શું ખરેખર ગુજરાતમાં 31 ડિસેમ્બર 2020ના રાત્રી કર્ફ્યુ લગાવવામાં આવ્યુ છે...? જાણો શું છે સત્ય....
હાલ સોશિયલ મિડિયામાં એક ન્યુઝ પેપરનું કટિંગ વાયરલ થઈ રહ્યુ છે. જેમાં 31 ડિસેમ્બરની ઉજવણીને લઈ ઘણી માહિતીઓ આપવામાં આવી છે. જેમાં જણવવામાં આવ્યુ છે કે, “31 ડિસેમ્બરના રાત્રીના 8 થી સવારના 6 વાગ્યા સુધી સમગ્ર ગુજરાત રાજ્યમાં કર્ફ્યુ લગાવવામાં આવ્યુ છે.”
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, 31 ડિસેમ્બર 2020ના ગુજરાતમાં રાત્રી કર્ફ્યુ લગાવવામાં આવ્યુ હોવાની વાત તદ્દન ખોટી છે. ગૃહવિભાગ દ્વારા આ પ્રકારે કોઈ આદેશ નથી આપવામાં આવ્યા.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Tribhovan Kamliya નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 26 ડિસેમ્બર 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “31 ડિસેમ્બરના રાત્રીના 8 થી સવારના 6 વાગ્યા સુધી સમગ્ર ગુજરાત રાજ્યમાં કર્ફ્યુ લગાવવામાં આવ્યુ છે.”
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગૂગલ પર આ અંગે સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. જેમાં અમને સંદેશ ન્યુઝ ચેનલનો અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “કોરોનાના સંક્રમણને લઈ રાજસ્થાન સરકાર દ્વારા 31 ડિસેમ્બર 2020ના રાત્રીના 8 થી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યુ લગાડવામાં આવ્યુ છે.” જે તમે નીચે જોઈ શકો છો.
ભાસ્કર ન્યુઝ દ્વારા પણ આ અંગેના સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હતા.
જો કે, ગુજરાતમાં આ પ્રકારે તમામ શહેરોમાં કર્ફ્યુ લગાવવામાં આવશે તે પ્રકારના કોઈ સમાચાર અમને પ્રાપ્ત થયા ન હતા. ત્યાર બાદ અમે અમારી પડતાલને મજબૂત કરવા ગુજરાત રાજ્યના ગૃહ પ્રધાન પ્રદિપસિંહ જાડેજાનો સંપર્ક કર્યો હતો. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “ગુજરાતમાં આ પ્રકારે કોઈ કર્ફ્યુ અંગેની જાહેરાત કરવામાં નથી આવી. ગુજરાતમાં સુરત, અમદાવાદ, રાજકોટ, વડોદરામાં જ રાત્રી કર્ફ્ય્ અમલી રહેશે, અન્ય શહેરોમાં કર્ફ્યુ નથી લગાવવામાં આવ્યુ પરંતુ ઉજવણી પણ કરી શકાશે નહિં.”
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, 31 ડિસેમ્બર 2020ના ગુજરાતમાં રાત્રી કર્ફ્યુ લગાવવામાં આવ્યુ હોવાની વાત તદ્દન ખોટી છે. ગૃહવિભાગ દ્વારા આ પ્રકારે કોઈ આદેશ નથી આપવામાં આવ્યા.
Title:શું ખરેખર ગુજરાતમાં 31 ડિસેમ્બર 2020ના રાત્રી કર્ફ્યુ લગાવવામાં આવ્યુ છે...?
Fact Check By: Yogesh KariaResult: False