શું ખરેખર દુબઈમાં મસ્જિદમાં મુસ્લિમ મહિલાઓએ રામ ભજન ગાયા..? જાણો શું છે સત્ય…..

False આંતરરાષ્ટ્રીય I International સામાજિક I Social

Chirag sinh Parmar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 17 જૂન 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. दुबई में मुस्लिम ओरतो ने नई पहल करते हुए मस्ज़िद में राम भजन प्रस्तुत किया और उनके शेख पतियों ने ताली बजाकर ताल पर उनका साथ दिया…….!!! हिन्दुस्तान में होता तो फतवे जारी कर दिए होते अभी तक…….!!! जय श्री राम શીર્ષક હેઠળ શેર કરવમાં આવેલી પોસ્ટ પર 1200 લોકોએ તેમના પ્રતિભાવ આપ્યા હતા, 205 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 2600 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, દુબઈમાં મુસ્લિમ મહિલાઓ દ્વારા મસ્જિદમાં રામધૂન ગાવામાં આવી. 

FB MAIN PAGE FOR ARCHIVE.png

FACEBOOK | PHOTO ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌ-પ્રથમ ઉપરોક્ત વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને નીચે મુજબના પરિણામ પ્રાપ્ત થયા હતા. 

image1.jpg

ઉપરોક્ત પરિણામો પરથી અમને ‘Radiosai’ નામની વેબસાઈટ મળી હતી, આ વેબસાઈટ પુત્તાપર્થી માં આવેલા સત્યસાઈં બાબાના આશ્રમની આફિશીયલ વેબસાઈટ છે. આ વેબસાઈટમાં 18 જૂલાઈ 2012ના અપલોડ કરવામાં આવેલો એક વિડિયો અમને પ્રાપ્ત થયો હતો. જેમાં શીર્ષકમાં ‘સર્વ ધર્મ સ્વરૂપી સાંઈ અરેબિયન ક્વાયર, જૂલાઈ 10 2012’ લખવામાં આવ્યુ હતુ. 

image3.jpg

RADIOSAI | ARCHIVE

જયારે અમે આ વિડિયોને ધ્યાનથી જોયો ત્યારે અમને પોસ્ટમાં શેર કરવામાં આવેલા વિડિયો સાથે હુબહૂ મળતો હતો. જેમાં આ મુસ્લિમ મહિલાઓ ભજન ગાતી જોવા મળી હતી..  

આ વિડિયોની નીચે લખવામાં આવ્યુ હતુ કે, “A “Prashanthi” pilgrimage by the Region 94 of the Sai Organisation comprising the countries from Middle East and Gulf has enveloped Prasanthi Nilayam with Islamic Fervor. Devotees from Bahrain, Iran, Kuwait, Oman, Qatar, Saudi Arabia, Syria, Turkey and United Arab Emirates, provided an Arabic flavour in Prasanthi Nilayam” 

ગુજરાતીમાં ભાષાંતર : મધ્ય પૂર્વ અને ખાડીના દેશોમાં જોડાયેલા સાંઈ સંગઠનના ક્ષેત્ર 94 દ્વારા એક ‘પ્રશાંતિ’ તીર્થયાત્રાને પ્રશાંતિ નિલયમના ઈસ્લામી ઉત્સાહ સાથે કવર કરવામાં આવ્યો હતો. બહરીન, ઈરાન, કુવૈત, ઓમાન, કતર, સઉદી અરબ, સીરિયા, તુર્કી અને સંયુક્ત અરબ અમીરાતના ભક્તો દ્વારા પ્રશાંતિ નિલયમમાં એક અરબી સ્વાદ પ્રદાન કરવામાં આવ્યુ હતું. 

ઉપરોક્ત સંશોધનથી સ્પષ્ટ થતુ હતુ કે, આ વિડિયો પ્રશાંતિ નિલયમમાં અમીરાત ભક્તોં દ્વારા કરવામાં આવેલા ઈસ્લામિક ઉત્સાહના છે. પ્રશાંતિ નિલયમ – શ્રી સત્ય સાંઈ બાબાનું મુખ્ય આશ્રમ છે. જે આંધ્ર પ્રદેશના અનંતપુર જિલ્લા આવેલા પુત્તાપર્થી ગામમાં છે.

અમે બંને વિડિયોની તુલના કરી તો અમને જાણવા મળ્યુ હતુ કે, 43.56 થી 48.10 સુધી ઉપરોક્ત પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયો સાથે હુબહૂ મળતો આવે છે. જેને તમે નીચે જોઈ શકો છો.

પરિણામ

આમ, ઉપરોક્ત પોસ્ટ અમારી પડતાલમાં ખોટી સાબિત થાય છે. કારણ કે, દુબઈમાં મહિલાઓ દ્વારા મસ્જિદમાં ભજન ગાવામાં આવ્યા તે વાત ખોટી છે. 

Avatar

Title:શું ખરેખર દુબઈમાં મસ્જિદમાં મુસ્લિમ મહિલાઓએ રામ ભજન ગાયા..? જાણો શું છે સત્ય…..

Fact Check By: Yogesh Karia 

Result: False