
Pagal Gujju નામના ફેસબુક યુઝર તારીખ 24 જૂન 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “ફ્રીઝનું ઠંડું પાણી પિવાથી થાય છે આ ગંભીર બીમારીઓ” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી પોસ્ટ પર 117 લોકોએ તેના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 120 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્ચો હતો કે, ફ્રીઝનું પાણી પિવાથી ગંભીર બિમારીઓ થાય છે.

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ તપાસ/કાર્યવાહી શરૂ કરી હતી. જો આ પ્રકારે પાણી પીવાથી બિમારી થતી હોય તો ગૂગલ પર આ અંગે કોઈ વ્યક્તિ દ્વારા જણાવવામાં આવ્યુ હોય જ તેથી અમે ગૂગલ પર ફ્રીજનું પાણી પિવાથી થતી બિમારીઓ લખતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામોમાં અમને ક્યાંય પણ ઠંડુ પાણી પિવાથી ગંભીર બિમારી થાય તેવું જાણવા મળ્યુ ન હતું. તેથી અમે ગોલ્ડ મેડાલિસ્ટ એમડી ડોક્ટર કૃણાલ સોલંકી જોડે વાત કરવાનું નક્કી કર્યુ હતું. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “ફ્રિજનું ઠંડુ પાણી પિવાથી ગંભીર બિમારી થાય તે અંગેનું સંશોધન કરવામાં આવ્યું હોવાનું મારા ધ્યાનમાં નથી આવ્યુ, રોજનું 2-3 ગ્લાસ ફ્રિજનું પાણી પિવાથી કોઈ બિમારી થતી નથી. જો કે, તમારી તાસીર પર પણ આધાર રહ્યો છે કે તમને ફ્રિજનું પાણી માફક આવે છે કે નહિં”

ત્યારબાદ અમે આયુર્વેદ નિષ્ણાંત ગિરિશ કટેરિયા જોડે પણ આ અંગે વાત કરી હતી. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “આયુર્વેદમાં શીત જળ પિવાની ના પાડવામાં આવી છે. પરંતુ ગંભીર બિમારી થાય તેવો ક્યાંય પણ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. જો કે, અમુક કિસ્સામાં ઠંડુ પાણી પિવાની સલાહ પણ આપવી પડતી હોય છે. પરંતુ તમારા શરીરને ફ્રિજનું પાણી માફક ન આવતું હોય તો તમારે ઠંડુ પાણી ન પીવું જોઈએ.”

આમ, ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની કોઈ સત્યતા અમને જાણવા મળી ન હતી. જો આ પ્રકારે ઠંડુ પાણી પિવાથી ગંભીર બિમારીઓ થતી હોત તો ફ્રિજ વહેચતી કંપનીઓ બંધ થઈ ગઈ હોત પરંતુ દિવસે-દિવસે ફ્રિજનું વહેચાણ વધી રહ્યું છે. તેમજ પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ કોઈ પણ વ્યક્તિને ફ્રિજનું પાણી પીવાથી ગંભીર બિમારી થઈ હોય કે કોઈનું ફ્રિજનું પાણી પીવાથી કોઈનું મૃત્યુ થયુ હોવાનું અમારા ધ્યાનમાં આવ્યુ નથી.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ કોઈ પણ વ્યક્તિને ફ્રિજનું પાણી પીવાથી ગંભીર બિમારી થઈ હોય કે કોઈનું ફ્રિજનું પાણી પીવાથી કોઈનું મૃત્યુ થયુ હોવાનું અમારા ધ્યાનમાં આવ્યુ નથી.

Title:શું ખરેખર ફ્રિજનું પાણી પીવાથી ગંભીર બિમારી થાય છે..? જાણો શું છે સત્ય……
Fact Check By: Frany KariaResult: False
