જાણો ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને G20 ના પ્રમુખ પદેથી હટાવવામાં આવ્યા હોવાની માહિતીનું શું છે સત્ય….

Missing Context સામાજિક I Social

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભારતમાં યોજાયેલ G20 શિખર સંમેલનની માહિતી વાયરલ થઈ રહી છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને G20 શિખર સંમેલનના પ્રમુખ પદેથી હટાવવામાં આવ્યા. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, G20 શિખર સંમેલનના નિયમ મુજબ આ સંમેલન દર વર્ષે તેમાં સામેલ દેશોમાંથી જુદ-જુદા દેશોમાં યોજાય છે અને તેનું પ્રમુખ પદ પણ દર વર્ષે જુદા-જુદા દેશને સોંપવામાં આવે છે. આ માહિતી સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહી છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Patel G નામના ફેસબુક યુઝર દ્વારા 11 સપ્ટેમ્બર, 2023ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખવામાં આવ્યું છે કે, માઠા સમાચાર G20 ના પ્રમુખ પદેથી મોદીજીને હટાવી બ્રાઝિલના ડા સિલ્વાને પ્રમુખ બનાવાયા. શું કમી રહી ગઈ મોદીજીની આગતાસ્વાગતામાં? પોસ્ટમાં મૂકવામાં આવેલા લખાણ સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને G20 શિખર સંમેલનના પ્રમુખ પદેથી હટાવવામાં આવ્યા.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગુગલનો સહારો લઈને સર્ચ કરતાં અમને ક્યાંય પણ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને G20  ના પ્રમુખ પદેથી હટાવવામાં આવ્યા હોય એવી કોઈ જ માહિતી કે સમાચાર પ્રાપ્ત થયા ન હતા. 

ત્યાર બાદ અમે અમારી તપાસ આગળ વધારતાં અમને ઝી 24 કલાક દ્વારા 10 સપ્ટેમ્બર, 2023 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, વર્ષ 2024 ના G20 શિખર સંમેલન માટે PM મોદીએ બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા દા સિલ્વાને સોંપી કમાન.

આજ માહિતી સાથેના અન્ય સમાચાર પણ અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. Gujarat First | ABP Asmita | CNBC-TV18

અમારી વધુ તપાસમાં અમને G20 અંગે વિકિપીડિયામાં આપવામાં આવેલી માહિતી પરથી એ જાણવા મળ્યું હતું કે, સૌપ્રથમ G20 શિખર સંમેલનની શરુઆત વર્ષ 2008 માં અમેરિકાના વોશિંગ્ટન શહેરમાં થઈ હતી. ત્યાર બાદ વારાફરથી જુદા-જુદા દેશોમાં આ સંમેલન યોજાયું હતું. તાજેતરમાં 18 મું G20 શિખર સંમેલન ભારતના યજમાન પદે દિલ્હીમાં યોજાયું હતું. ત્યાર બાદ હવે વર્ષ 2024 માં આ સંમેલન બ્રાઝિલમાં અને વર્ષ 2025 માં દક્ષિણ આફ્રિકામાં યોજાશે.

ભારતની G20 ની સત્તાવાર વેબસાઈટ https://www.g20.org/hi/about-g20/ પર તમે સમગ્ર માહિતી જોઈ શકો છો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, G20 શિખર સંમેલનના નિયમ મુજબ આ સંમેલન દર વર્ષે તેમાં સામેલ દેશોમાંથી જુદ-જુદા દેશોમાં યોજાય છે અને તેનું પ્રમુખ પદ પણ દર વર્ષે જુદા-જુદા દેશને સોંપવામાં આવે છે. આ માહિતી સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહી છે.

Avatar

Title:જાણો ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને G20 ના પ્રમુખ પદેથી હટાવવામાં આવ્યા હોવાની માહિતીનું શું છે સત્ય….

Written By: Vikas Vyas 

Result: Missing Context

Leave a Reply