તાજેતરમાં સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી પર સહી કરનાર વાઈસ ચાન્સેલરના નામે ફોટો સાથે માહિતી વાયરલ થઈ રહી છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી પર સહી કરનાર વાઈસ ચાન્સેલર કે.એસ.શાસ્ત્રીનું વર્ષ 1981 માં નિધન થયું હતું. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે. કારણ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી પર સહી કરનાર વાઈસ ચાન્સેલર કે.એસ.શાસ્ત્રીનું વર્ષ 1981 માં નિધન થયું હોવાની માહિતી તદ્દન ખોટી છે. આ માહિતી સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહી છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Nanubhai Patel નામના ફેસબુક યુઝર દ્વારા 5 એપ્રિલ, 2023 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી પર સહી કરનાર વાઈસ ચાન્સેલર કે.એસ.શાસ્ત્રીનું વર્ષ 1981 માં નિધન થયું હતું.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે ગુગલનો સહારો લઈને સર્ચ કરતાં અમને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની સત્તાવાર વેબસાઈટ પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, પ્રોફેસર કે.એસ.શાસ્ત્રીએ 22.08.1980 થી 13.07.1981 સુધી યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર તરીકે ફરજ બજાવી હતી.

VNSGU ના વાઇસ ચાન્સેલરના પોસ્ટિંગ ચાર્ટ પર, અમને પ્રોફેસર કે.એસ.શાસ્ત્રીની એ જ તસવીર જોવા મળી જે વાયરલ પોસ્ટમાં બતાવવામાં આવી હતી.

જો કે એ પણ ધ્યાન દોરવું જોઈએ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એમએની ડિગ્રી ગુજરાત યુનિવર્સિટી દ્વારા આપવામાં આવી હતી, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) દ્વારા નહીં. વધુમાં એ પણ સાબિત થાય છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોની માહિતી મુજબ પ્રો.કે.એસ.શાસ્ત્રીનું નિધન 1981 માં થયું નહતું. આ સમયગાળા દરમિયાન તેઓએ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) માં વાઈસ ચાન્સેલર તરીકે ફરજ બજાવી હતી તેની માહિતી છે.

આમ, અમે ગુજરાત યુનિવર્સિટીની સત્તાવાર વેબસાઇટ તપાસી અને સંસ્થાના અગાઉના કુલપતિઓની યાદી મેળવી. યાદી મુજબ પ્રોફેસર કે.એસ.શાસ્ત્રીએ 1981 થી 1987 સુધી ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર તરીકે સેવા આપી હતી.

નરેન્દ્ર મોદીને 1983માં એમએની ડિગ્રી આપવામાં આવી હતી. મતલબ કે, પ્રોફેસર કે.એસ.શાસ્ત્રી જ્યારે પીએમ મોદીએ ગુજરાત યુનિવર્સિટીમાંથી એમએની ડિગ્રી મેળવી ત્યારે વાઇસ ચાન્સેલર તરીકે ફરજ બજાવતા હતા.

નરેન્દ્ર મોદીને 1983માં એમ.એ.ની ડિગ્રી એનાયત કરવામાં આવી હતી, જે દરમિયાન પ્રો. કે.એસ શાસ્ત્રી ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર તરીકે ફરજ બજાવતા હતા. તેથી, એ વાતની પુષ્ટિ કરી શકાય છે કે, શાસ્ત્રીએ તેમના કુલપતિ તરીકેના કાર્યકાળ દરમિયાન જ મોદીના ડિગ્રી પ્રમાણપત્ર પર હસ્તાક્ષર કર્યા હતા.

પ્રો. શાસ્ત્રી હાલમાં અમદાવાદની સોમ લલિત કોલેજમાં સલાહકાર સમિતિના અધ્યક્ષ છે.

ગુજરાત યુનિવર્સિટીના રેકોર્ડ મુજબ, પીએમ મોદીએ 1983માં પોલિટિકલ સાયન્સમાં એમ.એ. એક્સટર્નલ સ્ટુડન્ટ તરીકે 800 (62.3 ટકા)માંથી 499 માર્ક્સ મેળવીને ફર્સ્ટ ક્લાસ પ્રાપ્ત કર્યો હતો.

ગુજરાત યુનિવર્સિટીએ તેની સત્તાવાર વેબસાઇટ પર ગૃહમંત્રી અમિત શાહ તેમજ વડાપ્રધાન મોદીને નોંધપાત્ર ભૂતપૂર્વ વિદ્યાર્થી તરીકે માન્યતા આપી છે.

2016 માં, અમિત શાહે જાહેરમાં PM મોદીની દિલ્હી યુનિવર્સિટીમાંથી બેચલર ઓફ આર્ટસ અને ગુજરાત યુનિવર્સિટીમાંથી માસ્ટર ઓફ આર્ટસ સહિતની બંને ડિગ્રીઓ જાહેરમાં શેર કરી હતી. આ ડિગ્રીઓ સાર્વજનિક ડોમેનમાં ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી પર સહી કરનાર વાઈસ ચાન્સેલર કે.એસ.શાસ્ત્રીનું વર્ષ 1981 માં નિધન થયું હોવાની માહિતી તદ્દન ખોટી છે. આ માહિતી સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહી છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:જાણો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી પર સહી કરનાર વાઈસ ચાન્સેલરના નામે વાયરલ માહિતીનું શું છે સત્ય...

Fact Check By: Vikas Vyas

Result: False