શું ખરેખર ટાટા ગ્રુપ દ્વારા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની પુત્રીનું ટ્રાન્સફર કરવામાં આવ્યું અને આ સ્વાતિ કોવિંદનો ફોટો છે…? જાણો શું છે સત્ય….

Partly False સામાજિક I Social

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એરહોસ્ટેસનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોમાં દેખાતી યુવતી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની પુત્રી સ્વાતિ કોવિંદ છે અને તેને ટાટા ગ્રુપ દ્વારા સુરક્ષાના કારણોસર ફ્લાઈટ એટેન્ડેન્ટના પદ પરથી ટ્રાન્સફર કરવામાં આવી છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોમાં દેખાતી બંને યુવતીઓમાં એક પણ રામનાથ કોવિંદની પુત્રી સ્વાતિ કોવિંદ નથી. તેમજ ટાટા ગ્રુપ દ્વારા સુરક્ષાના કારણોસર તેને ઓફિસ એટેન્ડેન્ટના પદ પરથી ટ્રાન્સફર આપવામાં આવી હોવાની માહિતી પણ ખોટી છે. સ્વાતિને 2017 માં સુરક્ષા કારણોસર તેણીને ગ્રાઉન્ડ ડિપાર્ટમેન્ટમાં નિયુક્ત કરવામાં આવી હતી. આ ફોટોને સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા ભ્રામક અને ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

કોળી સિંહણ નામના ફેસબુક યુઝર દ્વારા 13 એપ્રિલ, 2022 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોમાં દેખાતી યુવતી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની પુત્રી સ્વાતિ કોવિંદ છે અને તેને ટાટા ગ્રુપ દ્વારા સુરક્ષાના કારણોસર ફ્લાઈટ એટેન્ડેન્ટના પદ પરથી ટ્રાન્સફર કરવામાં આવી છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોને ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ ફોટો ગેટ્ટી ઈમેજ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, 06 નવેમ્બર, 2006ના રોજ નવી દિલ્હીમાં એર ઈન્ડિયા માટે બોઈંગ 737-800 કોમર્શિયલ જેટલાઈનરની ડિલિવરી દરમિયાન એર ઈન્ડિયાની એરહોસ્ટેસ એર ઈન્ડિયાની ફ્લાઈટની ઉપર તેમનો નવો યુનિફોર્મ પહેરેલી હોવાનું દર્શાવતો ફોટો ડિસેમ્બર 2006માં લેવામાં આવ્યો હતો.

આ ફોટો સાથેના લખાણમાં ક્યાંય પણ એવો ઉલ્લેખ કરવામાં નથી આવ્યો કે, ફોટોમાં દેખાતી એરહોસ્ટેસ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની પુત્રી સ્વાતિ કોવિંદ છે.

નીચે તમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વાયરલ ફોટો અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની પુત્રી સ્વાતિ કોવિંદના ફોટો વચ્ચેનો તફાવત જોઈ શકો છો.

નીચે તમે સ્વાતિ કોવિંદનું એક વીડિયો ઈન્ટરવ્યૂ પણ જોઈ શકો છો.

હવે એ પણ જાણવું જરુરી હતું કે, શું ખરેખર ટાટા ગ્રુપ દ્વારા સ્વાતિ કોવિંદને ગ્રાઉન્ડ ડિપાર્ટમેન્ટમાં ટ્રાન્સફર આપવામાં આવી છે કે કેમ?

અમને 2017 માં પ્રસારિત કરવામાં આવેલા ઘણા સમાચાર અહેવાલો મળ્યા જેમાં કહેવામાં આવ્યું હતું કે, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની પુત્રી સ્વાતિ કોવિંદ એર ઇન્ડિયાની લાંબા અંતરની બોઈંગ 787 અને બોઈંગ 777 ફ્લાઈટ્સમાં કેબિન ક્રૂ હતી. એરલાઈનના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, સુરક્ષાના કારણોસર તેણીને એરલાઈનના હેડક્વાર્ટરમાં એર ઈન્ડિયાના એકીકરણ વિભાગમાં નિયુક્ત કરવામાં આવી છે.

વધુમાં અમને એ પણ જાણવા મળ્યું કે, TATA ગ્રુપે ભારત સરકાર પાસેથી એર ઈન્ડિયા ખરીદી અને એરલાઈનનું સંચાલન જાન્યુઆરી 2022માં જ સંભાળ્યું છે. આમ, તેના પરથી સ્પષ્ટ થાય છે કે, TATA ગ્રુપે રાષ્ટ્રપતિ કોવિંદની પુત્રીનું સ્થાનાંતરણ કર્યું નથી. 2017 માં સુરક્ષા કારણોસર તેણીને ગ્રાઉન્ડ ડિપાર્ટમેન્ટમાં નિયુક્ત કરવામાં આવી હતી.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોમાં દેખાતી બંને યુવતીઓમાં એક પણ રામનાથ કોવિંદની પુત્રી સ્વાતિ કોવિંદ નથી. તેમજ ટાટા ગ્રુપ દ્વારા સુરક્ષાના કારણોસર તેને ઓફિસ એટેન્ડેન્ટના પદ પરથી ટ્રાન્સફર આપવામાં આવી હોવાની માહિતી પણ ખોટી છે. સ્વાતિને 2017 માં સુરક્ષા કારણોસર તેણીને ગ્રાઉન્ડ ડિપાર્ટમેન્ટમાં નિયુક્ત કરવામાં આવી હતી. 

Avatar

Title:શું ખરેખર ટાટા ગ્રુપ દ્વારા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની પુત્રીનું ટ્રાન્સફર કરવામાં આવ્યું અને આ સ્વાતિ કોવિંદનો ફોટો છે…? જાણો શું છે સત્ય….

Fact Check By: Vikas Vyas 

Result: Partly False