શું ખરેખર મૃત્યુ થયા બાદ સ્મશાનમાં જીવતો થયો માણસ…? જાણો શું છે સત્ય…

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

Mahesh Pandor નામના ફેસબુક યુઝર દ્વારા 18 ઓગષ્ટ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, આ ભાઈ નું મુર્ત્યું થયું હતું ને સમશાન માં લય જતા અચાનક આ ભાઈ ના ખોલીયા માં જીવ પાસો આવ્યો. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, એક માણસનું મૃત્યુ થતાં તેને સ્મશાનમાં લઈ ગયા ત્યારે તેમના શરીરમાં અચાનક જ જીવ આવી ગયો હતો તેનો આ વીડિયો છે. આ પોસ્ટને 100 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. 14 લોકોએ પોતાના મત રજૂ કર્યા હતા. તેમજ 3 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. અન્ય લોકો દ્વારા પણ આ પોસ્ટને ફેસબુક તેમજ અન્ય સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.

screenshot-www.facebook.com-2020.09.02-18_02_22.png

Facebook Post | Archive

સંશોધન

પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર એક માણસનું મૃત્યુ થતાં તેને સ્મશાનમાં લઈ ગયા ત્યારે તેમના શરીરમાં અચાનક જ જીવ આવી ગયો હતો તેનો આ વીડિયો છે છે કે કેમ? એ જાણવા માટે અમે સૌપ્રથમ અમે ગુગલનો સહારો લઈ જુદા જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને 13 ઓગષ્ટ, 2020 ના રોજ HARYANA 24 UPDATE દ્વારા  યુટ્યુબ પર પ્રસારિત કરાવમાં આવેલો આજ વીડિયો પ્રાપ્ત થયો હતો. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, રાજસ્થાનના ભીલવાડા જિલ્લાના મહેન્દ્રગઢ ગામમાં ‘સ્વચ્છ ભારત મિશન’ ને પ્રોત્સાહન આપવા માટે ગ્રામીણ ક્ષેત્રોમાં કોઈ પણ વ્યક્તિના નિધન પર મહિલાઓ દ્વારા ખુલ્લામાં સ્નાન કરવાની પરંપરા પર એક એડ એટલે કે જાહેરાતનું શૂટિંગ કરવામાં આવ્યું હતું. જે વીડિયોને શૂટિંગ સમયે કોઈ અસામાજિક તત્વ દ્વારા મોબાઈલ શૂટ કરીને ખોટી માહિતી સાથે સોસિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

Archive

અમારી વધુ તપાસમાં અમને દૈનિક ભાસ્કર દ્વારા પણ તેની વેબસાઈટ પર આજ સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જે તમે નીચે જોઈ શકો છો. 

screenshot-www.bhaskar.com-2020.09.02-19_03_42.png

Archive

ઉપરોક્ત સમાચાર પરથી અમને એ જાણવા મળ્યું હતું કે, સ્વચ્છ ભારતને પ્રોત્સાહન આપવા માટે રાજસ્થાનના ભીલવાડા જિલ્લાના મહેન્દ્રગઢ ગામમાં જે જાહેરાતનું શૂટિંગ કરવામાં આવ્યું હતું. એ શૂટિંગના સિનેમેટ્રોગ્રાફર મુંબઈના દેવ પાટિલ હતા. તો અમે ફેસબુક પર એમની પ્રોફાઈલ ચેક કરી હતી. જેમાં અમને તેમના દ્વારા 13 ઓગષ્ટ, 2020 ના રોજ કરવામાં આવેલી એક પોસ્ટ પ્રાપ્ત થઈ હતી. જેમાં એક સમાચારપત્રનો ફોટો શેર કરવામાં આવ્યો હતો અને એ ફોટોમાં પણ પોસ્ટમાં મૂકવામાં આવેલા આ વીડિયોને એડ શૂટિંગ ગણાવવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.

screenshot-www.facebook.com-2020.09.02-19_20_01.png

Facebook Post | Archive

ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો એક જાહેરાતના શૂટિંગ માટે બનાવવામાં આવ્યો હતો. જેને મૃત્યુ પામ્યા બાદ સ્મશાનમાં જીવિત થયેલા માણસની માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે. લોકોને ગેરમાર્ગે દોરવા માટે ખોટી માહિતી સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહી છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો એક જાહેરાતના શૂટિંગ માટે બનાવવામાં આવ્યો હતો. જેને મૃત્યુ પામ્યા બાદ સ્મશાનમાં જીવિત થયેલા માણસની માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

છબીઓ સૌજન્ય: ગુગલ

Avatar

Title:શું ખરેખર મૃત્યુ થયા બાદ સ્મશાનમાં જીવતો થયો માણસ…? જાણો શું છે સત્ય…

Fact Check By: Vikas Vyas 

Result: False