શું ખરેખર સુરતના મેડિકલ ફાર્મસી દ્વારા 20 થી 60 ટકાની દવા પર છૂટ આપવામાં આવી છે..? જાણો શું છે સત્ય..
Dilipbhai Vankawala નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 10 જૂલાઈ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “SURAT ની કોઈપણ હોસ્પિટલમાં દાખલ દર્દીઓ માટે 20 to 60 ટકાની ના ફાયદા(ડિસ્કાઉન્ટ) સાથે દરેક પ્રકારના મોંઘા ઈન્જેક્શનો તેમજ સર્જીકલ આઈટમો આપના સુધી અમો પહોચાડીશું. આ મેસેજ બને તેટલો વધુમાં વધુ શેર કરવા વિનંતી. કેમકે આપણા એક શેર કરવાથી જો કોઈ નો ફાયદો થતો હોય તો શા માટે આપણે શેર ના કરીએ. આમ પણ આપણે દરરોજના ઘણા બધા મેસેજ શેર કરતા હોય. તો ચાલો આજે આ મેસેજ કોઈની મદદ માટે શેર કરી દઈ. આ સેવાનો લાભ લેવા માટે નીચે આપેલા નંબર પર ડોક્ટરે લખી આપેલી ચિઠ્ઠી WhatsApp કરવા અથવા ફોન કરવા વિનંતી. (Mobile:-95123 98000 98244 98000 (Vishal Bhai Medilife Pharmacy)” લખાણ હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 65 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 314 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “સુરતમાં મોંઘા ઈમ્જેકેશન પર 20 થી 60 ટકા સુધી ડિસ્કાઉન્ટ મેડિલાઈફ ફાર્મસી દ્વારા આપવામાં આવી રહી છે.”
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટમાં શેર કરવામાં આવેલા નંબર 98244 98000 પર સંપર્ક સાધ્યો હતો. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “આ ખોટો મેસેજ અમારા નામે વાયરલ કરવામાં આવી રહ્યો છે. આ અંગે અમારા દ્વારા પોલીસને પણ જાણ કરવામાં આવી છે.”
તેમજ તેમના દ્વારા આ અંગે સોશિયલ મિડિયામાં ખુલાસો કરતુ એક બેનર પણ બનાવવામાં આવ્યુ હતુ. તે પણ તેમના દ્વારા અમને મોકલવામાં આવ્યુ હતુ. જે તમે નીચે જોઈ શકો છો.
તેમજ આ ખોટી પોસ્ટને ફેલાતી અટકાવવા માટે તેમના દ્વારા અમને વિનંતી કરવામાં આવી હતી.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, મેડિકલ ફાર્મસી દ્વારા આ પ્રકારે કોઈ ડિસ્કાઉન્ટની ઓફર મુકવામાં આવી નથી. મેડિકલ ફાર્મસીના વિપુલભાઈ દ્વારા આ મેસેજ ખોટો હોવાની પુષ્ટી કરવામાં આવી હતી. તેમજ આ અંગે પોલીસને પણ જાણ કરવામાં આવી છે.
Title:શું ખરેખર સુરતના મેડિકલ ફાર્મસી દ્વારા 20 થી 60 ટકાની દવા પર છૂટ આપવામાં આવી છે..? જાણો શું છે સત્ય..
Fact Check By: Yogesh KariaResult: False