Fake News: ડચના પીએમનો જુનો વીડિયો ખોટા દાવા સાથે વાયરલ. જાણો શું છે સત્ય….
આ વીડિયો હાલનો નહીં પરંતુ આજથી પાંચ વર્ષ પહેલાનો છે. વર્ષ 2018માં આ ઘટના બની હતી, આ ઘટના દિલ્હીમાં જી-20 સમિટમાં બની ન હતી. ખોટા દાવા સાથે એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
નવી દિલ્હીમાં તાજેતરમાં યોજાયેલી G-20 સમિટમાં માનનીય રાજ્યોના વડાઓ અને પ્રધાનમંત્રીએ હાજરી આપી હતી. આ પૃષ્ઠભૂમિમાં, સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં નેધરલેન્ડના વડાપ્રધાન તેમના હાથમાંથી કોફી છૂટી ગયા પછી પોતે ફ્લોર સાફ કરતા જોવા મળે છે.
આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “નેધરલેન્ડના પીએમનો આ વીડિયો આ નવી દિલ્હીમાં G-20 સમિટનો છે.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
કંઈક નવું જાણીએ નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 11 સપ્ટેમ્બર 2023ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “નેધરલેન્ડના પીએમનો આ વીડિયો આ નવી દિલ્હીમાં G-20 સમિટનો છે.”
Facebook | Fb post Archive | Fb video archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ કીવર્ડ સર્ચ કરતાં જાણવા મળ્યું કે આ વીડિયો પાંચ વર્ષ પહેલાનો છે.
યુરોન્યૂઝ વેબસાઇટ અનુસાર, 5 જૂન, 2018 ના રોજ, ડચ વડાપ્રધાન માર્ક રૂટ્ટે સંસદમાં ચાલી રહ્યા હતા ત્યારે તેમના હાથમાંથી કોફીનો કપ પડી ગયો. આ પછી, વડાપ્રધાન રૂટ્ટેએ જાતે મોપ (સફાઈનો કૂડો) લીધો અને સ્થળની સફાઈ કરી.
વડાપ્રધાન રૂટેએ ડચ સંસદના સફાઈ કર્મચારીઓની પણ પ્રશંસા કરી હતી.
આ વીડિયો યુરોન્યૂઝની યુટ્યુબ ચેનલ પર પણ ઉપલબ્ધ છે.
G20 સમિટ
9 સપ્ટેમ્બરના રોજ નવી દિલ્હીમાં G20 સમિટ માટે ભારત મંડપમ ખાતે આગમન સમયે વડાપ્રધાન મોદી દ્વારા ડચ વડાપ્રધાન માર્ક રૂટેનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, ડચ વડાપ્રધાનનો કોફી પીધા પછી ફ્લોર સાફ કરતા હોવાનો આ વીડિયો પાંચ વર્ષ પહેલાનો છે. આ ઘટના દિલ્હીમાં જી-20 સમિટમાં બની ન હતી. ખોટા દાવા સાથે એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)
Title:Fake News: ડચના પીએમનો જુનો વીડિયો ખોટા દાવા સાથે વાયરલ. જાણો શું છે સત્ય....
Written By: Frany KariaResult: False