શું ખરેખર વિડિયોમાં કિંગ ઓફ બહેરિન અને તેમનો બોડિગાર્ડ રોબોટ છે...? જાણો શું છે સત્ય....
સોશિયલ મિડિયા પર એક વિડિયો શેર કરવામાં આવી રહ્યો છે વિડિયોમાં એક વ્યક્તિ એક વિશાળ રોબોટની આગળ ચાલતો જોઈ શકે છે, ત્યારબાદ અન્ય લોકો પણ રોબોટની ફોટો અને વિડિયો કેપ્ચર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, “બહેરીનના રાજા તેના રોબોટ બોડીગાર્ડ સાથે દુબઈ પહોંચ્યા છે. જે રોબોટમાં 360 કેમેરા અને ઇનબિલ્ડ પિસ્તોલ લગાવવામાં આવી છે.”
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો બહેરીનના રાજા અને તેના બોડીગાર્ડ રોબોટનો નહીં પરંતુ ટાઈટન બ્રિટિશ રોબોટિક્સ કંપની દ્વારા વિકસાવવામાં આવેલા રોબોટનો આ વીડિયો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Girish Sanghvi નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 10 જૂલાઈ 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “બહેરીનના રાજા તેના રોબોટ બોડીગાર્ડ સાથે દુબઈ પહોંચ્યા છે. જે રોબોટમાં 360 કેમેરા અને ઇનબિલ્ડ પિસ્તોલ લગાવવામાં આવી છે.”
Facebook | Fb post Archive | Fb video archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનું ધ્યાનથી નિરિક્ષણ કરતા અમને રોબોટ પર ‘ETIMAD’ એવું લખેલું જોવા મળ્યું હતું. તેમજ રોબોટ પર દેખાઈ રહેલો ધ્વજ યુએઈનો હોવાનું માલૂમ પડ્યું હતું. ત્યારબાદ અમે ગૂગલ પર જુદા-જુદા કીવર્ડ સાથે સર્ચ કરતાં અમને આ વિડિયોને સમાન વિડિયો યુટ્યુબ પર વર્ષ 2019માં જુદા-જુદા લખાણ સાથે અપલોડ કરવામાં આવ્યો હોવાની જાણવા મળ્યુ હતુ.
ત્યારબાદ અમે અમારી પડતાલને આગળ વધારી હતી અને વધુ સર્ચ કરતા અમને આ જ વિડિયો ખલીજ ટાઇમ્સના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર પ્રાપ્ત થયો હતો. જેમાં આ વીડિયો દુબઈમાં યોજાયેલા ડિફેન્સ શો દરમિયાન કરવામાં આવેલા સંરક્ષણ પ્રદર્શનનો છે. આ રોબોટ વિશેની જાણકારી વિકિપીડિયા પર પણ ઉપલબ્ધ છે.
તેમજ 19 ફેબ્રુઆરી 2019ના પ્રકાશિત ખલીજ ટાઇમ્સના એક અહેવાલ મુજબ, દુબઇમાં આંતરરાષ્ટ્રીય સંરક્ષણ પ્રદર્શન (idex) ના મુલાકાતીઓ રોબોટ ગ્રીટર દ્વારા ખુશ થયા છે, ટાઇટન, જે દરેક કલાકે તેમને શુભેચ્છા આપવા અને પ્રદેશના સૌથી મોટા સંરક્ષણ પ્રદર્શનમાં તેમનું સ્વાગત કરવા માટે બહાર આવે છે. ટાઇટન, એક પ્રખ્યાત વર્ક રાઉન્ડ રોબોટ, 8 ફૂટ ઉચુ અને જેનો વજન 60 કિલો છે. તે વિશ્વનો પ્રથમ વ્યાપારી મનોરંજન રોબોટ કલાકાર છે અને બ્રિટીશ કંપની સાયબરસ્ટેઇન દ્વારા વિકસાવવામાં આવ્યો છે. ટાઇટન રોબોટ અગાઉ અબૂધાબી એફ એક ગ્રાન્ડ પ્રિક્સ અને 2018માં અબુધાબીમાં આંતરરાષ્ટ્રીય પ્રદર્શન માટે રાષ્ટ્રીય સુરક્ષા અને સ્થિતિસ્થાપકતા સહિતની યુએઈની ઘણી પ્રતિષ્ઠિત ઇવેન્ટ્સમાં ઘણા કાર્યક્રમોમાં દેખાયો છે.
તેમજ બહેરીનના રાજા હમાદ બિન ઇસા અલ ખલીફાને પણ શોધી કાઢ્યા હતા અને શોધી કાઢ્યુ હતુ કે તે વિડિયોમાં જે માણસ છે તે બહેરીનના રાજા નથી. નીચે તમે બંનેની તુલનાત્મક ફોટો જોઈ શકો છો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો બહેરીનના રાજા અને તેના બોડીગાર્ડ રોબોટનો નહીં પરંતુ ટાઈટન બ્રિટિશ રોબોટિક્સ કંપની દ્વારા વિકસાવવામાં આવેલા રોબોટનો આ વીડિયો છે.
Title:શું ખરેખર વિડિયોમાં કિંગ ઓફ બહેરિન અને તેમનો બોડિગાર્ડ રોબોટ છે...?
Fact Check By: Yogesh KariaResult: False