શું ખરેખર પંજાબમાં ખેડૂતો દ્વારા JIOના ટાવરને આગ લગાડી દેવામાં આવી તેનો વિડિયો છે…? જાણો શું છે સત્ય….

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક ટાવરમાં આગ લાગેલી જોવા મળે છે. 30 સેકેન્ડના આ વિડિયોમાં ટાવરને આગ લાગેલી જોવા મળે છે. આ પોસ્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો પંજાબમાં જીઓ દ્વારા ટાવરને આગ લગાડવામાં આવી તેનો છે.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, આ વિડિયો હાલનો નહિં પરંતુ વર્ષ 2017નો દહેરાદૂનના અંકિત પૂરમ વિસ્તારમાં ઘરની ઉપર લગાવેલા મોબાઈલ ટાવરમાં લાગેલી આગનો વિડિયો છે. હાલમાં પંજાબમાં ખેડૂતો દ્વારા આગ લગાવવામાં આવી હોવાની વાત તદ્દન ખોટી છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Bhikhabhai choudhary નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 28 ડિસેમ્બર 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો પંજાબમાં જીઓ દ્વારા ટાવરને આગ લગાડવામાં આવી તેનો છે.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ તમે વિડિયોને ધ્યાનથી જોશો તો તમને ખ્યાલ આવશે કે આ ટિકટોક વિડિયો છે. જ્યારે ભારતમાં ટિકટોક છેલ્લા ઘણા મહિનાઓથી બેન્ડ કરી દેવામાં આવ્યુ છે.

ત્યારે આ વિડિયો હાલનો હોવાની વાત સંદેહ ઉભો કરી રહ્યો છે. તેમજ અમે અમારી પડતાલને આગળ વધારી હતી અને પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને Boopathi View નામની યુટ્યુબ ચેનલ પર આ વિડિયો પ્રાપ્ત થયો હતો. આ વિડિયો 20 સપ્ટેમ્બર 2017ના અપલોડ કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો. 

ARCHIVE

તેમજ અમે અમારી પડતાલને આગળ વધારી હતી. અને આ વિડિયોને ધ્યાનથી સાંભળતા અમને જાણવા મળ્યુ હતુ કે, આ ઘટના દેહરાદૂનના અંકિત પુરમની હોવાની જાણવા મળે છે. ત્યારબાદ અમે આ ક્લુના આધારે ગૂગલ પર સર્ચ કરતા અમને અમર ઉજાલાનો 27 જૂન 2017નો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં આ વિડિયોના ફોટો ગ્રાફ શેર કરવામાં આવ્યા હતા. જે તમે નીચે જોઈ શકો છો. 

Amar ujala | Archive

તેમજ ન્યુઝ 18 હિન્દી દ્વારા પણ આ અંગે અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો અને તેમાં પણ વિડિયો શેર કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.

News18

ARCHIVE

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, આ વિડિયો હાલનો નહિં પરંતુ વર્ષ 2017નો દહેરાદૂનના અંકિત પૂરમ વિસ્તારમાં ઘરની ઉપર લગાવેલા મોબાઈલ ટાવરમાં લાગેલી આગનો વિડિયો છે. હાલમાં પંજાબમાં ખેડૂતો દ્વારા આગ લગાવવામાં આવી હોવાની વાત તદ્દન ખોટી છે.

Avatar

Title:શું ખરેખર પંજાબમાં ખેડૂતો દ્વારા JIOના ટાવરને આગ લગાડી દેવામાં આવી તેનો વિડિયો છે…?

Fact Check By: Yogesh Karia 

Result: False