શું ખરેખર PM મોદીની સુવર્ણ પ્રતિમા સાઉદી અરેબિયાએ બનાવી છે…? જાણો શું છે સત્ય….

False આંતરરાષ્ટ્રીય I International રાજકીય I Political

પીએમ મોદીની સોનાની પ્રતિમા સાઉદી અરેબિયામાં નથી બની પરંતુ ભારતમાં રહેતા સુરતના બિઝનેસમેન બસંત બોહરાની ટીમે બનાવી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચમકતી સોનેરી રંગની પ્રતિમાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ શેર કરવામાં આવી રહ્યો છે. વીડિયોની સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પીએમ મોદીની આ સોનાની પ્રતિમા સાઉદી અરેબિયામાં લગાવવામાં આવી છે.” આ દર્શાવે છે કે મુસ્લિમ દેશોમાં પણ લોકો તેમનું કેટલું સન્માન કરે છે. 

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Poonam Mehta નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 14 સપ્ટેમ્બર 2023ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જેમાં કેપ્શનમાં લખવામાં આવ્યુ હતુ કે, “*लोगो की मोम से मुर्तिया बनती है लेकिन सउदी अरब मुस्लिम देश में मोदी की सोने की मूर्ति बनाकर लगवा दीऔर यहां के देशद्रोही लोगों को मिर्ची लग रही है।*”  આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પીએમ મોદીની આ સોનાની પ્રતિમા સાઉદી અરેબિયામાં લગાવવામાં આવી છે.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ તપાસની શરૂઆતમાં, જ્યારે અમે વાયરલ વીડિયોને ધ્યાનથી જોયો તો અમને એક જગ્યાએ ‘વેલી બેલી’ લખેલું જોવા મળ્યું. અમે વેલી બેલી લખીને ગૂગલ પર સર્ચ કર્યું.

પરિણામે, અમને 20 જાન્યુઆરી 2023 ના રોજ ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ની વેબસાઇટ પર પ્રકાશિત અહેવાલ મળ્યો.

રિપોર્ટ અનુસાર, સુરતના એક જ્વેલરે PM નરેન્દ્ર મોદીની 156 ગ્રામ વજનની સોનાની પ્રતિમા બનાવી છે. આના નિર્માતા સુરતના વેપારી બસંત બોહરા છે.

જે છેલ્લા 20 વર્ષથી ‘વેલી બેલી’ બ્રાન્ડની ‘રાધિકા ચેઈન્સ’ નામની કંપની ચલાવે છે. મૂર્તિની લંબાઈ 4.5 ઈંચ અને પહોળાઈ 3 ઈંચ છે અને તે 18 કેરેટ સોનાની બનેલી છે. 

વધુ તપાસમાં, અમને 21 જાન્યુઆરી 2023 ના રોજ ‘ABP ન્યૂઝ’ પર પ્રકાશિત એક અહેવાલ મળ્યો. આ મુજબ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની જંગી જીતની ઉજવણી કરવા માટે બસંત બોહરાએ આ પ્રતિમા બનાવી હતી. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે લગભગ બે ડઝન લોકોની ટીમને પીએમની પ્રતિમા બનાવવામાં ત્રણ મહિનાનો સમય લાગ્યો હતો. 

21 જાન્યુઆરી, 2023 ના રોજ ANI ન્યૂઝમાં પ્રકાશિત થયેલા સમાચાર મુજબ, ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની શાનદાર જીતની ઉજવણી કરવા માટે, સુરત શહેરમાં એક જ્વેલરી મેન્યુફેક્ચરિંગ કંપનીએ સોનાની પ્રતિમા બનાવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપે 182માંથી 156 બેઠકો જીતી હોવાથી મૂર્તિનું વજન 156 ગ્રામ રાખવામાં આવ્યું હતું.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પીએમ મોદીની આ સોનાની પ્રતિમા સાઉદી અરેબિયામાં લગાવવામાં આવી નથી. આ પ્રતિમા હાલમાં સાઉદી અરેબિયામાં નહીં પણ ગુજરાતના સુરતમાં છે. સુરતના વેપારી બસંત બોહરાની ટીમ દ્વારા બનાવવામાં આવી છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:શું ખરેખર PM મોદીની સુવર્ણ પ્રતિમા સાઉદી અરેબિયાએ બનાવી છે…? જાણો શું છે સત્ય….

Written By: Frany Karia 

Result: False

Leave a Reply