તાજેતરમાં સોશિયલ મીડિયા પર ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં થયેલા ભારે વરસાદના ઘણા બધા ફોટો અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. આવો જ પાણીમાં ડૂબેલી કારનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં અમદાવામાં થયેલા ભારે વરસાદને કારણે પાણીમાં ગરકાવ થયેલી કારનો આ ફોટો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો હાલનો નહીં પરંતુ વર્ષ 2022 માં અમદાવાદમાં થયેલા બારે વરસાદને કારણે શ્યામલ ચાર રસ્તા પર આવેલા પોપ્યુલર પ્લાઝાના બેઝમેન્ટમાં પાણી ભરાતાં તેમાં ડૂબેલી કારનો છે. આ ફોટોને સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Manish Kolipatel India નામના ફેસબુક યુઝર દ્વારા 23 જુલાઈ, 2023 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ ફોટોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, તરતી રેસ્ટોરન્ટ પછી..under water car ની મોજ... અમદાવાદીઓ ને ભેટ.. 👍😊Congratulation 💐. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોના લખાણ સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં અમદાવામાં થયેલા ભારે વરસાદને કારણે પાણીમાં ગરકાવ થયેલી કારનો આ ફોટો છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વાયરલ ફોટોને ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને આજ ફોટો સાથેના સમાચાર outlookindia.com દ્વારા 12 જુલાઈ, 2022 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેની સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, અમદાવાદમાં થયેલા ભારે વરસાદને પગલે શહેરમાં એક જગ્યાએ શોપિંગ કોમ્પ્લેક્ષમાં પાણી ભરાઈ જતાં એક કાર પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી તેનો આ ફોટો છે.

આજ માહિતી અને ફોટો સાથેના અન્ય સમાચાર પણ અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. hindustannewshub.com | ahmedabadmirror.com

વધુ તપાસમાં અમને ગુજરાત તક અને એબીપી અસ્મિતા દ્વારા પણ આજ ફોટો સાથેના સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, અમદાવાદમાં ભારે વરસાદને કારણે શ્યામલ ચાર રસ્તા પર પોપ્યુલર પ્લાઝાના બેઝમેન્ટમાં પાણી ભરાતાં ઘણા વાહનો પાણીમાં ગરકાવ થયા હતા.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો હાલનો નહીં પરંતુ વર્ષ 2022 માં અમદાવાદમાં થયેલા બારે વરસાદને કારણે શ્યામલ ચાર રસ્તા પર આવેલા પોપ્યુલર પ્લાઝાના બેઝમેન્ટમાં પાણી ભરાતાં તેમાં ડૂબેલી કારનો છે. આ ફોટોને સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.

Avatar

Title:જાણો અમદાવામાં ભારે વરસાદના કારણે પાણીમાં ગરકાવ થયેલી કારના વાયરલ ફોટોનું શું છે સત્ય....

Written By: Vikas Vyas

Result: False