર્ટી-ગુજરાત  નામના ફેસબુક પેજ દ્વારા 20 જૂન, 2022 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, નપુર શર્મા ની ધરપકડ ‌‌?. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભાજપની પ્રવક્તા નુપૂર શર્માની ધરપકડ કરવામાં આવી તેનો આ વીડિયો છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોતાં અમને એ માલૂમ પડ્યું હતું કે, મહિલાની ધરપકડ કરી રહેલી પોલીસની વર્દી પર રાજસ્થાન પોલીસનું ચિહ્ન સ્પષ્ટ જોઈ શકાય છે.

અમારી વધુ તપાસમાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો ભૂમિ બિરમી નામના ફેસબુક પેજ પર 15 જૂન, 2022 ના રોજ શેર કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.

આ વીડિયોની નીચે આપેલી કોમેન્ટમાં કિસાન એકતા ઝિંદાબાદ લખેલું છે. આ સાથે અન્ય કોઈ માહિતી આપવામાં આવી નથી. તેથી જ અમે આ એકાઉન્ટ પર સર્ચ કર્યું અને જાણવા મળ્યું કે આ ફેસબુક પેજ રાજસ્થાન સ્થિત ચુરુના ભારતીય ખેડૂત સંગઠન મહિલા પાંખના જિલ્લા પ્રમુખનું છે. અમને આ પેજ પર વાયરલ વીડિયો સંબંધિત બીજા ઘણા વીડિયો જોવા મળ્યા છે. જે તમે નીચે જોઈ શકો છો.

આ વીડીયોની નીચે આપેલી કોમેન્ટમાં પણ જય કિસાન, સંઘર્ષ લખેલું છે.

ઉપરોક્ત તમામ માહિતીને ધ્યાનમાં રાખીને અમે યુટ્યુબ પર જુદા-જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને લોકલ ન્યૂઝ ચુરુ નામની ચેનલ પર પ્રસારિત થયેલો વીડિયો મળ્યો હતો. તેની સાથે આપવામાં આવેલી માહિતીમાં જણાવવામાં આવ્યું છે કે, આ ચુરુના તારાનગરમાં આયોજિત અખિલ ભારતીય કિસાન સભાનો વીડિયો છે. આમાં, તમે 1.09 મિનિટથી પીળા કપડામાં એક મહિલાને જોઈ શકો છો, જે વાયરલ વીડિયોમાં દેખાતી મહિલા જેવી લાગે છે.

Archive

ફેક્ટ ક્રેસેન્ડોએ લોકલ ન્યૂઝ ચુરુના ઓપરેટર કૈલાશ સ્વામીનો સંપર્ક કર્યો. તેમણે અમને જણાવ્યું હતું કે “આ વીડિયો ચુરુમાં તાજેતરમાં થયેલા ખેડૂતોના આંદોલનનો વીડિયો છે. આમાં દેખાતી મહિલા ખેડૂત નેતા ભૂમિ બિરમી છે. આ નુપૂર શર્મા નથી.”

શું ખરેખર નૂપુર શર્માની પોલીસે ધરપકડ કરી છે કે કેમ?

અમને નૂપુર શર્માની ધરપકડના કોઈ વિશ્વસનીય સમાચાર મળ્યા નહતા. 20 જૂનના રોજ પ્રકાશિત ઈન્ડિયા ટુડે અનુસાર, કોલકાતા પોલીસે નુપૂર શર્મા વિરુદ્ધ નોંધાયેલી એફઆઈઆરને કારણે તેને સમન્સ પાઠવ્યું હતું. કોલકાતા પોલીસે તેને હાજર થવા માટે કહ્યું હતું. પરંતુ નુપૂર શર્માના જીવના જોખમને કારણે તેણે પોલીસ પાસે 4 અઠવાડિયાનો સમય વધારવાની માંગ કરી છે.

18 જૂનના રોજ પ્રકાશિત થયેલા ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ, મુંબઈ પોલીસ નુપૂર શર્માને સમન્સ પાઠવવા દિલ્હી ગઈ હતી, પરંતુ તેઓ નુપૂર શર્માને શોધી શક્યા ન હતા.

રાજકીય નેતાઓ અસદુદ્દીન ઓવૈસી, મમતા બેનર્જી સહિત અનેક રાજકીય નેતાઓ નુપૂર શર્માની ધરપકડની માંગ કરી રહ્યા છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ નુપૂર શર્માનો નહીં પરંતુ ખેડૂત નેતા ભૂમી બિરમીની ધરપકડનો છે. આ વીડિયોને નુપૂર શર્માના નિવેદનની ઘટના સાથે કોઈ જ સંબંધ નથી.

Avatar

Title:શું ખરેખર નુપૂર શર્માની ધરપકડ કરવામાં આવી તેનો આ વીડિયો છે…? જાણો શું છે સત્ય….

Fact Check By: Vikas Vyas 

Result: False

Leave a Reply