નરેન્દ્ર મોદીની સાથે ઉભેલા RSS ના નેતા લક્ષ્મણરાવ ઈમાનદારનો ફોટો અન્ના હજારેના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

False રાજકીય I Political

તાજેતરમાં સોશિયલ મીડિયા પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો એક જૂનો ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોમાં નરેન્દ્ર મોદીની સાથે જે વ્યક્તિ દેખાય છે એ અન્ના હજારે છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે ઉભેલા વ્યક્તિ અન્ના હજારે નહીં પરંતુ લક્ષ્મણરાવ ઈમાનદાર છે. લોકોને ગેરમાર્ગે દોરવા માટે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Vashrambhai Sagthiya નામના ફેસબુક યુઝર દ્વારા 24 ડિસેમ્બર, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોમાં નરેન્દ્ર મોદીની સાથે જે વ્યક્તિ દેખાય છે એ અન્ના હજારે છે.

screenshot-www.facebook.com-2020.12.29-21_49_42.png

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોને ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને ઈન્ડિયા ટુડે દ્વારા 19 મે, 2014 ના રોજ પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ ફોટો સાથેના એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, નરેન્દ્ર મોદી સાથે જે વ્યક્તિ ઉભા છે એ RSS ના નેતા લક્ષ્મણરાવ ઈમાનદાર છે. 

screenshot-www.indiatoday.in-2020.12.29-22_08_24.png

Archive

આજ ફોટો અને માહિતી સાથેના અન્ય સમાચાર પણ અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. economictimes.indiatimes.com | lokmat.com

અમારી વધુ તપાસમાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ ફોટો બીબીસી હિન્દી દ્વારા 16 મે, 2014 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.

screenshot-www.bbc.com-2020.12.29-22_15_06.png

Archive

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં ફોટોમાં નરેન્દ્ર મોદીની સાથે અન્ના હજારે નહીં પરંતુ RSS ના નેતા લક્ષ્મણરાવ ઇમાનદાર છે.

Avatar

Title:નરેન્દ્ર મોદીની સાથે ઉભેલા RSS ના નેતા લક્ષ્મણરાવ ઈમાનદારનો ફોટો અન્ના હજારેના નામે વાયરલ…

Fact Check By: Vikas Vyas 

Result: False