શું ખરેખર મુસલમાનો દ્વારા રસ્તા પર નમાજ અદા કરવાથી નારાજ યુવકે રસ્તા વચ્ચે કર્યું દારુનું સેવન…? જાણો સત્ય…

False રાષ્ટ્રીય I National સામાજિક I Social


Nick Prajapati  ‎નામના ફેસબુક યુઝર દ્વારા 12 જૂન, 2019ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, मुसलमानो के सड़क पे नमाज़ पढ़ने से नाराज़ युवक खुद भी सड़क पे जलपान करते हुए। 
अभिव्यक्ति की आजादी ?? ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 424 લોકોએ લાઈક કરી હતી. 57 લોકોએ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. તેમજ 177 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી.

screenshot-www.facebook.com-2019.07.24-18-28-20.png

Facebook Post | Archive | Photo Archive | Video Archive

સંશોધન

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ જો ખરેખર મુસલમાનોના રસ્તા પર  નમાજ અદા કરવાથી નારાજ થઈને યુવક દ્વારા આ પ્રકારે રસ્તા વચ્ચે જ દારૂનું સેવન કરવાનું આવ્યું હોય તો તે એક મોટા સમાચાર બન્યા હોત અને કોઈને કોઈ મીડિયા માધ્યમ દ્વારા તેને પ્રસારિત કરવામાં પણ આવ્યા હોત એટલા માટે સૌપ્રથમ અમે ગુગલનો સહારો લઈ मुसलमानो के सड़क पे नमाज़ पढ़ने से नाराज़ युवकने बीच सडप पे किया मदीरापान સર્ચ કરતાં અમને નીચેના પરિણામો પ્રાપ્ત થયા હતા.

screenshot-www.google.com-2019.07.24-18-59-53.png

Archive

ઉપરોક્ત પરિણામોમાં અમને ક્યાંય પણ પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબની કોઈ જ માહિતી પ્રાપ્ત થઈ ન હતી. તેથી અમે અમારી આગળની તપાસમાં યુટ્યુબનો સહારો લઈ લઈ मुसलमानो के सड़क पे नमाज़ पढ़ने से नाराज़ युवकने बीच सडप पे किया मदीरापान સર્ચ કરતાં અમને નીચેના પરિણામો પ્રાપ્ત થયા હતા.

screenshot-www.youtube.com-2019.07.24-19-04-58.png

Archive

ઉપરોક્ત પરિણામોમાં પણ અમને ક્યાંય પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબની કોઈ જ માહિતી પ્રાપ્ત થઈ ન હતી. તેથી અમે અમારી તપાસ આગળ વધારી હતી. આ તપાસમાં અમને Dastak India દ્વારા 18 નવેમ્બર, 2017 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા સમાચારનો એક વીડિયો પ્રાપ્ત થયો હતો. આ વીડિયોને ધ્યાનથી જોતાં અમને એ માલૂમ પડ્યું હતું કે, ઉત્તરપ્રદેશના ગોરખપુરમાં એક યુવક દારુના નશામાં રસ્તા વચ્ચે દારુની બોટલ સાથે દારુ પીવા બેસી ગયો હતો જેનો વીડિયો લોકો દ્વારા બનાવવામાં આવ્યો હતો અને ત્યાર બાદ રસ્તા પર વધુ ટ્રાફિક થતાં લોકો દ્વારા આ ઘટનાની જાણ નજીકના પોલીસ સ્ટેશનને કરવામાં આવતાં પોલીસ દ્વારા યુવકની ધરપકડ પણ કરવામાં આવી હતી. પરંતુ આ સમાચારામાં ક્યાંય પણ એવી માહિતી આપવામાં આવી ન હતી કે, મુસલમાનો દ્વારા રસ્તા પર નમાજ અદા કરવાથી નારાજ થઈને તેણે આ પ્રકારનું કૃત્ય કર્યું હતું. આ સંપૂર્ણ સમાચાર તમે નીચે જોઈ શકો છો.

Archive

આ જ સમાચાર અમને NYOOOZ UP- Uttarakhand l उत्तर प्रदेश- उत्तराखंड દ્વારા પણ 16 નવેમ્બર, 2017 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાનો વધુ એક વીડિયો પ્રાપ્ત થયો હતો. જેમાં પણ પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબની કોઈ જ માહિતી પ્રાપ્ત થઈ ન હતી. આ સંપૂર્ણ વીડિયો તમે નીચે જોઈ શકો છો.

Archive

ઉપરોક્ત સંશોધનમાં અમને ક્યાંય પણ પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબની કોઈ જ માહિતી પ્રાપ્ત ન થતાં અમે ગોરખપુર પોલીસના ટ્વિટર એકાઉન્ટ પર પણ પોસ્ટમાં દર્શાવેલી માહિતીને શોધવાની કોશિશ કરી હતી. પરંતુ ત્યાં પણ અમને પોસ્ટના દાવા મુજબની કોઈ જ માહિતી પ્રાપ્ત થઈ ન હતી. ત્યાર બાદ અમારી તપાસને વધુ મજબૂત બનાવવા માટે અમે ગોરખપુર પોલીસ સ્ટેશનનો સંપર્ક કરતાં ફરજ પરના અધિકારીએ આ બાબત અંગે નામ ન આપવાની શરતે અમને જણાવ્યું હતું કે, નવેમ્બર 2017 માં આ પ્રકારનો બનાવ ગોરખપુરમાં બન્યો હતો અને યુવકને પોલીસ દ્વારા ગિરફ્તાર પણ કરવામાં આવ્યો હતો. પરંતુ આ યુવક મુસલમાનો દ્વારા રસ્તા પર નમાજ અદા કરવાથી નારાજ હોવાને કારણે રસ્તા પર દારુ પીતો હતો એ માહિતીથી અમે પણ અજાણ છીએ.

આમ, ઉપરના તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોમાં યુવકે મુસલમાનો દ્વારા રસ્તા પર નમાજ અદા કરવાના વિરોધમાં આ કૃત્ય કર્યું હોય એવું ક્યાંય સાબિત થતું નથી. 

પરિણામ 

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ વીડિયોમાં દેખાતા યુવકે મુસલમાનો દ્વારા રસ્તા પર નમાજ અદા કરવાના વિરોધમાં આ કૃત્ય કર્યું હોય એવું ક્યાંય સાબિત થતું નથી.

છબીઓ સૌજન્ય : ગુગલ

Avatar

Title:શું ખરેખર મુસલમાનો દ્વારા રસ્તા પર નમાજ અદા કરવાથી નારાજ યુવકે રસ્તા વચ્ચે કર્યું દારુનું સેવન…? જાણો સત્ય…

Fact Check By: Vikas Vyas 

Result: False