શું ખરેખર SBI જામનગરની સિક્કા અને ભાવનગરની દરબાર ગઢ બ્રાંચમાં કેસઆઉટ થયુ….? જાણો શું છે સત્ય…

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

ગુજરાત ત્રસ્ત ભાજપા મસ્ત નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 22 ઓક્ટોબર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “SBI જામનગર સિક્કા બ્રાન્ચ, ભાવનગર દરબારગઢ બ્રાન્ચ માં કેશ નથી… ઉઠમણું થવાની તૈયારી છે મિત્રો..બચીને સાચવી ને રહેજો બેંકો હવે ગઈ” લખાણ સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 184 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 10 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 37 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “જામનગરની સિક્કા અને ભાવનગરના દરબારગઢની એસબીઆઈ બ્રાન્ચમાં કેસ ખાલી થઈ ગઈ છે અને તે ઉઠી જવાની તૈયારીમાં છે.”

FB MAIN PAGE FOR ARCHIVE.png

FACEBOOK | ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. જો આ પ્રકારે એસબીઆઈની કોઈ બેંકમાં કેસ આઉટ થયુ હોય તો સ્થાનિક મિડિયા દ્વારા આ સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા જ હોય તેથી સૌ-પ્રથમ અમે ગૂગલ પર “જામનગરની સિક્કા અને ભાવનગરના દરબારગઢની SBI બ્રાંચમાં કેસઆઉટ થયુ”  લખતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામોમાં અમને ક્યાંય પણ પોસ્ટમાં કરવામાં આવેલી દાવા અંગેની માહિતી પ્રાપ્ત થઈ ન હતી. તેથી અમે બંને બ્રાંચના મેનેજર જોડે વાત કરવાનું નક્કી કર્યુ હતુ અને સૌપ્રથમ સિક્કા એસબીઆઈ બેંકના બ્રાંચ મેનેજર નરેશ જેઠવા જોડે વાત કરી હતી. તેણે અમને જણાવ્યુ હતુ કે, “આ એક તદન ખોટી વાત છે. સિક્કા બ્રાંચમાં કયારેય કેસ આઉટ નથી થયુ. અમે અમારી બેકનું એટીએમ પણ 20 મિનિટથી વધારે કેસઆઉટ નથી થવા દેતા. લોકોને વિનંતી છે કે આ પ્રકારની અફવાઓથી દૂર રહે.”

2019-10-25.png

ત્યારબાદ અમે ભાવનગર દરબારગઢની એસબીઆઈ બેંકના બ્રાંચ મેનેજર અશ્વિન જોડે વાત કરી હતી તેમણે પણ અમને જણાવ્યુ હતુ કે, “અમારી બ્રાંચમાં આજ દિન સુધી ક્યારેય પણ કેસઆઉટ નથી  થયું. આ એક અફવા જ છે. લોકોને ગેરમાર્ગે દોરવા આ પ્રકારે ખોટા મેસેજ સોશિયલ મિડિયામાં વાયરલ કરવામાં આવતા હોય છે.”

આમ, ઉપરોક્ત પરિણામો પરથી સાબિત થાય છે કે, ક્યારેય પણ જામનગરના સિક્કાની એસબીઆઈ બ્રાંચ અને ભાવનગરની દરબાર ગઢ બ્રાંચમાં કેસ આઉટ નથી થયું. આ એક અફવા જ છે. જે મેસેજ લોકોને ભ્રામકને કરવા માટે ફેલાવવામાં આવી રહ્યો છે. 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, ક્યારેય પણ જામનગરના સિક્કાની એસબીઆઈ બ્રાંચ અને ભાવનગરની દરબાર ગઢ બ્રાંચમાં કેસ આઉટ નથી થયું. આ એક અફવા જ છે. જે મેસેજ લોકોને ભ્રામકને કરવા માટે ફેલાવવામાં આવી રહ્યો છે.

Avatar

Title:શું ખરેખર SBI જામનગરની સિક્કા અને ભાવનગરની દરબાર ગઢ બ્રાંચમાં કેસઆઉટ થયુ….? જાણો શું છે સત્ય…

Fact Check By: Yogesh Karia 

Result: False