શું ખરેખર વડોદરામાં સાયકલ સવારને મેમો આપવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

False સામાજિક I Social

Abdul Hamid Notiyar નામના ફેસબુક યુઝર દ્વારા 18 સપ્ટેમ્બર,2019   ના રોજ એક વીડિયો પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, વડોદરામાં સાયકલ સવારને ટ્રાફિક પોલીસ દ્વારા મેમો આપવામાં આવ્યો. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, વડોદરા શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા એક સાયકલ સવારને મેમો આપવામાં આવ્યો છે. આ પોસ્ટને 18 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. તેમજ 10 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહેલી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી.

screenshot-www.facebook.com-2019.09.18-13_14_37.png

Facebook Post | Archive | Post Archive

સંશોધન

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવા પ્રમાણે વડોદરા શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા સાયકલ સવારને મેમો આપવામાં આવ્યો હોય તો તે એક મોટા સમાચાર બન્યા હોય અને કોઈને કોઈ મીડિયા હાઉસ દ્વારા એને પ્રસારિત કરવામાં આવ્યા જ હોય. એટલા માટે સૌપ્રથમ અમે ગુગલનો સહારો લઈ સાયકલ સવારને મેમો સર્ચ કરતાં અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

screenshot-www.google.com-2019.09.18-13_27_39.png

Archive

ઉપરના પરિણામોમાં ઘણા બધા મીડિયા હાઉસ દ્વારા આ સમાચારને પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં પોસ્ટમાં મૂકવામાં આવેલો ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા 15 માર્ચ, 2019 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા સમાચાર અમને પ્રાપ્ત થયા હતા. આ સમાચારને અમે ધ્યાનથી જોતાં અમને એ માલૂમ પડ્યું હતું કે, સમાચારમાં પણ એવી જ માહિતી આપવામાં આવી છે કે, સાયકલ સવારને કયા ગુના હેઠળ ટ્રાફિક પોલીસ દ્વારા મેમો આપવામાં આવ્યો એ હજુ જાણવા મળ્યું નથી. આ સંપૂર્ણ સમાચાર તમે નીચે જોઈ શકો છો.

Archive

અમારી વધુ તપાસમાં અમને Spark Today News દ્વારા 16 માર્ચ, 2019 ના રોજ પોસ્ટમાં મૂકવામાં આવેલા વાયરલ વીડિયોનો ખુલાસો કરતો એક વીડિયો પ્રાપ્ત થયો હતો. જેમાં વડોદરા શહેરના ટ્રાફિક એસીપી અમિતા વાનાનીને આ સમગ્ર ઘટના અંગે પૂછતાં તેઓએ જણાવ્યું હતું કે, “વડોદરા શહેરના ચકલી સર્કલ પર બનેલી આ ઘટના છે. જેમાં ફરજ પરના હેડ કોન્સ્ટેબલ ઈકબાલભાઈ યાકુબભાઈ દ્વારા એક ટેમ્પો ચાલક રમેશભાઈ વાદી જે ગોરવાના રહેવાસી છે તેઓને રોંગ સાઈડ પર ગાડી હંકારવા બદલ મેમો આપવામાં આવ્યો હતો. પરંતુ ટેમ્પો ચાલક પાસે પૈસા ન હોવાથી તે પોતાનો ટેમ્પો સાઈડમાં મૂકીને ઘરે પૈસા લેવા ગયો હતો. ત્યાર બાદ તે ઘરેથી સાયકલ લઈને આવીને દંડની રકમની ચૂકવણી કરે છે અને ટ્રાફિક હેડ કોન્સ્ટેબલ દ્વારા તેને સ્થળ પર જ હાથમાં મેમો આપવામાં આવે છે. આ સમગ્ર ઘટના કોઈએ વીડિયો રેકોર્ડ કરીને સોશિયલ મીડિયા પર વાયરલ કરી હતી. ખરેખર આ ઘટનામાં સાયકલ ચાલકને મેમો આપ્યાની માહિતી તદ્દન ખોટી છે.” આ સંપૂર્ણ સમાચાર તમે નીચે જોઈ શકો છો.

Archive

અમારી વધુ તપાસમાં આ ઘટના અંગે ખુલાસો કરતી એક પ્રેસનોટ પણ પ્રસારિત કરવામાં આવી હતી. જે અમને પ્રાપ્ત થઈ હતી. તેમાં પણ મેમો સાયકલ સવારને આપવામાં આવ્યો હોવાની માહિતીને ખોટી રીતે વાયરલ કરવામાં આવી રહી છે એવું સ્પષ્ટ લખવામાં આવ્યું છે. ટ્રાફિક હેડ કોન્સ્ટેબલ દ્વારા મેમો સાયકલ સવારને નહીં પરંતુ ટેમ્પો ચલકને આપવામાં આવ્યો હોવાની સ્પષ્ટતા તમે નીચે પ્રેસનોટમાં જોઈ શકો છો.

54203893_155080755496425_4077495870394728448_n.jpg

ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ વડોદરા શહેરના ટ્રાફિક પોલીસ દ્વારા સાયકલ સવારને મેમો આપવામાં આવ્યો હોવાની માહિતી ખોટી છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા સાયકલ સવારને મેમો આપવામાં આવ્યો હોવાની માહિતી ખોટી છે. ટેમ્પો ચાલક પાસે પૈસા ન હોવાથી તે ઘરેથી સાયકલ લઈને પૈસાની ચૂકવણી કરવા આવ્યો હતો.

છબીઓ સૌજન્ય :ગુગલ

Avatar

Title:શું ખરેખર વડોદરામાં સાયકલ સવારને મેમો આપવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

Fact Check By: Vikas Vyas 

Result: False